MISSION GPSC 2027
Відкрити в Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
Показати більшеКраїна не вказанаКатегорія не вказана
221
Підписники
-124 години
-37 днів
+1130 днів
Архів дописів
🔰 IBPS PO PRE CUT OFF.
✅ SECTIONAL CUT OFF GENERAL CATEGORY -
ENGLISH - 10.
QUANT - 6.50
Reasoning 12.50.
✅ Overall cut off
GEN CUT OFF - 49.68
OBC CUT OFF - 49.68
EWS CUT OFF
SC CUT OFF - 46.93
ST CUT OFF
🔰 IBPS PO PRE SCORE CARD OUT
https://ibpsreg.ibps.in/crppoxvijun26/scdw_sept26/login.php?appid=d10f172ef5fa610ffe0ab2829f03de01
અખબારમાં પ્રકાશિત અહેવાલ અને એની અસર. પરિણામ…ગુજરાતના હજારો યુવાનો માટે આશાનું કિરણ સર્જાયું.
Breaking || Centre plans social media curbs for under-18s.
➤ Centre to amend I-T intermediary rules soon.
➤ SC: Under-18s should not open social accounts
➤ SC flags minors' access to social media platforms
➤ Govt backs curbs on minors' social media accounts
➤ Govt to add minor account curbs to I-T rules
સરહદી જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ: સુવિધાઓની ઝાકઝમાળ વચ્ચે પરિણામો કેમ ફિક્કાં?
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ‘પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ’ (PGI-D) ૨૦૨૫-૨૬ના તાજેતરના આંકડા ઉત્તર ગુજરાત અને વિશેષ કરીને બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ જગત માટે આંખ ઉઘાડનારા સાબિત થયા છે. કુલ ૬૦૦ ગુણના મૂલ્યાંકનમાં મહેસાણા જિલ્લો ૩૩૪ ગુણ મેળવીને ઉત્તર ગુજરાતમાં મોખરે રહ્યો છે, જ્યારે બનાસકાંઠા જિલ્લો માત્ર ૩૦૪ ગુણ સાથે સૌથી છેલ્લા ક્રમે ધકેલાઈ ગયો છે. વહીવટી દૃષ્ટિએ ભલે તમામ જિલ્લાઓને ‘પ્રચેષ્ઠા-૧’ ગ્રેડમાં સમાવી લેવાયા હોય, પરંતુ આંકડાઓની ભીતર છુપાયેલું વાસ્તવિક ચિત્ર અત્યંત ચિંતાજનક છે.
સૌથી વધુ આંચકાજનક બાબત વિદ્યાર્થીઓના વાસ્તવિક શૈક્ષણિક પ્રાવીણ્યની છે. જે ક્ષેત્રમાં બાળકના સાચા ઘડતર અને જ્ઞાનનું મૂલ્યાંકન થાય છે, તે શૈક્ષણિક પરિણામના ૨૯૦ ગુણમાંથી બનાસકાંઠાને માત્ર ૧૦૯ ગુણ (આશરે ૩૭.૬ ટકા) જ મળ્યા છે. આ સ્કોર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી ઓછો છે. તેની સામે મહેસાણાએ ૧૨૪, સાબરકાંઠાએ ૧૨૩, અરવલ્લીએ ૧૧૯ અને પાટણે ૧૧૩ ગુણ મેળવ્યા છે. એટલું જ નહીં, શાળા સંચાલન પ્રક્રિયાના ૮૪ ગુણમાંથી પણ બનાસકાંઠાને માત્ર ૩૭ ગુણ જ મળી શક્યા છે.
અહીં એક ગંભીર સવાલ એ ઊભો થાય છે કે શાળાઓમાં પાકાં મકાનો, પાણી, શૌચાલય, સ્માર્ટ વર્ગખંડો અને કમ્પ્યુટર લેબ જેવી ભૌતિક સુવિધાઓ ઊભી કરવા છતાં તેનું પ્રતિબિંબ બાળકોના શૈક્ષણિક પરિણામમાં કેમ દેખાતું નથી? શું શિક્ષણ માત્ર ઈંટો અને સ્ક્રીન પૂરતું જ સીમિત રહી ગયું છે? બાળકો ભાષા, ગણિત અને વિજ્ઞાન જેવા પાયાના વિષયોમાં પોતાની મૂળભૂત સમજ કેળવી શકતા નથી, જે સાબિત કરે છે કે સુવિધાઓનું સાચા અર્થમાં ગુણવત્તાસભર શિક્ષણમાં રૂપાંતરણ થઈ શક્યું નથી.
વાસ્તવિકતા એ છે કે અંતરિયાળ સરહદી ગામડાંઓમાં ચાલતી શાળાઓમાં સતત મોનિટરિંગ અને વ્યક્તિગત માર્ગદર્શનનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે. માત્ર સરકારી યોજનાઓના અહેવાલો કે સુવિધાઓના કાગળ પરના આંકડાઓથી શિક્ષણ સુધરશે નહીં. જો બનાસકાંઠાના ભવિષ્યને અંધકારમાંથી બહાર લાવવું હોય, તો હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે વર્ગખંડમાં બેઠેલા છેવાડાના નબળા બાળક સુધી પહોંચવું પડશે, તેના પાયાના શિક્ષણને મજબૂત બનાવવું પડશે અને અંતરિયાળ શાળાઓનું કડક શૈક્ષણિક મૂલ્યાંકન કરવું પડશે. શિક્ષણનો સાચો માપદંડ શાળાની દીવાલો નહીં, પરંતુ તેમાં ભણતા વિદ્યાર્થીઓનું જ્ઞાન છે.
25 વર્ષ પછી પણ ગુજરાત વેરહાઉસીંગ બોર્ડ આત્મનિર્ભર ના બન્યું અનાજ સાચવવા સરકાર ખાનગી માલિકાના વખારો ભાડે રાખશે
૨૮%નું કમિશન ઘટાડીને ૨% થશેઃ બદલાઈ જશે વીમાનું સમગ્ર ગણિત
વીમા નિયમનકાર IRDAI એ જીવન વીમા કંપનીઓને તેમના ખર્ચ ઘટાડવા માટે કડક સૂચનાઓ જારી કરી : કંપનીઓના ખર્ચ ૧૬% થી ઘટીને ૧૨.૫% કરવામાં આવશેઃ LIC અને SBI Life ને પણ તેમના ખર્ચ ઘટાડવા પડશેઃ Axis અને HDFC બેંકની કમાણી સૌથી વધુ પ્રભાવિત થશે
સરહદી જિલ્લામાં શિક્ષણ કથળ્યું કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો પર્ફોમન્સ રીડિંગ ઇન્ડેક્સ રિપોર્ટ
