cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Target High MPHW FHW

💠Target High Academy Jamnagar 💠આ ચેનલનો હેતુ આરોગ્ય લક્ષીMPHW, FHW ,SI,GNM ,મુખ્ય સેવિકામટીરીયલ પુરું પાડવાનો છે 💠રોજ પરિક્ષા લક્ષી પોલ મુકવામાં આવશે 💠 અમે કટિબદ્ધ છીયે તમને સફળતા અપાવા માં 🔥 💠 Owner: Sanjay Dangar

Більше
Рекламні дописи
3 613
Підписники
Немає даних24 години
+87 днів
+3030 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

999_999_2024_5_4_650.pdf
Показати все...
GUJARAT High court Bharti
Показати все...
CCE ના કોલલેટર ડાઉનલોડ કરવાની Link:- https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
Показати все...
👍 2
10👍 1
MPHW 1866 ભરતી - જિલ્લા પંચાયત, MPHW નોકરીમા એક વર્ષ પૂર્ણ 🔥 Congratulations All💐
Показати все...
😁 15👍 6🎉 5😨 5
➡️વિશ્વ મેલેરિયા દિવસ - 25 April 🦟 ♻️વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૦૦૮થી ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ (World Malaria Day) તરીકે મનાવવામાં આવે છે. 🐾વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના જણાવ્યાં અનુસાર દક્ષિણ પૂર્વ એશિયાના ૭૭ % મેલેરિયાના કેસો થવામાં ભારતનું યોગદાન છે. 👈👉આ રોગ મુખ્યત્વે રાજસ્થાન,ગુજરાત.કર્નાટક,ગોવા,દક્ષિણ મધ્યપ્રદેશ,છતીસગઢ,ઓરિસ્સા અને બીજા ઉત્તરના રાજ્યમાં પ્રચલિત છે. 🚫 તા.૨૫ એપ્રિલ ૨૦૦૦ના રોજ ૪૪ આફ્રીકન દેશોના વડાઓએ મેલેરીયાની નાબુદી માટે અબુજા ઠરાવ પસાર કરી મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. તેની યાદમાં 💢💢દર વર્ષે ૨૫ એપ્રિલે આફ્રીકન મલેરીયા દિવસ તરીકે ૨૦૦૧ થી મનાવવાનું શરૃ કરાયું હતું. ‼️‼️વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ મેલેરિયા દિનની ઉજવણી પ્રતિવર્ષ ૨૫ એપ્રિલ ૨૦૦૫થી કરવામાં આવે છે. 🔰♻️હાલ વશ્વમાં ૩.૩ અબજ લોકોને દર વર્ષે મલેરીયા રોગ થવાની સંભાવના રહેલ છે. વિશ્વની અર્ધા ભાગની વસ્તી મલેરીયા સંભવિત વિસ્તારમાં રહે છે. 🔰♻️દર વર્ષે ૨૨ કરોડ જેટલા લોકો ને મલેરીયા રોગ થાય છે અને મલેરીયા રોગ ના કારણે છ લાખથી વધુ લોકોના દર વર્ષે મૃત્યુ થાય છે. જેમાં પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા વધુ છે.🚫⭕️ 🔱🔱વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૩માં આશરે ૨૦ કરોડ લોકો મેલેરિયાનો શિકાર બન્યા હતા. આશરે ૫,૮૪,૦૦૦ લોકો મરણ પામ્યા હતા. એમાં લગભગ ૮૩ ટકા બાળકો હતાં, જેઓની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. આ બીમારીના લીધે ૧૦૦ કરતાં વધારે દેશો પર ખતરો તોળાઈ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, આશરે ૩.૨ અબજ લોકોનો જીવ જોખમમાં છે. 🔆🔆રાજ્ય સરકારે પ્રથમ વખત ગુજરાતમાં મલેરીયા અને ડેંગ્યુને નોટિફાયેબલ રોગ જાહેર કરવામાં આવ્યા છે.નોટિફાયબલ એટલ કે રોગ અંગેની વિગતો ફરજીયાત તંત્રને આપવાની રહેશે. જે મુજબ, રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રોજ નોંધાતા મલેરીયા અને ડેંગ્યુના કેસનું રીપોર્ટીંગ રાજ્ય સરકારને ફરજીયાતપણે કરવાનું રહેશે. જો કોઈ હોસ્પિટલ રાજ્ય સરકાર સુધી આ આંકડાઓ નહીં પહોંચાડે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ❗️❕કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શીકા પ્રમાણે રાજ્યના આરોગ્ય વિભાગે સૌ પ્રથમ વખત મલેરીયા અને ડેંગ્યુના રોગને નોટિફાયેબલ જાહેર કર્યા છે અને તાત્કાલિક ધોરણે જ તેનો અમલ પણ શરુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આવા પ્રકારના કેસોની માહિતી માત્ર સરકારી હોસ્પિટલોમાંથી જ મળતી હતી. જોકે, હવે ખાનગી હોસ્પિટલે પણ આવા કેસોની તમામ માહિતી સંબંધિત જિલ્લા અને મહાનગરપાલિકાની કચેરીએ પુરી પાડવાની રહેશે. તેમજ આ માહિતી ન આપનાર હોસ્પિટલો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. 🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾 👽મેલેરિયા એ સંભવિતપણે જીવન માટે જોખમરૂપ પરોપજીવી રોગ છે. તે પ્લાસ્મોડીયમ વિવેક્સ (પી. વિવેક્સ), પ્લાસ્મોડીયમ ફાલ્સિપેરમ (પી. ફાલ્સિપેરમ), પ્લાસ્મોડીયમ મેલેરી (પી. મેલેરી), પ્લાસ્મોડીયમ ઓવલે (પી. ઓવલે)ના નામે ઓળખાતા પરોપજીવીઓથી થાય છે. 👽તે એનોફીલીસ મચ્છરના ચેપી દંશથી ફેલાય છે. 👽ચેપી મચ્છરના દંશના 10થી 14 દિવસ પછી વ્યક્તિને આ રોગ થાય છે. 👽માનવ મેલેરિયાના પરોપજીવીઓના બે પ્રકાર છે, પ્લાસ્મોડીયમ વિવેક્સ અને પી. ફાલ્સિપેરમ. ભારતમાં સામાન્યપણે બંને પ્રકાર નોંધાય છે. 👽માનવ યજમાનની અંદર પરોપજીવી તેના સંકુલ જીવનચક્રના ભાગરૂપે પરિવર્તનોની એક શ્રેણીમાંથી પસાર થાય છે. (પ્લાસ્મોડીયમ આદિ જંતુ પરોપજીવી છે) 👽પરોપજીવી યકૃત કોષમાં (પ્રી-એરીથ્રોસાઇટિક સ્કિઝોગોની) અને રક્તકણોમાં (એરીથ્રોસાઇટિક સ્કિઝોગોની) જીવનચક્ર પૂરું કરે છે. 👺મેલેરિયાનો રોગ કરવા માટે જવાબદાર જંતુઓનું નામ છે - પ્લાઝમોડીયમ. ભારતમાં, મુખ્યત્વે વાઇવેકસ અને ફાલ્સીપેરમ તરીકે ઓળખાતાં પ્લાઝમોડીયમ જંતુના પેટા પ્રકારો મેલેરિયાના ૯૯ ટકાથી વધારે કેસ માટે જવાબદાર હોય છે. 😈પી. ફાલ્સિપેરમનો ચેપ મેલેરિયાનું સૌથી ઘાતક સ્વરૂપ છે. ❓❓❓૧ મેલેરિયા શું છે? મેલેરિયા એક પ્રકારના જીવાણુથી થતો રોગ છે. એમાં તાવ આવે, ઠંડી ચડી જાય, પરસેવો થાય, માથું દુઃખે, શરીર દુઃખે, ઊબકા આવે અને ઊલટી થાય. શરીરમાં કયા પ્રકારના અને કેટલા સમયથી જીવાણુ પ્રવેશ્યા છે, એના આધારે આ લક્ષણો અમુક વાર ૪૮થી ૭૨ કલાકમાં ઊથલો મારે છે. ❓❓ મેલેરિયા કઈ રીતે ફેલાય છે? 🐜🐝1. મેલેરિયા માટે પ્લાઝમોડીયમ નામના જીવાણુઓ જવાબદાર છે. માદા 🐝🐜ઍનોફિલસ મચ્છર કરડે ત્યારે આ જીવાણુઓ વ્યક્તિના લોહીમાં પ્રવેશે છે. 🕷2. આ જીવાણુઓ વ્યક્તિના લીવરમાં જાય છે અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં વધે છે. 🕷3. લીવરના કોષો ફાટે ત્યારે, આ જીવાણુઓ વ્યક્તિના રક્તકણોમાં પ્રવેશે છે. ત્યાં પણ એની સંખ્યા વધે છે. 🕷4. હવે રક્તકણો ફાટે ત્યારે, આ જીવાણુઓ બીજા રક્તકણોમાં પ્રવેશે છે. 🕷5. રક્તકણો ફાટવાનું અને જીવાણુઓનું બીજા રક્તકણોમાં પ્રવેશવાનું ચક્ર ચાલ્યા કરે છે. વ્યક્તિના શરીરમાં જ્યારે ઘણા પ્રમાણમાં રક્તકણો ફાટે છે ત્યારે મેલેરિયાનાં લક્ષણો દેખાય છે.
Показати все...
👍 4
🗡કેવળ અફ્રીકામાં જ પ્રતિવર્ષ ૧૨ અબજ અમેરિકન ડોલર નું નુકશાન મલેરિયા ને લીધે થાય છે, આમાં સ્વાસ્થ્ય વ્યય, કાર્યદિવસોની હાનિ, શિક્ષાની હાનિ, દિમાગી મલેરિયા ને લીધે માનસિક ક્ષમતાની હાનિ તથા નિવેશ એવં પર્યટનની હાનિ શામિલ છે. અમુક દેશોમાં આ કુલ જન સ્વાસ્થય બજટ નો ૪૦% સુધી ખાઈ જાય છે. આ દેશોંમાં હોસ્પીટલોમાં ભર્તી થવાવાળા દર્દીઓમાંથી ૩૦% થી ૫૦% અને બાહ્ય-રોગી વિભાગોમાં દેખતા રોગીઓમાં ૫૦% સુધી રોગી મલેરિયા ના હોય છે. 🛡🛡હોમિયોપેથીમાં મલેરિયા નો ઉપચાર ઉપલબ્ધ છે, જોકે અનેક ચિકિત્સકોનું માનવુ છેકે મલેરિયા જેવી ગંભીર બીમારી નો ઇલાજ એલોપેથિક દવાઓથી જ કરવો જોઈએ , કેમકે આ વૈજ્ઞાનિક શોધ પર આધારિત છે. ત્યાં સુધી કે બ્રિટિશ હોમિયોપેથિક એસોસિએશન ની સલાહ એજ છે કે મલેરિયા ના ઉપચાર માટે હોમિયોપેથી પર નિર્ભર ન રહેવું જોઈએ. આયુર્વેદમાં મલેરિયા ને વિષમ જ્વર કહે છે, અને આના ઉપચાર માટે અનેક ઔષધિઓ ઉપલબ્ધ છે. ‼️‼️વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ મલેરિયા પ્રભાવિત ક્ષેત્રોમાં છંટકાવ માટે લગભગ ૧૨ દવાઓ ને માન્યતા દીધી છે. આમાં ડીડીટી સિવાય પાયરમેથ્રિન અને ડેલ્ટામેથ્રિન જેવી દવાઓ શામિલ છે, ખાસકર એ ક્ષેત્રોંમાં જ્યાં મચ્છર ડીડીટી પ્રતિ રોધક ક્ષમતા વિકસિત કરી ચુક્યાં છે.
Показати все...
👍 2
😾😾મેલેરિયા ફેલાવતાં મચ્છરો કયાં ઉછરે છે? મેલેરિયાના જંતુ ફેલાવતાં એનોફિલીસ મચ્છરો, પ્રમાણમાં ચોખ્ખા કહી શકાય એવાં પાણીમાં ઉછરે છે (જયારે હાથીપગો ફેલાવતાં કયુલેક્ષ મચ્છરો ગટરના પાણીમાં ઉછરે છે.) તળાવ, કુવા, પાણીની ટાંકીઓ, ખાડા-ખાબોચિયા કે અન્યત્ર જયાં વરસાદનું કે બીજું કોઇ ચોખ્ખુ પાણી ભરાઇ રહે ત્યાં એનોફિલીસ મચ્છર પોતાના ઇંડા મુકે છે. આ કારણે જ ચોમાસાની આસપાસ મચ્છરનું પ્રમાણ અને મેલેરિયાનો ફેલાવો ઘણો વધી જાય છે. 👾👾મચ્છર કરડે પછી કેટલા દિવસે તાવ આવે? એક માણસને મચ્છર કરડયા પછી જંતુના બીજમાંથી ઇંડા બનીને મચ્છરની સૂંઢ સુધી પહોંચતા દશ થી બાર દિવસ સામાન્ય રીતે લાગે છે.વળી, મચ્છર કરડે અને માણસના શરીરમાં મેલેરિયાના ઇંડા (સ્પોરોઝોઇટ) પ્રવેશેે પછી આશરે ૧૦ થી ૧૫ દિવસ પછી તાવ આવે છે. ⚠️❓ તમે કઈ રીતે રક્ષણ મેળવી શકો? ❓મેલેરિયા ફેલાયો છે એ વિસ્તારમાં તમે રહેતા હો તો . . . 👉મચ્છરદાનીનો ઉપયોગ કરો. 👉એના પર જંતુનાશક દવા છાંટેલી હોવી જોઈએ. 👉એ કાણાંવાળી કે ફાટેલી ન હોવી જોઈએ. 👉ગાદલા નીચે સારી રીતે ભરાવી દીધેલી હોવી જોઈએ. 👉ઘરમાં વપરાતી જંતુનાશક દવા છાંટો. શક્ય હોય તો, બારી-બારણાં પર મચ્છરજાળી લગાવો. એ.સી. અથવા પંખા વાપરો. 👉આછા રંગના અને શરીર પૂરું ઢંકાય એવાં કપડાં પહેરો. 👉શક્ય હોય તો, ઝાડી-ઝાંખરામાં જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ભરાઈ રહે છે. ભરાયેલા પાણી પાસે જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ઉછરે છે. 👉જો તમને મેલેરિયા થયો હોય, તો તરત સારવાર લો. 🙏👉મેલેરિયાના જીવાણુ જે મચ્છરમાં હોય એ મચ્છર કોઈ વ્યક્તિને કરડે ત્યારે, એ જીવાણુ વ્યક્તિમાં પ્રવેશે છે. મેલેરિયા થયેલી વ્યક્તિને મચ્છર કરડે છે, ત્યારે મેલેરિયાના જીવાણુ મચ્છરમાં જાય છે. અને પછી એ મચ્છર જ્યારે બીજી વ્યક્તિને કરડે છે, ત્યારે એ વ્યક્તિને મેલેરિયા થાય છે 👉મેલેરિયા ફેલાયો છે એવા વિસ્તારમાં તમે રહેતા હો અથવા એવી જગ્યાએ જઈને આવ્યા હો તો, નીચે આપેલાં લક્ષણોની અવગણના ન કરશો . . . 👆👇 સખત તાવ આવવો પરસેવો થવો ધ્રુજારી સાથે ઠંડી લાગવી માથું દુઃખવું શરીર દુઃખવું થાક લાગવો ઊબકા આવવા ઊલટી થવી ડાયેરિયા થવા 👆👉મેલેરિયાની સારવાર ન કરાવીએ તો, લોહીની ઉણપ ઊભી થઈ શકે અને જીવ જોખમમાં મૂકાઈ શકે. લક્ષણોની તીવ્રતા વધે એ પહેલાં જ સારવાર લો. ખાસ કરીને, બાળકો અને ગર્ભવતી માતાના કિસ્સામાં તરત પગલાં ભરવાં જોઈએ. 👉શું તમે જાણો છો? 👧🏻👦🏻બાળકો અને ગર્ભવતી માતાઓને મેલેરિયા થવાનું સૌથી વધારે જોખમ રહેલું છે. 👁👀ફક્ત આફ્રિકામાં મેલેરિયાના લીધે દર મિનિટે એક બાળકનું મોત થાય છે. 👐👐અમુક કિસ્સાઓમાં લોહી લેવાથી વ્યક્તિને મેલેરિયા થયો છે. 😿🙀વર્તમાનમાં મલેરિયા ભૂમધ્ય રેખા ની બંને તરફ વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલો છે આ ક્ષેત્રોમાં અમેરિકા, એશિયા તથા વધુ પડતું અફ્રીકા આવે છે, પણ આમાંથી સૌથી વધુ મૃત્યુ (લગભગ ૮૫ % થી ૯૦ % સુધી) ઉપ-સહારા અફ્રીકા માં થાય છે. 👿મલેરિયાનું વિતરણ સમઝવુ થોડું જટિલ છે, મલેરિયા પ્રભાવિત તથા મલેરિયા મુક્ત ક્ષેત્ર પ્રાય સાથે સાથે હોય છે. સૂકા ક્ષેત્રોમાં આના પ્રસારનો વર્ષાના પ્રમાણથી ઊંડો સંબંધ છે. ડેંગ્યૂ તાવ ની વિપરીત આ શહરોની અપેક્ષા ગામડામાં વધુ ફેલાય છે. 👿ઉદાહરણાર્થ વિયેટનામ , લાઓસ અને કંબોડિયા ના નગરો મલેરિયા મુક્ત છે, જ્યારે આ દેશો ના ગામડા આનાથી પીડિત છે. અપવાદ-સ્વરૂપ અફ્રીકામાં નગર-ગ્રામીણ બધા ક્ષેત્ર આનાથી ગ્રસ્ત છે, યદ્યપિ મોટા નગરોમાં ખતરો ઓછો હોય છે. ૧૯૬૦ ના દશક બાદ ક્યારેય આના વિશ્વ વિતરણ ને મપાયુ નથી. હાલ માં જ બ્રિટેનની વેલકમ ટ્રસ્ટ એ મલેરિયા એટલસ પરિયોજના ને આ કાર્ય હેતુ વિત્તીય (આર્થિક) સહાયતા આપી છે, જેથી મલેરિયાના વર્તમાન તથા ભવિષ્યના વિતરણ ને બેહતર ઢંગથી અધ્યયન કરી શકાશે. 😿😿😿સામાજિક અને આર્થિક પ્રભાવ 💳💰💳💰💳💰 મલેરિયા ગરીબીથી જોડાયેલ તો છે જ, આ પોતાનામાં પોતે પણ ગરીબી નું કારણ છે તથા આર્થિક વિકાસમાં બાધક છે. જે ક્ષેત્રોમાં આ વ્યાપક રૂપે ફેલાય છે ત્યાં આ અનેક પ્રકાર ના નકારાત્મક આર્થિક પ્રભાવ પાડે છે. પ્રતિ વ્યક્તિ જી.ડી.પી ની તુલના જો ૧૯૯૫ ના આધાર પર કરાય (ખરીદ ક્ષમતા ને સમાયોજિત કરી), તો મલેરિયા મુક્ત ક્ષેત્રો અને મલેરિયા પ્રભાવિત ક્ષેત્રોમાં આમાં પાંચ ગણા જેટલું અંતર દેખાય આતા છે (૧,૫૨૬ ડોલર/૮,૨૬૮ ડોલર). જે દેશોમાં મલેરિયા ફેલાય છે તેમના જી.ડી.પી માં ૧૯૬૫થી ૧૯૯૦ ની મધ્યમાં કેવળ પ્રતિવર્ષ ૦.૪% ની વૃદ્ધિ થઈ ત્યાં મલેરિયાથી મુક્ત દેશોંમાં આ વૃદ્ધિ ૨.૪% થઈ. યદ્યપિ સાથે હોવા માત્રથી જ ગરીબી અને મલેરિયા ની વચ્ચે કારણ નો સંબંધ ન જોડી શકાય, ઘણાં ગરીબ દેશોંમાં મલેરિયાની રોકથામ કરવા માટે પર્યાપ્ત ધન ઉપલબ્ધ નથી કરી શકાતું.
Показати все...
👍 1
Показати все...
Target High MPHW FHW

💠Target High Academy Jamnagar 💠આ ચેનલનો હેતુ આરોગ્ય લક્ષીMPHW, FHW ,SI,GNM ,મુખ્ય સેવિકામટીરીયલ પુરું પાડવાનો છે 💠રોજ પરિક્ષા લક્ષી પોલ મુકવામાં આવશે 💠 અમે કટિબદ્ધ છીયે તમને સફળતા અપાવા માં 🔥 💠 Owner: Sanjay Dangar

👍 3