fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

CCE (A) Ethics & PubAd with Arpan sir

CCE (A) Ethics & PubAd with Arpan sir

رفتن به کانال در Telegram

Sahastra IAS ના સ્થાપક અર્પણ સરની CCE Group A Mains Exam માટે નવી પહેલ. હેતુ: આજે રિલ્સ અને ફેક મોટીવેશન વાતોના કારણે શિક્ષણ વિદ્યાર્થી માટે બોરિંગ અને ભારણ બની ગયું છે ત્યારે તેને રસપ્રદ, આશાસ્પદ અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડે તેવું બનાવવું.

نمایش بیشتر
کشور مشخص نشده استدسته بندی مشخص نشده است
368
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+57 روز
+530 روز
آرشیو پست ها
ગઈકાલે એક વિદ્યાર્થી ભાઈનો ફોન આવ્યો હતો .... (જો તેઓ પરવાનગી આપે તો કોલ રેકોર્ડિંગ પણ મુકીશ) બજેટના લેક્ચર જોયા બાદ તેઓનો એવો અભિપ્રાય હતો કે "સાહેબ તમારા લેક્ચર જોયા પછી આ વર્ષના બજેટમાં જે જોગવાઈઓ થઈ છે એમાંથી પ્રિલીમ અથવા મુખ્ય પરીક્ષામાં ગમે તેવો અઘરો સવાલ આવે હું સરળતાથી લખી શકીશ... મને એટલો વિશ્વાસ છે." તેઓ ખાસ કરીને એ જાણવા માગતા હતા કે તમે આટલું સરળ અને સામાજિક રીતે કઈ રીતે ભણાવી શકો...? મેં એમને જવાબ આપ્યો કે થોડી એક્સ્ટ્રા વધુ તૈયારી કરીને... એ ભાઈ આ જવાબથી સંતુષ્ટ ન હતા એમને ફરીથી પ્રશ્ન કર્યો કે "આવી થોડી એક્સ્ટ્રા વધુ તૈયારી કરવાનું મોટીવેશન તમને ક્યાંથી મળે છે?" મેં એમને જવાબ આપ્યો કે... જ્યારે હું એક વિદ્યાર્થી હતો ત્યારે મને પણ ભણવું નહોતું ગમતું... આમ છતાં પણ મારા એક શિક્ષકના પિરિયડ વખતે સમય કેમ પસાર થઈ જાય એ ખબર નહોતી પડતી... જ્યારે શિક્ષક તરીકેની કામગીરી કરવાનું શરૂ કર્યું ત્યારે મેં એ શિક્ષકને ફોન કરી અને એમની સલાહ લીધી હતી.. મારા શિક્ષકોએ મને સ્પષ્ટ કહ્યું હતું કે "અર્પણ, ભણતર ભાર વગરનું લાગે એ માટે વિદ્યાર્થીઓ જેટલી મહેનત કરે તેનાથી વધુ મહેનત શિક્ષકે કરવાની હોય છે... આપણે ત્રણ કલાકનું મુવી જોઈએ ત્યારે આપણને ખબર પણ નથી પડતી કે સમય કેમ નીકળી ગયો... આવું કેમ? કારણ કે એ પિક્ચર બનવામાં બની શકે કે એક વર્ષ કે બે વર્ષનો સમય લાગ્યો હોય અને ઘણા બધા લોકોની મહેનતનું પરિણામ આપણને ત્રણ કલાકમાં જોવા મળે છે. તારે પણ વિદ્યાર્થીઓ કરતા વધુ મહેનત કરવી પડશે... અને અંતમાં સાહેબે મને કહ્યું હતું કે... જો તારા દ્વારા આપવામાં આવેલ શિક્ષણ તારા વિદ્યાર્થીનો અંદરનો ડર દૂર ન કરે તથા વિદ્યાર્થીને ખુદ પર વિશ્વાસ ન વધારે તો યાદ રાખજે કે તું શિક્ષણ નહીં પરંતુ માત્ર માહિતીઓની આપ લે કરી રહ્યો છે." અમારા દરેક કોર્સમાં છોકરાઓને હંમેશા કહું છું કે... "મારો લેક્ચર જોઈ રહ્યા હોય એ સમયે જો તમને youtube કે instagram કે પછી કોઈ પણ બીજું સોશિયલ મીડિયા જોવાની ઈચ્છા થાય તો એ શિક્ષક તરીકે મારી નિષ્ફળતા છે... હું ઇચ્છું છું કે મારો લેક્ચર તમે સવારે 7:00 વાગ્યે કે પછી રાત્રે 12:00 વાગ્યે જોતા હોય તમને ઊંઘ ન આવવી જોઈએ તમે એ જ ક્યૂરિયોસીટી સાથે ભણતા હોવા જોઈએ.... બસ આ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી અને ભણાવવાનો પ્રયત્ન કરું છું." આભાર 🙏

Public Administration for Mains ઉપરનો આર્ટીકલ એથિક્સ તથા જાહેર વહીવટ માટેનો સ્પેશિયલ કે સ્ટડી ગણી શકાય... ચલો સમજીએ. રાજકીય ઈ
Public Administration for Mains
ઉપરનો આર્ટીકલ એથિક્સ તથા જાહેર વહીવટ માટેનો સ્પેશિયલ કે સ્ટડી ગણી શકાય... ચલો સમજીએ. રાજકીય ઈચ્છા શક્તિ (Political Will) છે તથા નાણાની ફાળવણી પણ થઈ (Financial Allocation) ગઈ છે આમ છતાં પણ પ્રોજેક્ટ અટકી પડ્યો છે... રાજકીય રીતે વિચારો તો તમને એવું લાગશે કે અહીંયા ભ્રષ્ટાચાર માટેની ગોઠવણ કરવા માટે આવું થતું હશે... પરંતુ પરીક્ષામાં તો તમે આવું લખી શકશો નહીં. આ પ્રકારના કે સ્ટડીમાં પરીક્ષામાં શું લખવું જોઈએ?
Inaction & Delays from Bureaucracy એકદમ સરળ છે જો મુલ્કી સેવક દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે અને બિનજરૂરી વિલંબ કરવામાં ન આવે તો આ યોજના શરૂ થઈ ગઈ હોત... અને મુલ્કી સેવકને આમ કરવાના પરિણામ ભોગવવાની પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે યોજના માટે રાજકીય ઈચ્છા શક્તિ ઉપલબ્ધ જ છે.
આભાર 🙏

કેન્દ્રીય બજેટ લેકચર વર્ક (લેકચર 3 અને 4) લેક્ચરના વિડીયો અમારી ચેનલમાં ઉપલબ્ધ છે અને અમારી આ ચેનલ CCE Group (A) Mains માટેની વિશેષ ચેનલ છે.. www.youtube.com/@ResEduIndia CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા👇 https://t.me/resilienceeducation

https://youtu.be/Lvqt-qxowYw?si=fbnYa12hJttywP5l કેન્દ્રીય બજેટ (ભાગ -4): જોગવાઇઓ અને મહત્વપૂર્ણ છે તેવા તમામ ડેટા સાથે ...

https://youtube.com/shorts/fSVqLXZIfGg?si=gbZ61-Y9giz1-h9E છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે સાહેબ મોટાભાગે તો YouTube શોર્ટ્સ માં મોટીવેશનની ફાકા–ફોજદારી જ હોય છે... તો તમે તેમાં કન્ટેન્ટ આપવાની શરૂઆત કરો તો વધુ સારું.... શોર્ટ્સ અને રીલ્સ બનાવવાની કામગીરી મારા માટે એકદમ વિપરીત હતી કારણ કે હું પહેલેથી જ એનો વિરોધી રહ્યો છું.... હું એવું દ્રઢ પણે માનું છું કે એક બે મિનિટમાં વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અનિવાર્ય હોય એટલું જ્ઞાન પીરસી ન શકે અથવા તો અધૂરું રહી જાય... આજે પણ એ બાબતમાં માનું છું... છતાં પણ વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખતા આજે કેટલાક શોર્ટ્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.... કંઈ ખામી રહી ગઈ હોય અથવા ખૂટતું હોય તો માફ કરશો.🙏

https://youtu.be/O6QOY6PpXmw?si=LvMGCAsZKoGsqwno CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા👇 https://t.me/resilienceeducation

કેન્દ્રીય બજેટ (લેકચર 1 અને 2) લેક્ચરના વિડીયો અમારી ચેનલમાં ઉપલબ્ધ છે અને અમારી આ ચેનલ CCE Group (A) Mains માટેની વિશેષ ચેનલ છે.. www.youtube.com/@ResEduIndia CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા👇 https://t.me/resilienceeducation

https://youtu.be/HxfWW78Sx1U CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા👇 https://t.me/resilienceeducation

આજે બજેટનો પાર્ટ 1 જોયા બાદ ત્રણ વિદ્યાર્થીઓના ફોન આવ્યા હતા... તેમનું એવું કહેવું હતું કે સાહેબ એક જ વીડિયોમાં તમે બધું આપી દો તો કેવું રહે...
(1) મેં એમને કહ્યું કે એક વીડિયોમાં આપવા જવું તો એ વિડિયો પાંચ કલાકનો થઈ જાય જે ... એકાગ્રતા સાથે જોવાની ક્ષમતા સામાન્યતઃ કોઈ માણસમાં ન હોય... અથવા તો જોવા ખાતર જોઈ લઈએ તો યાદ કશું રહે નથી. (2) એક ભાઈનું એવું કહેવું હતું કે સાહેબ તમે પણ ઝડપથી જવા દો... બીજા સાહેબો પણ એ જ રીતે કરે છે...મેં એમને સ્પષ્ટ કહ્યું કે હું ડિજિટલ બોર્ડ ઉપર વાંચી જાવ એવો ફેકલ્ટી નથી અને ભણાવતી વખતે હું એ સુનિશ્ચિત કરું છું કે વિદ્યાર્થીને ટોપિક સમજવામાં બિલકુલ મુશ્કેલી ન પડે અને એક વખત વિદ્યાર્થી ટોપીક આપણી પાસે ભણી લે એટલે એનો એ ટોપિકમાં ડર દૂર થઈ જવો જોઈએ... અને જો વિદ્યાર્થીને છતાં પણ ડર યથાવત રહે તો એ શિક્ષક તરીકે મારી નિષ્ફળતા હું ગણું છું. ઉપરોક્ત બંને પોલીસીને કાયમી ધોરણે લાગુ કરી છે એટલા માટે જ આજે વિનમ્રતા અને ગર્વ સાથે કહી શકું છું કે આ રાજ્યના 100+ ક્લાસ 1 અને 200+ ક્લાસ 2 અને 500+ ક્લાસ 3 અધિકારીઓ મારા સ્ટુડન્ટ રહ્યા છે... આપ લોકોને કોઈને એમ થતું હોય કે સાહેબ અતિશયોક્તિ કરી રહ્યા છે તો આપ લોકો પ્રશાસનના સંબંધમાં... કોઈપણ વિભાગમાં... કોઈ દિવસ કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવો તો મને ખાલી ફોન કરશો... આપ લોકોને સાબિતી આવી જશે... 🙏🙏 આપણા આવનારા કોર્સમાં (કરંટ અફેર્સ + પોલિટી અને બંધારણ + જાહેર વહીવટ + એથિક્સ + ઈકોનોમી) પણ આ પોલીસી જ રહેશે.... બની શકે માર્કેટમાં બીજા બધા કોર્સમાં તમને 150 કલાકમાં પૂરું થઈ જાય તો મારે ત્યાં એ વસ્તુ 200 કલાક થશે... પરંતુ હું એ સુનિશ્ચિત કરીશ કે હું 95 માર્કનો જે પોર્શન કવર કરવાનો છું એ પોર્શનમાં છોકરાને 75+ માર્ક આવે... વિનમ્રતા સાથે ... અર્પણ 🙏

https://youtu.be/ulV3VoY1rq4 CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા... 👇 https://t.me/resilienceeducation

CCE Group A (Mains) માં કેન્દ્રીય બજેટમાંથી 1/2/3/5 માર્કસના કેવા કેવા સવાલો પુછાય શકે તે આપ લોકોને જણાવી રહ્યો છું... આજથી બજેટના લેક્ચર પણ શરૂ થઈ જશે... લેક્ચર જોતી વખતે આપ લોકોને પહેલેથી જ ખ્યાલ આવી જાય કે આ પ્રકારનો પ્રશ્ન પુછાય શકે એમ છે તો મારે આ રીતે સમજવું અને યાદ રાખવું પડશે... આપ લોકોની તૈયારી વધુ સારી અને સરળ રીતે થાય એ માટે આ પ્રકારનો પ્રયત્ન શરૂ કરેલ છે... આપણા દરેક ટોપિકમાં આપણે આ રીતે જઈશું. જો આપ લોકોને આ પહેલ સારી લાગી હોય તો તમારો પ્રતિભાવ કમેન્ટ બોક્સમાં આપશો. Arpan 🙏 CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા... 👇 https://t.me/resilienceeducation

હું કોઈપણ પ્રશ્ન મૂકું અને તમને એ ન આવડતો હોય તો બિલકુલ ચિંતા કરવાની નથી... આપડે બધુ ભણવાનું જ છે.

આમ તો આપણે આજ રોજ થી YouTube પર લેકચર લેવાના હતા પરંતુ એ આવતીકાલથી થશે... તમારી તૈયારી વધુ સારી થઈ શકે એ માટે એક્ નવો ખ્યાલ આવો છે એના પર કામ કરું છું અને આવતીકાલે તમને લેકચરમાં પણ કહીશ... પ્રેક્ટિકલ સમજૂતી સાથે. Arpan 🙏

CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા... 👇 https://t.me/resilienceeducation
CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા... 👇 https://t.me/resilienceeducation

ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નોના જવાબ લખીને મને મોકલી રહ્યા છે.... પરીક્ષાની તૈયારી બાબતે તેઓનો ઉત્સાહ અતિ પ્રશંસનીય છે. આન્સર રાઇટીંગ કરનારને કેટલીક સૂચના આપવા માંગુ છું... (1) પ્રશ્ન માં જે પૂછ્યું છે એનો જવાબ લખવાનો છે નહીં કે પ્રશ્નના કી વર્ડના સંબંધમાં તમને શું આવડે છે...! 75% થી વધુ વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે (2) UPSC / GPSC CLASS 1 -2 ના પ્રશ્નોમાં તમે મલ્ટી ડાયમેન્શનલ જવાબ લખો એ સારી વસ્તુ છે અને એ ત્યાં અપેક્ષિત પણ છે... આ પરીક્ષા માટે તમારે મલ્ટી ડાયમિનેશનલ જવાબ લખવો હોય તો 5 માર્ક વાળા પ્રશ્નમાં રાખી શકશો પરંતુ 2 માર્ક અને 3 માર્ક વાળા પ્રશ્નોમાં મલ્ટી ડેમેશનલ જવાબ લખવામાં ઘણી વખત શબ્દોની મર્યાદા ઓળંગી જવાય છે. (3) UPSC / GPSC CLASS 1 -2 ની પરીક્ષામાં કદાચ તમારા હેન્ડરાઇટિંગ સારા ન હોય છતાં પણ એક્ઝામિનર તમારા જવાબને સમજવાનો પ્રયત્ન કરે છે કારણ કે એ પરીક્ષામાં હેન્ડરાઇટિંગ કરતા વ્યક્તિની THOUGHT PROCESS નું મહત્વ વધુ માનવામાં આવે છે... હું નથી માનતો કે આ પરીક્ષાના કેસમાં આવું બનશે માટે હજુ ઘણો જ સમય છે આપ લોકો પૈકીના જેમના પણ હેન્ડરાઇટિંગ ખરાબ હોય એ લોકો સુધારી લો... તમારું લખેલું કન્ટેન્ટ ગમે તેટલું સાચું હશે પરંતુ તેને રજૂઆત અને હેન્ડરાઇટિંગ સારા નહીં હોય તો કદાચ સામેવાળો વ્યક્તિ જોઈને જ એવરેજ માર્ક મૂકી દે એવું પણ બની શકે. હાલ તો આ ત્રણ મુદ્દા ધ્યાનમાં આવ્યા છે માટે તમને જણાવ્યા છે... આ સિવાય જેમ જેમ ધ્યાનમાં આવશે તેમ તેમ જણાવતો રહીશ. Arpan 🙏

CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા... 👇 https://t.me/resilienceeducation
CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા... 👇 https://t.me/resilienceeducation

કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ થઈ ગયા બાદ સાંજે લગભગ મોટાભાગના તમામ ક્લાસીસ ... કેન્દ્રીય બજેટ... સૌથી પહેલા અને સૌથી સચોટ... સૌથી પહેલા સૌથી શ્રેષ્ઠ... વગેરે વગેરે સાથે આવી જશે.... હું એમને એક જ સવાલ પૂછવા માંગુ છું કે ભાઈ... સામાન્યતઃ સત્તાવાર રીતે બજેટ બનવાની શરૂઆત ઓક્ટોબર – નવેમ્બરથી થઈ જતી હોય છે... ભારત સરકારના સર્વોચ્ચ અધિકારીઓ અને પોલીસી મેકર્સ દ્વારા ચાર પાંચ મહિનાની તૈયારીને અંતે તૈયાર કરેલ બજેટ ડોક્યુમેન્ટ કોઈ વ્યક્તિ બે કલાકમાં કઈ રીતે સમજી શકે... ? મને તો સમજાતું નથી જો આપ લોકોને સમજાતું હોય તો આપ ચોક્કસ જણાવજો... વિવિધ ભાષાઓના વ્યક્તિઓ બજેટને સમજી શકે એ હેતુથી સરકાર દ્વારા ભારતની અલગ અલગ ભાષાઓમાં બજેટની આવૃત્તિ જાહેર કરવામાં આવે છે... ક્લાસીસ વાળા એની કોપી કરી અને સીધે સીધી પીડીએફ લઈ લેક્ચર શરૂ કરી દેતા હોય છે.... ભાઈ એ તો વિદ્યાર્થીને પણ ખબર પડે છે તમારે એમને સમજાવવાનું છે કે આમાંથી કઈ વસ્તુ કઈ પરીક્ષામાં કેટલે અંશે ઉપયોગી છે.... પ્રિલીમ માટે કેવો સવાલ આવી શકે મુખ્ય પરીક્ષામાં કેવો સવાલ આવી શકે વગેરે વગેરે.... જોઈ લેજો થશે જ આ.... 😂 અર્પણ 🙏