ONLY SMART GK (GPSC / GSSSB)
Owner :- @Mer_788gb 📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚 🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં #GPSC #GSSSB #CURRENT #GK #POLICE #gpscexam #gsssbexams #gpssb #gpssbexams #Notification
显示更多📈 Telegram 频道 ONLY SMART GK (GPSC / GSSSB) 的分析概览
频道 ONLY SMART GK (GPSC / GSSSB) (@onlysmartgk) 古吉拉特语 语言赛道中的 是活跃参与者。目前社区聚集了 34 841 名订阅者,在 教育 类别中位列第 5 461,并在 印度 地区排名第 11 259 位。
📊 受众指标与增长动态
自 невідомо 创建以来,项目保持高速增长,吸引了 34 841 名订阅者。
根据 22 十月, 2026 的最新数据,频道保持稳定运转。过去 30 天订阅人数变化为 -404,过去 24 小时变化为 -8,整体触达仍然可观。
- 认证状态: 未认证
- 互动率 (ER): 平均受众互动率为 6.02%。内容发布后 24 小时内通常能获得 2.71% 的反应,占订阅者总量。
- 帖子覆盖: 每篇帖子平均可获得 2 099 次浏览,首日通常累积 944 次浏览。
- 互动与反馈: 受众积极参与,单帖平均反应数为 4。
📝 描述与内容策略
作者将该频道定位为表达主观观点的平台:
“Owner :- @Mer_788gb
📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚
🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં
#GPSC #GSSSB #CURRENT #GK #POLICE
#gpscexam #gsssbexams #gpssb #gpssbexams #Notification”
凭借高频更新(最新数据采集于 23 十月, 2026),频道始终保持新鲜度与高覆盖。分析显示受众积极互动,使其成为 教育 类别中的关键影响点。
正在加载数据
| 日期 | 订阅者增长 | 提及 | 频道 | |
| 23 十月 | 0 | |||
| 22 十月 | 0 | |||
| 21 十月 | 0 | |||
| 20 十月 | 0 | |||
| 19 十月 | 0 | |||
| 18 十月 | 0 | |||
| 17 十月 | 0 | |||
| 16 十月 | 0 | |||
| 15 十月 | +5 | |||
| 14 十月 | +1 | |||
| 13 十月 | 0 | |||
| 12 十月 | +1 | |||
| 11 十月 | +1 | |||
| 10 十月 | +8 | |||
| 09 十月 | +3 | |||
| 08 十月 | 0 | |||
| 07 十月 | +1 | |||
| 06 十月 | 0 | |||
| 05 十月 | 0 | |||
| 04 十月 | 0 | |||
| 03 十月 | 0 | |||
| 02 十月 | 0 | |||
| 01 十月 | 0 |
| 2 | 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 23/10/2026
📋 વાર : શુક્રવાર
━━━━━━━━━━━━━━━━━━━━
🇭🇺 હંગેરીની ક્રાંતિ
📅 તારીખ → 23 ઓક્ટોબર 1956
➡️ હંગેરીમાં સોવિયેત શાસનના પ્રભાવ સામે લોકવિદ્રોહ શરૂ થયો હતો.
➡️ બુડાપેસ્ટમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોએ લોકશાહી તથા સ્વતંત્રતાની માંગ કરી હતી.
➡️ આ ઘટનાને હંગેરીની 1956ની ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.
🦋 આંતરરાષ્ટ્રીય હિમ ચિત્તા દિવસ
📅 તારીખ → 23 ઓક્ટોબર
➡️ હિમ ચિત્તાના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.
➡️ હિમ ચિત્તા મધ્ય અને દક્ષિણ એશિયાના ઊંચા પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે.
➡️ ગેરકાયદે શિકાર અને રહેઠાણનો નાશ તેમના અસ્તિત્વ માટે મુખ્ય જોખમો છે.
📺 પ્રથમ વ્યાપારી ટેલિવિઝન પ્રસારણ
📅 તારીખ → 23 ઓક્ટોબર 1941
➡️ ડિઝનીની એનિમેશન ફિલ્મ Dumboનું ન્યૂયોર્કમાં પ્રીમિયર યોજાયું હતું.
➡️ આ ફિલ્મમાં મોટા કાન ધરાવતા હાથીના બચ્ચાની વાર્તા દર્શાવવામાં આવી છે.
➡️ ફિલ્મ ડિઝનીની લોકપ્રિય ક્લાસિક એનિમેશન ફિલ્મોમાંની એક બની હતી.
🌐 સંયુક્ત રાષ્ટ્ર દિવસની તૈયારી
📅 તારીખ → 24 ઓક્ટોબર
➡️ દર વર્ષે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે.
➡️ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી.
➡️ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સહકારને પ્રોત્સાહન આપવું તેનું મુખ્ય કાર્ય છે.
📚 પરીક્ષાલક્ષી વિશેષ માહિતી
➡️ હંગેરીની રાજધાની બુડાપેસ્ટ છે.
➡️ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક ન્યૂયોર્ક, અમેરિકામાં આવેલું છે.
➡️ વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.
👤 વ્યક્તિ વિશેષ — પેલે
📅 જન્મ → 23 ઓક્ટોબર 1940
➡️ પેલે બ્રાઝિલના મહાન ફૂટબોલ ખેલાડીઓમાંના એક હતા.
➡️ તેમણે બ્રાઝિલને 1958, 1962 અને 1970માં ફીફા વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી.
➡️ તેઓ ત્રણ વખત વર્લ્ડ કપ જીતનાર બ્રાઝિલની ટીમના સભ્ય રહ્યા હતા.
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK | 769 |
| 3 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 22/10/2026 - ગુરુવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 એશિયન પેરાગેમ્સ 2026 માં ભારતના આયુષ વર્માએ પુરુષોની શોર્ટપુટ F3 કેટેગરીમાં કેટલા મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે?
➜ 8.16 મીટર ✔️
🛍 દર વર્ષે આંતરરાષ્ટ્રીય તોતળાપણા જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
➜ 22મી ઓક્ટોબરના રોજ ✔️
🛍 ઉત્તરાખંડના નવા રાજ્યપાલ તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા છે?
➜ ઢાલસિંહ બિસેન ✔️
🛍 ગુજરાતમાં કયા સ્થળે ઘુમટ કે ધજા વિનાનું 72 ફૂટ ઊંચું સિંહ આકારનું દુર્ગા મંદિર તૈયાર કરવામાં આવ્યું છે?
➜ વનાળિયા (સાણંદ, અમદાવાદ જિલ્લો) ✔️
🛍 એચપીવી (HPV) રસીકરણ અભિયાન હેઠળ માત્ર ત્રણ મહિનામાં 100 ટકા પાત્ર કિશોરીઓનું રસીકરણ કરીને કયું રાજ્ય સમગ્ર દેશમાં નંબર વન પર રહ્યું છે?
➜ ગુજરાત રાજ્ય ✔️
🛍 FMSCI RMCI ઇન્ડિયા નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપ 2026 માં મિની મેક્સ કેટેગરીનું ટાઇટલ કોણે જીત્યું છે?
➜ આરસી ગુપ્તા ✔️
🛍 રણજી ટ્રોફીના ઇતિહાસમાં નાગાલેન્ડ સામેની મેચમાં અણનમ 400 રન બનાવનાર મિઝોરમના બેટ્સમેન કોણ બન્યા છે?
➜ ચિન્મય સુતાર ✔️
🛍 વર્ષ 2026 નો રાષ્ટ્રીય લતા મંગેશકર એવોર્ડ કયા પ્રખ્યાત સંગીતકારને એનાયત કરવામાં આવ્યો છે?
➜ શાંતનુ મોહિત્રા ✔️
🛍 કેરળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ ઓમ પ્રકાશ માથુર ✔️
🛍 રણજી ટ્રોફીમાં છેલ્લી સિઝનમાં કર્ણાટકને હરાવીને કઈ ટીમ વિજેતા બની હતી?
➜ જમ્મુ-કાશ્મીર ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 877 |
| 4 | 📰 મહત્વપૂર્ણ સમાચાર || કરંટ અફેર્સ
📅 ૨૨ ઑક્ટોબર ૨૦૨૬ | ગુરુવાર
━━━━━━━━━━━━━━━━━━
⚡ ગુજરાતમાં વીજળીની માંગ ઐતિહાસિક સ્તરે પહોંચી
➜ ગુજરાતમાં ૧૬ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ ૨૯,૮૨૨ મેગાવોટની અત્યાર સુધીની સૌથી વધુ વીજળીની માંગ નોંધાઈ.
➜ ખેતી, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને વધતી વીજ વપરાશની જરૂરિયાતને કારણે વીજળીની માંગમાં વધારો થયો છે.
➜ પરીક્ષાલક્ષી તથ્ય: સોલાર ઊર્જા અને બેટરી સ્ટોરેજ વીજળીની વધતી માંગને પહોંચી વળવામાં મદદરૂપ થઈ શકે છે.
━━━━━━━━━━━━━━━━━━
🇮🇳 ભારત–પોલેન્ડ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ
➜ પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક ૨૧થી ૨૩ ઑક્ટોબર દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે હોવાના અહેવાલ છે.
➜ મુલાકાતમાં વેપાર, રોકાણ, સંરક્ષણ અને નવી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર પર ચર્ચા થવાની છે.
➜ પરીક્ષાલક્ષી તથ્ય: ભારત અને પોલેન્ડે ઑગસ્ટ ૨૦૨૪માં પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે ઉન્નત કર્યા હતા.
━━━━━━━━━━━━━━━━━━
🏛️ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની છત્તીસગઢ મુલાકાત
➜ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૨૨ અને ૨૩ ઑક્ટોબરે છત્તીસગઢની મુલાકાતે છે.
➜ તેમની મુલાકાત દરમિયાન વિવિધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું આયોજન છે.
➜ પરીક્ષાલક્ષી તથ્ય: ભારતના રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે.
━━━━━━━━━━━━━━━━━━
🌍 લાલ સમુદ્રના દરિયાઈ માર્ગોની સુરક્ષા
➜ ચીન અને જિબૂતીએ લાલ સમુદ્રમાં દરિયાઈ અવરજવર અને વેપારી જહાજોની સુરક્ષાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે.
➜ આ માર્ગ વૈશ્વિક વેપાર અને ઊર્જાના પરિવહન માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે.
➜ પરીક્ષાલક્ષી તથ્ય: બાબ અલ-મંડેબ સામુદ્રધુની લાલ સમુદ્રને એડનના અખાત સાથે જોડે છે.
━━━━━━━━━━━━━━━━━━
📢 દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે જોડાયેલા રહો.
https://telegram.me/ONLYSMARTGK | 1 090 |
| 5 | 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 22/10/2026
📋 વાર : ગુરુવાર
━━━━━━━━━━━━━━━━━━━━
🌐 વિશ્વ ધોરણ દિવસ
📅 તારીખ → 14 ઓક્ટોબર
➡️ વિશ્વ ધોરણ દિવસ દર વર્ષે 14 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.
➡️ આંતરરાષ્ટ્રીય ધોરણો ઉત્પાદનોની ગુણવત્તા અને સલામતી જાળવવામાં મદદરૂપ બને છે.
➡️ ISO, IEC અને ITU જેવી સંસ્થાઓ ધોરણોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
🪂 પ્રથમ સફળ પેરાશૂટ કૂદકો
📅 તારીખ → 22 ઓક્ટોબર 1797
➡️ ફ્રાન્સના આન્દ્રે-જાક ગાર્નરિનએ પેરિસમાં ગરમ હવાના બલૂનમાંથી પેરાશૂટ દ્વારા કૂદકો લગાવ્યો હતો.
➡️ તેઓ આશરે 3,000 ફૂટની ઊંચાઈ પરથી નીચે ઉતર્યા હતા.
➡️ આ ઘટના પેરાશૂટના ઇતિહાસમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
🇺🇸 ક્યુબન મિસાઇલ સંકટ
📅 તારીખ → 22 ઓક્ટોબર 1962
➡️ અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીએ ટેલિવિઝન સંબોધન દ્વારા ક્યુબામાં સોવિયેત મિસાઇલ મથકો હોવાની માહિતી જાહેર કરી હતી.
➡️ તેમણે ક્યુબા તરફ જતાં આક્રમક શસ્ત્રોના પરિવહનને રોકવા નૌકાદળ દ્વારા નાકાબંધીની જાહેરાત કરી હતી.
➡️ આ ઘટના શીત યુદ્ધના સૌથી ગંભીર સંકટોમાંની એક બની હતી.
🏛 ટેક્સાસ પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપતિ
📅 તારીખ → 22 ઓક્ટોબર 1836
➡️ સેમ હ્યુસ્ટને ટેક્સાસ પ્રજાસત્તાકના પ્રથમ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો.
➡️ ટેક્સાસ તે સમયે સ્વતંત્ર પ્રજાસત્તાક હતું.
➡️ 1845માં ટેક્સાસ અમેરિકાનું રાજ્ય બન્યું હતું.
📚 અર્નેસ્ટ હેમિંગ્વેની જાણીતી નવલકથા
📅 તારીખ → 22 ઓક્ટોબર 1926
➡️ અર્નેસ્ટ હેમિંગ્વેની પ્રથમ નવલકથા The Sun Also Rises પ્રકાશિત થઈ હતી.
➡️ હેમિંગ્વે અમેરિકાના જાણીતા લેખક હતા.
➡️ તેમને 1954માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
👤 વ્યક્તિ વિશેષ — ફ્રાન્ઝ લિસ્ટ
📅 જન્મ → 22 ઓક્ટોબર 1811
➡️ તેઓ હંગેરીમાં જન્મેલા પ્રખ્યાત પિયાનોવાદક અને સંગીતકાર હતા.
➡️ તેમને 19મી સદીના મહાન પિયાનોવાદકોમાંના એક ગણવામાં આવે છે.
➡️ પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું.
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK | 995 |
| 6 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 21/10/2026 - બુધવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 પેરા એશિયન ગેમ્સ 2026 માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે?
➜ મોના અગ્રવાલ ✔️
🛍 પોલીસ સ્મારક દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 21 ઓક્ટોબર ✔️
🛍 વિશ્વ આયોડીન ઉણપ ડિસઓર્ડર નિવારણ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે?
➜ 21 ઓક્ટોબર ✔️
🛍 કયા ભારતીય ફોટોગ્રાફરને થારના રણની તસવીર "શિફ્ટિંગ સેન્ડ" માટે વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2026 નો એવોર્ડ મળ્યો છે?
➜ સીતારામ રાહુલ ✔️
🛍 ડીઆરડીઓ (DRDO) દ્વારા તાજેતરમાં કઈ સ્વદેશી સિસ્ટમનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે?
➜ હાઈ અલ્ટીટ્યુડ પ્લેટફોર્મ સિસ્ટમ ✔️
🛍 ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ કયો બન્યો છે?
➜ ટ્રીનીદાદ અને ટોબેગો ✔️
🛍 ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સીનિયર પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ રમેશ પવાર ✔️
🛍 ગાંધીનગર ખાતે ફિટ ઇન્ડિયા સનડેઝ ઓન સાયકલની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું?
➜ 95મી આવૃત્તિ ✔️
🛍 જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સ 2026 માં કમ્પાઉન્ડ મિક્સ ટીમ આર્ચરીમાં કયા ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે?
➜ ચિકિતા તાનાપારથી અને સાહિલ અઝાદ જાદવ ✔️
🛍 એશિયન ગેમ્સ 2026 નું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે?
➜ જાપાન (આઈચી-નાગોયા ખાતે) ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 1 005 |
| 7 | 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 21/10/2026
📋 વાર : બુધવાર
━━━━━━━━━━━━━━━━━━━━
🧂 વૈશ્વિક આયોડિનની ઉણપ નિવારણ દિવસ
📅 તારીખ → 21 ઓક્ટોબર
➡️ દર વર્ષે 21 ઓક્ટોબરે વૈશ્વિક આયોડિનની ઉણપ નિવારણ દિવસ મનાવવામાં આવે છે.
➡️ આયોડિન થાઇરોઇડ હોર્મોનના નિર્માણ માટે જરૂરી પોષક તત્ત્વ છે.
➡️ આયોડિનની ઉણપથી ગોઇટર સહિતની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
➡️ આયોડિનયુક્ત મીઠાનો યોગ્ય ઉપયોગ ઉણપ નિવારવામાં મદદરૂપ બને છે.
🇮🇳 આઝાદ હિંદ સરકારની સ્થાપના
📅 તારીખ → 21 ઓક્ટોબર 1943
➡️ નેતાજી સુભાષચંદ્ર બોઝે સિંગાપોરમાં આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના કરી હતી.
➡️ નેતાજી આ સરકારના વડા બન્યા હતા.
➡️ આ સરકારનો હેતુ ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવવાનો હતો.
⚓️ ટ્રાફલગરનું યુદ્ધ
📅 તારીખ → 21 ઓક્ટોબર 1805
➡️ બ્રિટિશ નૌકાદળે ફ્રાન્સ અને સ્પેનની સંયુક્ત નૌકાસેનાને હરાવી હતી.
➡️ બ્રિટિશ નૌકાદળનું નેતૃત્વ એડમિરલ હોરેશિયો નેલ્સને કર્યું હતું.
➡️ આ યુદ્ધમાં નેલ્સનનું મૃત્યુ થયું હતું.
🏛 ગુગેનહાઇમ મ્યુઝિયમનું ઉદ્ઘાટન
📅 તારીખ → 21 ઓક્ટોબર 1959
➡️ ન્યૂયોર્ક શહેરમાં સોલોમન આર. ગુગેનહાઇમ મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
➡️ આ ઇમારતના આર્કિટેક્ટ ફ્રેન્ક લોયડ રાઇટ હતા.
➡️ આ મ્યુઝિયમ આધુનિક અને સમકાલીન કલાના સંગ્રહ માટે જાણીતું છે.
⚔️ અબર્ફાન દુર્ઘટના
📅 તારીખ → 21 ઓક્ટોબર 1966
➡️ વેલ્સના અબર્ફાન ગામમાં કોલસાની ખાણના કચરાનો ઢગલો ધસી પડ્યો હતો.
➡️ આ દુર્ઘટનામાં 144 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં મોટી સંખ્યામાં બાળકો હતાં.
➡️ આ ઘટના ખાણકામની સલામતીના ઇતિહાસમાં અત્યંત દુઃખદ ઘટના ગણાય છે.
👤 વ્યક્તિ વિશેષ — આલ્ફ્રેડ નોબેલ
📅 જન્મ → 21 ઓક્ટોબર 1833
➡️ તેઓ સ્વીડનના વૈજ્ઞાનિક, શોધક અને ઉદ્યોગપતિ હતા.
➡️ ડાયનામાઇટની શોધ માટે તેઓ જાણીતા છે.
➡️ તેમની વસિયતના આધારે નોબેલ પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી હતી.
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK | 1 204 |
| 8 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 20/10/2026 - મંગળવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 ભારતના પ્રથમ 'સેમિકોન સિટી' તરીકે કયા સ્થળને વિકસાવવામાં આવી રહ્યું છે?
➜ ધોળેરા (ગુજરાત) ✔️
🛍 દર વર્ષે 'ઇન્ટરનેશનલ શેફ ડે' ક્યારે મનાવવામાં આવે છે?
➜ ૨૦ ઓક્ટોબર ✔️
🛍 દર વર્ષે 'વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
➜ ૨૦ ઓક્ટોબર ✔️
🛍 નેપાળમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ સુધાકર દલેલા ✔️
🛍 નીતિ આયોગના ફ્રન્ટીયર ટેક હબ દ્વારા તાજેતરમાં કયું નવું ફ્રેમવર્ક બહાર પાડવામાં આવ્યું છે?
➜ ડેટા સેન્ટર રિવોલ્યુશન ફ્રેમવર્ક ✔️
🛍 કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા રાજ્યોમાં અસ્ફા (AFSPA) ની મુદત છ મહિના માટે લંબાવી છે?
➜ મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ ✔️
🛍 તાજેતરમાં કઈ હાઈકોર્ટે જાહેર રસ્તાઓ અને શેરીઓ પર ફટાકડા ફોડવા પર વર્ષભરનો પ્રતિબંધ લંબાવ્યો છે?
➜ બોમ્બે હાઈકોર્ટ ✔️
🛍 જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં સ્કોશની સિંગલ્સ સ્પર્ધામાં કયા ભારતીય ખેલાડીઓએ સિલ્વર મેડલ જીત્યા છે?
➜ અનાત સિંહ અને અભય સિંહ ✔️
🛍 કોઈપણ રાજકીય પક્ષને 'રાષ્ટ્રીય કક્ષાના પક્ષ' તરીકે માન્યતા મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલી હોવી જોઈએ?
➜ ચાર રાજ્યોમાં ✔️
🛍 બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત સ્થાપવાની સત્તા કોની પાસે છે?
➜ સંસદ પાસે ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 1 161 |
| 9 | 📰 મહત્વપૂર્ણ સમાચાર || કરંટ અફેર્સ
📅 20 ઑક્ટોબર 2026 | મંગળવાર
━━━━━━━━━━━━━━━━━━
🏅 એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતની શરૂઆત
➜ જાપાનના આઈચી-નાગોયા ખાતે એશિયન પેરા ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે.
➜ આ સ્પર્ધામાં એશિયાના વિવિધ દેશોના દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
➜ આ રમતોત્સવનો હેતુ પેરા-રમતગમતને પ્રોત્સાહન આપવાનો અને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ આપવાનો છે.
━━━━━━━━━━━━━━━━━━
🏹 શીતલ દેવીની તીરંદાજીમાં સિદ્ધિ
➜ ભારતીય પેરા-તીરંદાજ શીતલ દેવી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
➜ તે બંને હાથ વગર પગની મદદથી તીરંદાજી કરવા માટે જાણીતી છે.
➜ તેમની સિદ્ધિ દિવ્યાંગ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.
━━━━━━━━━━━━━━━━━━
🏏 ભારતીય ક્રિકેટ ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ
➜ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે.
➜ વન-ડે અને ટેસ્ટ મેચો દ્વારા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય અનુભવ મળે છે.
➜ BCCIનું પૂરું નામ Board of Control for Cricket in India છે.
━━━━━━━━━━━━━━━━━━
🏦 RBIનો રેપો રેટ
➜ રેપો રેટ એ દર છે જેના પર RBI બેંકોને ટૂંકા ગાળાની નાણાકીય સહાય આપે છે.
➜ રેપો રેટમાં ફેરફારથી લોનના વ્યાજદર અને બજારમાં નાણાંની ઉપલબ્ધતા પર અસર થઈ શકે છે.
➜ RBIનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે.
━━━━━━━━━━━━━━━━━━
📢 દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે જોડાયેલા રહો.
https://telegram.me/ONLYSMARTGK | 1 277 |
| 10 | 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 20/10/2026
📋 વાર : મંગળવાર
━━━━━━━━━━━━━━━━━━━━
🦴 વિશ્વ ઑસ્ટિયોપોરોસિસ દિવસ (World Osteoporosis Day)
📅 તારીખ → 20 ઓક્ટોબર
➡️ દર વર્ષે 20 ઓક્ટોબરે વિશ્વ ઑસ્ટિયોપોરોસિસ દિવસ ઉજવવામાં આવે છે.
➡️ ઑસ્ટિયોપોરોસિસમાં હાડકાં નબળાં અને બરડ બનવાની સમસ્યા થાય છે.
➡️ આ દિવસનો હેતુ હાડકાંના સ્વાસ્થ્ય અને રોગના નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
⚔️ ફિલિપાઇન્સમાં જનરલ મેકઆર્થરનું પુનરાગમન
📅 તારીખ → 20 ઓક્ટોબર 1944
➡️ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન જનરલ ડગ્લસ મેકઆર્થર ફિલિપાઇન્સના લેયટે ટાપુ પર પાછા ફર્યા હતા.
➡️ જાપાની કબજામાંથી ફિલિપાઇન્સને મુક્ત કરાવવાની લડાઈમાં આ મહત્વપૂર્ણ ઘટના હતી.
➡️ આ અભિયાન દરમિયાન લેયટેના યુદ્ધે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
🌎 અમેરિકા અને બ્રિટન વચ્ચે સરહદ અંગેનો કરાર
📅 તારીખ → 20 ઓક્ટોબર 1818
➡️ અમેરિકા અને બ્રિટન વચ્ચે ઉત્તર અમેરિકામાં સરહદ અંગે કરાર થયો હતો.
➡️ આ કરાર દ્વારા મોટા ભાગની સરહદ 49મા અક્ષાંશની રેખા અનુસાર નક્કી કરવામાં આવી હતી.
➡️ આ કરાર અમેરિકા અને કેનેડાની આજની સરહદના વિકાસમાં મહત્વપૂર્ણ હતો.
🎬 જેકલીન કેનેડી અને એરિસ્ટોટલ ઓનાસિસનાં લગ્ન
📅 તારીખ → 20 ઓક્ટોબર 1968
➡️ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીનાં પત્ની જેકલીન કેનેડીએ ગ્રીક ઉદ્યોગપતિ એરિસ્ટોટલ ઓનાસિસ સાથે લગ્ન કર્યાં હતાં.
➡️ આ લગ્ન ગ્રીસના સ્કોર્પિયોસ ટાપુ પર યોજાયાં હતાં.
➡️ જેકલીન કેનેડી પાછળથી “જેકી ઓ” તરીકે જાણીતા બન્યાં હતાં.
📜 પરીક્ષાલક્ષી વિશેષ માહિતી
➡️ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી.
➡️ વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.
➡️ વિશ્વ ઑસ્ટિયોપોરોસિસ દિવસ હાડકાંના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ માટે ઉજવાય છે.
👤 વ્યક્તિ વિશેષ — સ્નૂપ ડૉગ
📅 જન્મ → 20 ઓક્ટોબર 1971
➡️ તેમનું મૂળ નામ કેલ્વિન કોર્ડોઝર બ્રોડસ જુનિયર છે.
➡️ તેઓ અમેરિકાના જાણીતા રેપર, ગીતકાર અને અભિનેતા છે.
➡️ તેઓ હિપ-હોપ સંગીત ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતા છે.
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK | 1 196 |
| 11 | 📰 મહત્વપૂર્ણ સમાચાર || કરંટ અફેર્સ
📅 19 ઑક્ટોબર 2026 | સોમવાર
━━━━━━━━━━━━━━━━━━
🚆 ગુજરાતથી વૈષ્ણોદેવી માટે સીધી ટ્રેન સેવા
➜ સાબરમતીથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી સીધી ટ્રેન સેવા શરૂ થવાના અહેવાલ છે.
➜ આ સેવા ગુજરાત અને જમ્મુ-કાશ્મીર વચ્ચેની મુસાફરી વધુ સરળ બનાવશે.
➜ મુસાફરી પહેલાં ટ્રેનનો નંબર, સમય અને સ્ટોપેજની સત્તાવાર પુષ્ટિ કરવી જરૂરી છે.
━━━━━━━━━━━━━━━━━━
🌏 SCOની બેઠક
➜ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તાજિકિસ્તાનના દુશાંબેમાં યોજાનારી SCO બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
➜ બેઠકમાં વેપાર, રોકાણ, પરિવહન અને પ્રાદેશિક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
➜ SCOનું પૂરું નામ Shanghai Cooperation Organisation છે.
━━━━━━━━━━━━━━━━━━
🏅 એશિયન પેરા ગેમ્સ 2026
➜ એશિયન પેરા ગેમ્સનું આયોજન 18થી 24 ઑક્ટોબર દરમિયાન જાપાનના આઈચી-નાગોયામાં થઈ રહ્યું છે.
➜ આ સ્પર્ધામાં એશિયાના વિવિધ દેશોના દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લે છે.
➜ તેનો હેતુ પેરા-રમતગમતને પ્રોત્સાહન આપવો અને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડવાનો છે.
━━━━━━━━━━━━━━━━━━
🚨 તમિલનાડુમાં નશીલા પદાર્થો જપ્ત
➜ તમિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લામાં ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇનનો મોટો જથ્થો જપ્ત કરાયો હોવાના અહેવાલ છે.
➜ આવી કાર્યવાહી ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપારને રોકવા માટે મહત્વપૂર્ણ છે.
➜ ભારતમાં નશીલા પદાર્થો સંબંધિત ગુનાઓ માટે NDPS અધિનિયમ, 1985 લાગુ પડે છે.
━━━━━━━━━━━━━━━━━━
📮 ટપાલ વિભાગનું વિશેષ અભિયાન 6.0
➜ ટપાલ વિભાગનું વિશેષ અભિયાન 2થી 31 ઑક્ટોબર 2026 દરમિયાન ચાલી રહ્યું છે.
➜ અભિયાનનો હેતુ જાહેર ફરિયાદોનો નિકાલ અને કચેરીઓમાં સ્વચ્છતા વધારવાનો છે.
➜ તેમાં ઇ-વેસ્ટના યોગ્ય નિકાલ અને સરકારી કાર્યક્ષમતા પર પણ ભાર મૂકવામાં આવે છે.
━━━━━━━━━━━━━━━━━━
⚓ ભારતીય નૌકાદળનું INS સુદર્શિની
➜ ભારતીય નૌકાદળનું તાલીમ જહાજ INS સુદર્શિની ઓમાનના સલાલાહ બંદરેથી રવાના થયું હોવાના અહેવાલ છે.
➜ જહાજની સફરનો હેતુ દરિયાઈ તાલીમ અને આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવાનો છે.
➜ INS સુદર્શિની ભારતીય નૌકાદળનું ત્રણ મસ્તૂલ ધરાવતું તાલીમ જહાજ છે.
━━━━━━━━━━━━━━━━━━
📢 દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે જોડાયેલા રહો.
https://telegram.me/ONLYSMARTGK | 1 346 |
| 12 | 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 19/10/2026
📋 વાર : સોમવાર
━━━━━━━━━━━━━━━━━━━━
🦴 વિશ્વ બાળ હાડકાં અને સાંધા દિવસ
📅 તારીખ → 19 ઓક્ટોબર
➡️ આ દિવસ બાળકોમાં હાડકાં અને સાંધા સંબંધિત સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.
➡️ બાળકોના હાડકાંના સ્વાસ્થ્ય અને યોગ્ય શારીરિક વિકાસનું મહત્વ સમજાવવામાં આવે છે.
➡️ સમયસર તપાસ અને યોગ્ય સારવારથી ઘણી સમસ્યાઓનું સંચાલન કરી શકાય છે.
⚔️ યોર્કટાઉનનું યુદ્ધ અને બ્રિટિશ સેનાનું શરણાગતિ
📅 તારીખ → 19 ઓક્ટોબર 1781
➡️ અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધ દરમિયાન બ્રિટિશ જનરલ ચાર્લ્સ કોર્નવોલિસની સેનાએ યોર્કટાઉન ખાતે શરણાગતિ સ્વીકારી હતી.
➡️ આ વિજયમાં અમેરિકન અને ફ્રેન્ચ સેનાની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.
➡️ આ ઘટનાએ અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધના અંતનો માર્ગ મોકળો કર્યો હતો.
📉 બ્લેક મન્ડે — વૈશ્વિક શેરબજારનો કડાકો
📅 તારીખ → 19 ઓક્ટોબર 1987
➡️ આ દિવસે અમેરિકાના ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 22.6%નો ઘટાડો થયો હતો.
➡️ આ ઘટાડો એક જ દિવસમાં નોંધાયેલો સૌથી મોટો ટકાવારી આધારિત ઘટાડો ગણાય છે.
➡️ આ ઘટના વિશ્વના નાણાકીય બજારોના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે.
🕊 મધર ટેરેસાને સંતની ઉપાધિ તરફનું મહત્વપૂર્ણ પગલું
📅 તારીખ → 19 ઓક્ટોબર 2003
➡️ પોપ જ્હોન પોલ દ્વિતીયે મધર ટેરેસાને ધન્ય જાહેર કર્યાં હતાં.
➡️ કેથોલિક ચર્ચમાં આ પ્રક્રિયાને Beatification કહેવામાં આવે છે.
➡️ વર્ષ 2016માં તેમને સંત જાહેર કરવામાં આવ્યાં હતાં.
🌐 પરીક્ષાલક્ષી વિશેષ માહિતી
➡️ અમેરિકન સ્વાતંત્ર્યની ઘોષણા 4 જુલાઈ 1776ના રોજ કરવામાં આવી હતી.
➡️ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન હતા.
➡️ 1987ના શેરબજારના કડાકાને “બ્લેક મન્ડે” તરીકે ઓળખવામાં આવે છે.
👤 વ્યક્તિ વિશેષ — સુબ્રમણ્યમ ચંદ્રશેખર
📅 જન્મ → 19 ઓક્ટોબર 1910
➡️ તેઓ ભારતીય મૂળના જાણીતા ખગોળભૌતિકશાસ્ત્રી હતા.
➡️ તારાઓની રચના અને વિકાસ અંગેના સંશોધન માટે તેમને 1983માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળ્યું હતું.
➡️ તારાઓના વિકાસના અભ્યાસમાં ઉપયોગી “ચંદ્રશેખર મર્યાદા” તેમના નામ પરથી ઓળખાય છે.
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK | 1 164 |
| 13 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 18/10/2026 - રવિવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2026 માં 122 દેશોની યાદીમાં ભારત કયા ક્રમે રહ્યું છે?
➜ જવાબ: 100 માં ક્રમે ✔️
🛍 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના નવા પ્રેસ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરી છે?
➜ જવાબ: કેટી ઝાકારિયા ✔️
🛍 વિકાસ કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવા માટે દેશમાં સૌપ્રથમ સોફ્ટવેર મોનિટરિંગ સિસ્ટમ (PMU) કઈ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે?
➜ જવાબ: રાજકોટ મહાનગરપાલિકા ✔️
🛍 ઇસરો (ISRO) અને યુરોપિયન સ્પેસ એજન્સીએ પોતાના સહયોગ કરારને ક્યા વર્ષ સુધી લંબાવ્યો છે?
➜ જવાબ: 8 જાન્યુઆરી 2032 સુધી ✔️
🛍 પેરાગવે ખાતે યોજાયેલી વર્લ્ડ સ્કેટિંગ ગેમ્સમાં ભારતના આનંદ કુમાર વેલકુમારે પુરુષોની 1000 મીટર સ્પ્રિન્ટ કેટેગરીમાં કયો મેડલ જીત્યો છે?
➜ જવાબ: સિલ્વર મેડલ ✔️
🛍 પ્રથમ બિમસ્ટેક (BIMSTEC) ગૃહ પ્રધાનોની બેઠક 13 ઓક્ટોબરના રોજ કયા શહેરમાં યોજાઈ ગઈ?
➜ જવાબ: નવી દિલ્હી ખાતે ✔️
🛍 એશિયન ગેમ્સમાં શૂટિંગની ટ્રેપ મિક્સ ઇવેન્ટમાં નીરુ ધાંડા અને કિનાન ચેન્નઈની જોડીએ કયો મેડલ જીત્યો છે?
➜ જવાબ: ગોલ્ડ મેડલ ✔️
🛍 બિમસ્ટેક (BIMSTEC) નું વડુમથક (Headquarters) ક્યાં આવેલું છે?
➜ જવાબ: ઢાકામાં ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 1 321 |
| 14 | 🔥Candidate's OMR Sheet for (Clerk-III) written examination held on 11/10/2026. (તા. ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાની ઉમેદવારની OMR શીટ)
◾️Join : @ONLYSMARTGK | 1 561 |
| 15 | 🔥Provisional Answer key for the post of Clerk-III
◾️Join : @ONLYSMARTGK | 1 550 |
| 16 | 🔥જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/2 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટરની પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી માટે Qualified થયેલ ઉમેદવારોની યાદી
◾️Join : @ONLYSMARTGK | 1 622 |
| 17 | 🔥અવસર મોડ્યુલ અન્વયે અગત્યની જાહેરાત.
◾️Join : @ONLYSMARTGK | 1 579 |
| 18 | 🔥GSSSB Ad no.349
✅Sanitary inspector
🌟Details Syllabus
◾️Join : @ONLYSMARTGK | 1 402 |
| 19 | 🔥મ્યુનિસિપલ સેનેટરી/ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર
પરીક્ષા તારીખ જાહેર
👉1/11/2026
👉2/11/2026
નોંધ:પરીક્ષા કુલ ૩ શિફટમા લેવાશે
◾️Join : @ONLYSMARTGK | 1 489 |
| 20 | 📰 મહત્વપૂર્ણ સમાચાર || કરંટ અફેર્સ
📅 18 ઑક્ટોબર 2026 | રવિવાર
━━━━━━━━━━━━━━━━━━
🏅 એશિયન પેરા ગેમ્સ 2026
➜ 18થી 24 ઑક્ટોબર દરમિયાન જાપાનના આઈચી-નાગોયા ખાતે એશિયન પેરા ગેમ્સ યોજાવાની છે.
➜ આ સ્પર્ધામાં એશિયાના વિવિધ દેશોના દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લેશે.
➜ આ સ્પર્ધા પેરા-રમતગમત અને ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ માટે મહત્વપૂર્ણ છે.
━━━━━━━━━━━━━━━━━━
⚓ ભારત-બ્રિટન નૌકાદળ અભ્યાસ ‘કોંકણ’
➜ ભારત અને બ્રિટન વચ્ચે કોંકણ નામે સંયુક્ત નૌકાદળ અભ્યાસ યોજાય છે.
➜ આ અભ્યાસનો હેતુ દરિયાઈ સુરક્ષા અને બંને નૌકાદળ વચ્ચે સંકલન વધારવાનો છે.
➜ પરીક્ષાલક્ષી મુદ્દો: કોંકણ ભારત અને બ્રિટનનો દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસ છે.
━━━━━━━━━━━━━━━━━━
⚡ ગુજરાતમાં વીજળીની માંગ
➜ ગુજરાતમાં વીજળીની માંગમાં વધારો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
➜ ખેતી, ઉદ્યોગો અને તહેવારો દરમિયાન વીજળીની જરૂરિયાત વધી શકે છે.
➜ વીજળીની વધતી માંગ ઊર્જા આયોજન અને પુરવઠા વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ છે.
━━━━━━━━━━━━━━━━━━
🌿 ભારતનાં રામસર સ્થળો
➜ રામસર સ્થળો આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારો છે.
➜ તેમનું સંરક્ષણ જૈવવિવિધતા અને જળચક્ર જાળવવા માટે જરૂરી છે.
➜ રામસર સંમેલનનું નામ ઈરાનના રામસર શહેર પરથી પડ્યું છે.
━━━━━━━━━━━━━━━━━━
🚆 જમ્મુ-કાશ્મીરમાં રેલવે જોડાણ
➜ ઉધમપુર–શ્રીનગર–બારામુલા રેલવે લિંક (USBRL) કાશ્મીર ખીણને રેલવે નેટવર્ક સાથે જોડે છે.
➜ ચિનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ છે.
➜ અંજી ખડ પુલ ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે પુલ છે.
━━━━━━━━━━━━━━━━━━
🌸 વિશ્વ મેનોપોઝ દિવસ
➜ દર વર્ષે 18 ઑક્ટોબરે વિશ્વ મેનોપોઝ દિવસ મનાવવામાં આવે છે.
➜ તેનો હેતુ મેનોપોઝ અને મહિલાઓના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારવાનો છે.
➜ આ દિવસ મહિલાઓને યોગ્ય આરોગ્યસંભાળ અને માર્ગદર્શન મેળવવા પ્રોત્સાહિત કરે છે.
━━━━━━━━━━━━━━━━━━
📢 દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે જોડાયેલા રહો.
https://telegram.me/ONLYSMARTGK | 1 101 |
