cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Haresh_sadbhavna

Show more
Advertising posts
33 160
Subscribers
-1124 hours
-1567 days
-87530 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

ઉત્તર ગુજરાતનો સૌથી મોટો EDUCATION EXPO-24 નું આજ રોજ પાલનપુર મુકામે શુભારંભ કરાવ્યો. B.K News દ્વારા આયોજિત EDUCATION EXPO-24 માં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ, વિવિધ શૈક્ષણીક સંસ્થાઓ પોતાની સંસ્થાની શૈક્ષણીક તેમજ ભોતિક સવલતો સાથે બે દિવસ ઉપસ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓ વાલીઓએ સમયની અનુકૂળતાએ ચોક્કસ મુલાકાત લઇ માહિતી લેવી જોઈએ...મને પણ રસપ્રદ માહિતી મળી. EDUCATION EXPO-24માં સાયન્સ,કોમર્સ અને આર્ટ્સના વિધાર્થીઓને *એકે જ જગ્યાએ સ્કૂલ, કોલેજ , યુનિવર્સીટી , ફોરેન એજ્યુકેશન માટે અમદાવાદ ગાંધીનગરની શ્રેષ્ટ કન્સલ્ટન્સી અને MBBSમાં વિદેશ અભ્યાસ કરવા માંગતા વિધાર્થીઓ માટે અલગ અલગ દેશની યુનિવર્સીટીનું માર્ગદર્શન ઉપલબ્દ જોયું.* શિક્ષણ જગત જોડે જોડાયેલ વ્યક્તિઓએ જેમને શિક્ષણમાં કંઇક નવું જાણવામાં રસ છે એમને ચોક્કસ મુલાકાત લેવી જોઈએ.
Show all...
45 ડિગ્રી ગરમીમાં પણ ખુલ્લા પગે ફરતા અતિ અંતરીયાળ વિસ્તારના આદિવાસી બાળકોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આજરોજ સ્લીપર વિતરણ અભિયાનની શરૂઆત કરાઈ.આ બાળકો જોડે જાણે ઘરાબો થઈ ગયો છે જોવે ને તરત જાણે પોતાના આત્મજ હોય એમ મહેસૂસ કરે. ધોમ-ધખતા તાપમા આ આદિવાસી બાળકો વેકેશનના સમયમાં ઉઘાડા પગે ડુંગરાઓ જંગલોને ખુંધસે. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આ બાળકોના શિક્ષણમાં પૂરક બનવા છેલ્લા કેટલાય વર્ષોથી નિરંતર કામગીરી કરવામાં આવે છે. પણ હજુ એમ લાગે છે કે ઘણું કરવાનું બાકી છે. ક્યાંક ચોક્કસ તમારા સાથ સહકારની પણ અપેક્ષા. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા વિવિધ ટીમો બનાવી વેકેશન શરૂ થાય એ પહેલા સ્લીપર વિતરણ અભિયાનની આજરોજ શરૂઆત કરવામાં આવી.
Show all...
👆એજ્યુકેશન એક્સ્પોનું પાલનપુરમાં આયોજન થયું છે તો ચોક્કસ વિધાર્થી મિત્રો ત્રણ દિવસમાંથી એક દિવસ મુલાકાત લઈ શકાય... જ્યાં સાયન્સ , કોમર્સ અને આર્ટ્સના વિધાર્થીઓને એકે જ જગ્યાએ મળશે સ્કૂલ, કોલેજ , યુનિવર્સીટી , ફોરેન એજ્યુકેશન માટે અમદાવાદ ગાંધીનગરની શ્રેષ્ટ કન્સલ્ટન્સી. આ ઉપરાંત MBBSમાં વિદેશ અભ્યાસ કરવા માંગતા વિધાર્થીઓને અહીંયા મળશે અલગ અલગ દેશની યુનિવર્સીટીનું માર્ગદર્શન મળશે...
Show all...
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરતી મેડીપોલીસ સંસ્થાની અક્ષતમ નર્સિંગ અને ફિઝિયોથેરપી કોલેજના વિદ્યાર્થીઓને Lamp Lighting & Oath Ceremony ( જવાબદારીના સપથ ગ્રહણ ) કાર્યક્રમમાં આજ રોજ ઉપસ્થિત રહેવાનું થયું.યુવાનો દેશ માટે પોતાની જવાબદારી સમજે અને જાહેર સમાજ જીવનના સેવાકીય કાર્યોમાં જોડાય જે સંદર્ભે માર્ગદર્શન કરવાનું થયું....
Show all...
કાંકરેજ તાલુકાના ઝાલમોર મુકામે આજરોજ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું. ખુબ સુંદર મજાના આયોજન બદલ આયોજક મિત્રોને અભિનંદન પાઠવ્યા તેમજ આયોજક યુવાનોને ટુર્નામેન્ટના માધ્યમથી બચત થતી રકમમાંથી સેવાકીય કાર્ય કરવા માટે પ્રેર્યાં. ઠાકોર સમાજના યુવાનો દ્વારા ભીલડી છત્રાલા મુકામે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયેલું આયોજક યુવાનોને આયોજન થકી વધેલ સેવાકિય કાર્યો માટે વાપરવા પ્રેર્યા હતા જેમણે ટુર્નામેન્ટની વધેલી રકમ ગૌ-શાળામાં ગાયોની સેવા કાજે ખર્શ કરી આજે તેમને પણ મળી શુભેચ્છાઓ પાઠવી...
Show all...