cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

SRM's Institute for Maths and Reasoning

🔰Maths and Reasoning પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM institute.... Online Application link:https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

Show more
Advertising posts
3 293
Subscribers
+224 hours
-17 days
-1130 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

આપને પણ ગણિત અને રિઝનીંગમાં તકલીફ હોય તો કોર્સ purchase કરી શકો છો
Show all...
🔥 1
પાલિતાણા ખાતે કાર્યરત અમારી સંસ્થા સંવેદના પરિવારનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિભાવો....
Show all...
🙏 2
સંવેદના પરીવાર જ્યારે મારા નજીકના ગામમાં ક્લાસની શરૂઆત થઇ ત્યારથી જોડાયેલ છું. ત્યાં જનરલ બેંચમાં અભ્યાસ કર્યો છે સાથે જુદા-જુદા કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે. ક્લાસિસમાં બેઝિક ટોકન ફી લઇને અમને પુસ્તકો આપવામાં આવ્યા છે તથા દર મહિને ટેસ્ટ લઇને તેમાં પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ પણ આપવામાં આવ્યાં છે. આ ક્લાસિસમાં બધાં ફેકલ્ટી દ્વારા નિસ્વાર્થ ભાવે શિક્ષણ પીરસાયું છે અને તેમનો પોતાનાં પરિવાર સાથે રેહવાનાં સમયમાં વિદ્યાર્થીનાં શિક્ષણ પાછળ બે કલાક સેવા કરીને ઘણા વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્વળ કર્યા છે. નામ : ગોપાલ પરમાર ગામ : જામવાળી નોકરી : સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન - નડીઆદ
Show all...
ટોકન ધોરણે અપાતા શિક્ષણ માં કંઈ ગુણવત્તા ન હોય એવી લોકો ની માન્યતા ને તદ્દન ખોટી સાબિત કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તેનું બેસ્ટ ઉદાહરણ સંવેદના પરિવાર છે.... ટોકન ધોરણે અપાતા શિક્ષણ થકી જ મારી રખડતી ભટકતી મિત્રોની ટોળકી આજે વ્યક્તિગત સાહેબ તરીકે ઓળખાવા લાગી છે...... સંવેદના પરિવાર નો સાથ ફકત કોઈ સરકારી ભરતી ની પરીક્ષા આવે ત્યાં સુધીનો...નથી....... એતો ખુદ માં જ એક પરિવાર છે.જે દિવસે ને દિવસે મોટો થતો જાય છે. સંવેદના પરિવારે ગ્રામ્ય કક્ષા ના વિદ્યાર્થીઓ માટે ગામડામાં કલાસ ચલાવ્યા જેથી ગામડાના વિદ્યાર્થીઓ પોતાની સામાજિક - કૌટુંમ્બિક જવાબદારીઓ નિભાવીને પણ પોતાની કારકિર્દી બનાવવામાં સફળ રહ્યા છે. જેનો લાભ મારા પૂરા મિત્ર સર્કલ ને મળ્યો છે જે હાલ સરકારી નોકરીઓ માં ફરજ બજાવે છે.જેના માટે હું સંવેદના પરિવારનો સદાય માટે આભારી છું. આભાર સંવેદના પરિવાર મનહર મગનભાઇ રાઠોડ ગામ - જામવાળી-૧ તા - પાલીતાણા હાલ - ASI,ગુજરાત પોલીસ , અમરેલી
Show all...
યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરતા સંવેદના પરિવાર સાથે હું 2018 થી જોડાયેલો છું. આમાં તદ્દન ઓછી ફી માં સારું અને યોગ્ય શિક્ષણ પીરસવામાં આવે છે. બધા વિષયો ઉપર પૂરતું ધ્યાન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો પણ આ પરિવાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે પણ જરૂર હોય ત્યારે હું આ પરિવાર સાથે ઊભો રહીશ અને સેવાકીય કાર્યો માં સહભાગી બનીશ. આજે હું જે કય છું એ આ પરિવાર થકી જ છું એટલે મને યોગ્ય માર્ગદર્શન આપવા બદલ હું આપ ગુરૂજન નો હું દિલ થી આભાર માનુ છુ .... આભાર સંવેદના પરિવાર લી. શૈલેષ વનમાળીભાઈ ચાવડા ગામ - જામવાળી તા - પાલીતાણા હાલ નોકરી - ગુજરાત પોલીસ
Show all...
સંવેદના પરિવાર સાથે હું 2018 થી જોડાયેલો છું અને સંવેદના પરિવાર દ્વારા ચાલતી શૈક્ષણિક કામગીરી નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછી ફી લઈ ને દરેક વિષય વાઈજ સારામાં સારું અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થા નો ઉદેશ્ય શિક્ષણ તથા યોગ્ય માર્ગદર્શન આપી યુવાનો નું ભવિષ્ય સુધારવાનો છે. આ સંસ્થા દ્વારા ઘણા બધા સેવાકીય કાર્યો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, પુસ્તકોનું વિતરણ, જરૂરિયાત મંદ વ્યક્તિ ને આર્થિક અને શૈક્ષણિક સેવાઓ, યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા સેમીનાર યોજી આવી ઘણી બધી પ્રવત્તિઓ આ સંસ્થા દ્રારા પૂરી પાડવામાં આવી છે અને હું હાલમાં પણ સંવેદના પરિવાર સાથે જોડાયેલો છું અને ભવિષ્યમાં માં જોડાયેલો રહીશ અને મારાથી બનતી તમામ મદદ કરી શકું તેવા પ્રયાસો હું કરતો રહીશ. આથી સંવેદના પરિવારમાં સેવાકીય કામ કરતા તમામ સાથી મિત્રો તથા ગુરૂજનનો હું દિલથી આભાર માનું છું. આભાર સંવેદના પરિવાર લી, અંકુરભાઈ પોપટભાઈ વાઘેલા ગામ- ભાદાવાવ તા-પાલીતાણા હાલ નોકરી-ગુજરાત પોલીસ, અમરેલી
Show all...
સંવેદના પરિવાર દ્વારા શરૂઆત માં ઘેલપરા અને ત્યારબાદ પીપરડી ખાતે ક્લાસ ની શરૂઆત થઈ અમે પીપરડી સેન્ટર માં અભ્યાસ કરતા અમે 10 વ્યક્તિ અમારા ગામ માંથી ત્યાં ક્લાસ માં જતાં તેમાંથી બધા લોકો હાલ સરકારી નોકરી કરે છે સંવેદના પરિવાર દ્વારા નજીવી ફી સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પીરસવામાં આવે છે સાથે સાથે બ્લડડોનેશન કેમ્પ, ઉત્તરાયણમાં બાઈક સેફ્ટી ગાર્ડ, જરૂરિયાત મંદ બાળકની સંપૂર્ણ ફી ભરવી, શાળા ના બાળકો ને પુસ્તકો વિતરણ જેવા સમાજ ઉપયોગી કાર્યો પણ કરવામાં આવે છે આપ સંવેદના પરિવાર સાથે જોડાઈ ને સરકારી નોકરી નું સ્વપ્ન સાકાર કરો એવી શુભેચ્છાઓ. લી. રાઠોડ કિરણભાઈ મકાભાઈ ગામ - જામવાળી તા - પાલીતાણા હાલ નોકરી BSF જમ્મુ અને કાશ્મીર
Show all...
" નિસ્વાર્થ ભાવે કામ કરતી સંસ્થા એટલે સંવેદના પરિવાર " હું પહેલા ભાવનગર ખાતે તૈયારી કરતો હતો પણ ચારેક મહિના ત્યાં રહ્યા બાદ આર્થિક રીતે ભાવનગર રહેવું પોસાય તેમ ન હતું જેથી હું ઘરે મારા ગામ આવતો રહ્યો અને ઘરે જ તૈયારી કરતો. મને જ્યારે ખબર પડી કે મારા ગામની બાજુના ગામ માં સ્પર્ધાત્મક પરીક્ષાના ટ્યુશન ક્લાસ ચાલે છે એટલે મે સંવેદના પરિવાર દ્વારા ચાલતા ક્લાસિસ ની મુલાકાત લીધી અને પછી તો હું આ સંવેદના પરિવાર નો કાયમી સભ્ય બની ગયો. હું મારા ગામમાં પણ જે લોકો બહાર ક્લાસિસ માં જઈ તૈયારી ન કરી શકે તેના માટે ગામમાં જ તૈયારી કરાવતો હતો. અને મારા આ કાર્યમાં સંજયભાઈ તથા સંવેદના પરિવાર જોડાયું અને અમે મારા ગામમાં ગણિત રીઝનિંગ જેવા અગત્યના વિષયો ના મેગા લેક્ચર નું આયોજન પણ કરતા. અને અમારી આ બધી મહેનત નું ફળ આજે અમે બધા ખાઈએ છીએ. દિલથી સંવેદના પરિવારને સલામ છે કે જે આજના હરીફાઈ વાળા યુગમાં પણ ગામડા ના યુવાનો - યુવતીઓ આગળ આવે તે માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. વિપુલભાઈ ઘોહાભાઈ દોરીલા ગામ:- સાંજણાસર નોકરી:- પોલીસ, સુરત શહેર
Show all...
👍 1