en
Feedback

Don't get caught by a cheater! Telemetrio finds and tags such channels 👉 If you want to see the tag, subscribe

Mains Masterclass-360° approach Guidance

Mains Masterclass-360° approach Guidance

Open in Telegram

GPSC, CCE & PSI મુખ્ય પરીક્ષાની તૈયારી માટે 360° ડીસ્ક્રિપ્ટિવ આન્સર રાઇટીંગ ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને GS knowledge sharing platform. Authentic, Original and Quintessential One stop solution

Show more
6 107
Subscribers
+724 hours
+347 days
+5930 days
Posts Archive
CCE marks declared તમારા માર્ક જોઈ લો.

રિસ્પોન્સ શીટ અંગેની રજૂઆત CCE update https://www.instagram.com/p/DfSDd48gjdY/?xtok=MTBvOGVwenNhZjJ5Mw==

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

CCE final answer key related information

હિંસા આધારિત બાબતો જોવાની અસરો # ફિલ્મ # OTT
હિંસા આધારિત બાબતો જોવાની અસરો # ફિલ્મ # OTT

IMP TOPIC FOR INTERVIEW ✅

નવઉદારવાદ (Neoliberalism) અને યુવાનોમાં વધતો અસંતોષ
તાજેતરના સમયમાં ફ્રાન્સ, સ્પેન જેવા વિકસિત દેશોથી લઈને ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા વિકાસશીલ દેશોમાં યુવાનોના વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. આ વિરોધ પાછળ બેરોજગારી, મોંઘવારી, શિક્ષણનો વધતો ખર્ચ, આવકની અસમાનતા, નોકરીની અસુરક્ષા અને રાજકીય વ્યવસ્થામાં વિશ્વાસનો અભાવ જેવા પરિબળો જવાબદાર છે. આ પરિસ્થિતિએ નવઉદારવાદી આર્થિક નીતિઓ, કલ્યાણકારી રાજ્યની ભૂમિકા અને આર્થિક વિકાસના લાભોની સમાન વહેંચણી અંગે ચર્ચા ઊભી કરી છે.
નવઉદારવાદ એટલે શું? નવઉદારવાદ એ રાજકીય અને આર્થિક વિચારધારા છે, જે મુક્ત બજાર વ્યવસ્થા, ખાનગીકરણ, આર્થિક ઉદારીકરણ અને અર્થતંત્રમાં સરકારની મર્યાદિત ભૂમિકાને મહત્ત્વ આપે છે. 1970ના દાયકાના અંતથી આ વિચારધારાનો વૈશ્વિક પ્રભાવ વધ્યો. 1945થી 1973 દરમિયાન પ્રવર્તમાન રાજ્ય આધારિત કલ્યાણકારી આર્થિક વ્યવસ્થાની સરખામણીમાં બજાર આધારિત વ્યવસ્થાને વધુ મહત્ત્વ મળ્યું. આ વિચારધારા મુજબ ખાનગી ક્ષેત્ર અને બજાર સ્પર્ધા આર્થિક કાર્યક્ષમતા વધારી શકે છે. નવઉદારવાદના મુખ્ય સ્તંભો 1. મુક્ત બજાર: માંગ અને પુરવઠા અનુસાર બજારનું સંચાલન. 2. કલ્યાણકારી રાજ્યમાં ઘટાડો: સરકારી ખર્ચ અને સબસિડીમાં ઘટાડો. 3. ખાનગીકરણ: સરકારી સાહસો અને સેવાઓ ખાનગી ક્ષેત્રને સોંપવી. 4. નિયમનમુક્તિ: ઉદ્યોગો પરના સરકારી નિયંત્રણો ઘટાડવા. 5. શ્રમ બજારની લવચીકતા: કામદારોની ભરતી અને છટણી સરળ બનાવવી. 6. વૈશ્વિકીકરણ: આંતરરાષ્ટ્રીય વેપાર અને વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું. # Current Affairs 360°

તાજેતરમાં, 23 ઓક્ટોબર 2026ના રોજ, નવી દિલ્હીમાં સંસદ ભવન પરિસરના પ્રેરણા સ્થળ ખાતે કિત્તુર રાણી ચેન્નમ્માની 202મી વિજય જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીનો હેતુ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામેના તેમના પ્રારંભિક સશસ્ત્ર પ્રતિકાર અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કરવાનો હતો. કિત્તુરનો બળવો(કર્ણાટક) , 1824 # Current Affairs 360°

ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020 હેઠળ ‘ઉદ્યોગ’ની વ્યાખ્યાને પડકાર
તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતે ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020 હેઠળ આપવામાં આવેલી ‘ઉદ્યોગ’ની વ્યાખ્યાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીની સુનાવણી કરવા સંમતિ આપી છે. આ અરજી ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC) દ્વારા દાખલ કરવામાં આવી છે.
વિવાદનો મુખ્ય મુદ્દો એ છે કે સંહિતા હેઠળ કેટલીક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓને ‘ઉદ્યોગ’ની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે. આ જોગવાઈઓની અસર ઔદ્યોગિક વિવાદો, કામદારોના અધિકારો અને શ્રમિક સુરક્ષા પર પડી શકે છે. ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020 વિશે આ સંહિતા ભારતના શ્રમ કાયદાઓને સરળ અને એકીકૃત બનાવવાના હેતુથી લાવવામાં આવી છે. તે નીચેના ત્રણ જૂના કાયદાઓને એકીકૃત કરે છે: ટ્રેડ યુનિયન અધિનિયમ, 1926. ઔદ્યોગિક રોજગાર (સ્થાયી આદેશો) અધિનિયમ, 1946. ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947. મુખ્ય હેતુઓ: શ્રમ કાયદાઓનું સરળીકરણ. ઔદ્યોગિક સંબંધોમાં સ્થિરતા. કામદારો અને નોકરીદાતાઓ વચ્ચે સંતુલન. ઔદ્યોગિક વિવાદોના ઉકેલ માટે વ્યવસ્થામાં સુધારો. શ્રમિકોના અધિકારોનું રક્ષણ. ‘ઉદ્યોગ’ની વૈધાનિક વ્યાખ્યા
ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020 મુજબ ઉદ્યોગ એટલે: નોકરીદાતા અને કામદારો વચ્ચેના સહકાર દ્વારા માલ અને સેવાઓના ઉત્પાદન, પુરવઠા અથવા વિતરણ માટે કરવામાં આવતી કોઈપણ વ્યવસ્થિત પ્રવૃત્તિ. આ વ્યાખ્યામાં મુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ થાય છે: વ્યવસ્થિત આર્થિક પ્રવૃત્તિ. નોકરીદાતા અને કામદારો વચ્ચે સહકાર. માલ અથવા સેવાઓનું ઉત્પાદન, પુરવઠો કે વિતરણ.
‘ઉદ્યોગ’ની વ્યાખ્યામાંથી બાકાત પ્રવૃત્તિઓ સંહિતા હેઠળ નીચેની પ્રવૃત્તિઓને ઉદ્યોગની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે: ક્રમ બાકાત પ્રવૃત્તિ 1. મુખ્યત્વે સખાવતી, સામાજિક અથવા પરોપકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓની માલિકી અથવા સંચાલન હેઠળની સંસ્થાઓ 2. સરકારની સાર્વભૌમ કામગીરી સંબંધિત પ્રવૃત્તિઓ 3 .ઘરેલું સેવાઓ 4 . કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓ મહત્ત્વપૂર્ણ: કેન્દ્ર સરકારને સૂચના દ્વારા અન્ય પ્રવૃત્તિઓને પણ આ વ્યાખ્યામાંથી બાકાત રાખવાની સત્તા આપવામાં આવી છે. # Current Affairs 360°

ભારતનો ગરીબી અને સમાનતા અહેવાલ (India Poverty and Equity Brief – October 2026) વિશ્વ બેંક દ્વારા ઓક્ટોબર 2026માં જાહેર કરવામાં આવેલા India Poverty and Equity Brief મુજબ, ભારતમાં છેલ્લા બે દાયકામાં ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ભારત વિશ્વમાં ગરીબી ઘટાડાનો ઝડપી દર ધરાવતા દેશોમાં સામેલ છે. આર્થિક વૃદ્ધિ, રોજગારી, સરકારી કલ્યાણકારી યોજનાઓ અને ખાદ્ય સુરક્ષાએ ગરીબી ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જોકે, આવકની અસમાનતા, ગ્રામીણ ગરીબી અને પ્રાદેશિક અસમાનતા હજુ પડકારરૂપ છે. અહેવાલના મુખ્ય તારણો (1) ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો વર્ષ ગરીબી દર 2011 57.7% 2023 16.1% ગરીબી માપદંડ: પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ $4.20 (Lower Middle-Income Poverty Line). અંદાજે 49.6 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. ગરીબીમાં ઘટાડો ભારતના આર્થિક અને સામાજિક વિકાસનું સૂચક છે. # Current Affairs 360°

Update CCE ની જોઈતી હતી.... ને મળી ગઈ GPSC ની.....😄

GPSC case for Advt .05 Next date of hearing : 25 November # Gpsc update

NEXT DATE OF HEARING
02/11/2026
#GPSC

CCE group -A Mains Essay english descriptive Cyber security

મુખ્ય પરીક્ષામાં તૈયારી માટે answer writing કરતા રહેજો. કોઈ એક પ્રશ્ન બેઠે બેઠો પુછાય એવું હવે ઓછું થાય છે. ... And if It happens ...its random Mains Masterclass માં સતત પરીક્ષાલક્ષી સમાચાર લેખ કે pdfs મૂકવામાં આવતી રહે છે. સતત અને સચોટ માર્ગદર્શન બાદ હવે તમારી ગ્રહણ શક્તિ અને મહેનત ઉપર વાત આવે છે. રીલ બાજી કરતા રિયલમાં જે પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપે તેને અનુસરજો.

આવતીકાલે 31 તારીખ # CCE group -A # GSSSB # લક્ષ્યવેધ