cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Fast News By Rikesh

Fastet News, News Chenal Vedio, And Live News In Gujarati ● આ ચેનલ માં આપને તાજા સમાચાર, લાઈવ ન્યુઝ, બ્રેકીંગ ન્યુઝ, ન્યુઝ વિડિઓ મિનિટે મિનિટ ના તાત્કાલિક સમાચાર મેળવવા માટે નીચેની લિંક વડે જોડાવ.. અને આપના ગ્રુપ માં અને મિત્રો ને પણ શેર કરો.👇👇👇

Show more
Advertising posts
1 172
Subscribers
No data24 hours
+27 days
+730 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Video: અમેઠીના સાંસદ કિશોરી લાલના પત્ની કરી રહ્યા હતા રાહુલ ગાંધીના વખાણ, ત્યારે જ સોનિયા ગાંધીએ કહ્યું, 'ક્યુકી મેં શેરની હું' https://gujarati.abplive.com/news/india/when-sonia-gandhi-says-because-i-am-lioness-after-winning-amethi-and-raebareli-897390 Video: અમેઠીના સાંસદ કિશોરી લાલના પત્ની કરી રહ્યા હતા રાહુલ ગાંધીના વખાણ, ત્યારે જ સોનિયા ગાંધીએ કહ્યું, 'ક્યુકી મેં શેરની હું'
Show all...
Photo unavailableShow in Telegram
Gulshan Kumar Fake Encounter Case : મોહાલીની સીબીઆઈની વિશેષ કોર્ટે (CBI Court in Mohali) 31 વર્ષ જૂના નકલી એન્કાઉન્ટ કેસમાં બે પૂર્વ પોલીસ અધિકારીઓ સામે સજા સંભળાવી છે. વર્ષ 1993માં પંજાબમાં થયેલા નકલી એન્કાઉન્ટ કેસમાં કોર્ટે પંજાબના પૂર્વ ડીઆઈજી દિલબાગ સિંહ (Dilbagh Singh)ને સાત વર્ષની જેલની સજા અને નિવૃત્ત ડીએસપી ગુરબચન સિંહ (Gurbachan Singh)ને જન્મટીપની સજા સંભળાવી છે. કોર્ટે બંને આરોપીઓ વિરુદ્ધ અપહરણ-હત્યા સહિતની કલમો હેઠળ સજા સંભળાવી છે.આરોપીઓ વિરુદ્ધ અપહરણ-હત્યા સહિતની કલમો હેઠળ સજા સંભળાવાઈઆ મામલો તરનતારન જંડાલા રોડના રહેવાસી ફળ વિક્રેતા ગુલશન કુમારની હત્યા સાથે સંબંધિત છે. સીબીઆઈએ 1997માં 28 ફેબ્રુઆરીએ IPCની કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. કોર્ટે ગઈકાલે સુનાવણી હાથ ધરી બંનેને દોષિત ઠેરવ્યા હતા, ત્યારબાદ આજે સજા સંભળાવવામાં આવી છે. સીબીઆઈ કોર્ટે બંને આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 364 અપહરણ, 302 હત્યા, 218 (કોઈ વ્યક્તિને સજા અથવા સંપત્તિ જપ્ત કરવાથી બચાવવાના ઈરાદા સાથે ખોટા રિપોર્ટ રેકોર્ડ બનાવવા) અને IPCની કલમ 201 હેઠળ પુરાવાનો નાશ કરવાના આરોપમાં સજા સંભળાવી છે.હત્યા બાદ ચુપચા અગ્નિસંસ્કાર પણ કરી દીધા હતાવર્ષ 1996માં જંડાલા રોડ પર રહેતા ચમન લાલે ફરિયાદ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે, 22 જૂન-1993ના રોજ તત્કાલીન ડીએસપી દિલબાગ સિંહની આગેવાની હેઠળ તરનતારન પોલીસની એક ટીમ તેમના પુત્ર ગુલશન કુમારને બળજબરીથી ઉઠાવી ગઈ હતી. પોલીસ તેમના બે પુત્રો પ્રવીણ કુમાર અને બૉબી કુમારને પણ સાથે લઈ ગઈ હતી. પોલીસે આ બંનેને છોડી દીધા હતા, પરંતુ ગુલશનને છોડ્યો ન હતો. ત્યારબાદ એક મહિના બાદ 22 જુલાઈ-1993માં નકલી એન્કાઉન્ટરનું ષડયંત્ર રચી ગુલશનની હત્યા કરી દેવાઈ હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, પોલીસે તેમને જાણ કર્યા વગર તેમના પુત્રના મૃતદેશના અગ્નિસંસ્કાર કરી દીધા હતા.સબ-ઈન્સ્પેક્ટરે ગુલશનને ગેરકાયદે કસ્ટડીમાં રાખ્યોસીબીઆઈના તપાસ રિપોર્ટ મુજબ તે સમયે સબ-ઈન્સ્પેક્ટર ગુરુબચન સિંહ તરનતારન પોલીસ સ્ટેશનમાં એસએચઓ હતા. તેમણે ગુલશન કુમારને ગેરકાયદે રીતે કસ્ટડીમાં રાખ્યો હતો. સીબીઆઈએ સાત મે-1999માં તત્કાલિન DSP દિલબાગ સિંહ, તત્કાલીન ઈન્સ્પેક્ટર ગુરબચન સિંહ, તત્કાલીન ASI અર્જુન સિંહ, તત્કાલીન ASI દેવિંદર સિંહ અને તત્કાલીન SI બલબીર સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.ફરિયાદી અને ત્રણ આરોપીઓના થઈ ચુક્યા છે મોત ટ્રાયલ દરમિયાન આરોપી અર્જુન સિંહ, દેવિંદર સિંહ અને બલબીર સિંહનું મોત થયું હતું. ત્યારબાદ વર્ષ 2000ની સાત ફેબ્રુઆરીએ આરોપીઓ વિરુદ્ધ આરોપો ઘડવામાં આવ્યા હતા. આ કેસમાં 32 સાક્ષીઓ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોમાં એવી વિગત બહાર આવી હતી કે, પોલીસ અધિકારીઓએ કહેલી વાતો ખોટી હતી. આ કેસના ફરિયાદી ચમન લાલનું પણ મોત થઈ ગયું છે.
Show all...
ગુલશન કુમાર નકલી એન્કાઉન્ટર કેસમાં આ રાજ્યના પૂર્વ DSPને જન્મટીપ, પૂર્વ DIGને સાત વર્ષની સજા https://www.gujaratsamachar.com/news/national/gulshan-kumar-fake-encounter-case-punjab-former-dsp-life-imprisonment-former-dig-7-year-jail
Show all...
Photo unavailableShow in Telegram
Three New Laws : ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદા - ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદોનો અમલ પહેલી જુલાઈથી શરૂ થવાનો છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Uttar Pradesh CM Yogi Adityanath) આ કાયદો અંગે અધિકારીઓ બેઠક યોજી જરૂરી સમીક્ષા કરી છે. આ ઉપરાં તેમણે નવા કાયદા મુદ્દે કેટલાક નિર્દેશો પણ જારી કર્યા છે.ત્રણ નવા કાયદા લાગુ કરવા CM યોગીની અધિકારીઓ સાથે બેઠકમળતા અહેવાલો મુજબ આજે દિલ્હીમાં યોજાયેલી NDA બેઠક પૂર્ણ કરતા બાદ મુખ્યમંત્રી યોગી રાજ્યમાં પરત ફરતાની સાથે જ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે પહેલી જુલાઈથી લાગુ થનારા ત્રણ નવા કાયદાઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, આ કાયદાઓ મુદ્દે વહેલી તકે દરખાસ્તો તૈયાર કરવામાં આવે, ફોરેન્સિક નિષ્ણાંતો પણ તહેનાત કરવામાં આવે, જ્યાં જે પણ બાબતની જરૂર પડે તેની તેમને જાણ કરવામાં આવે. કાયદા માટે લાગતા-વળગતાઓને તાલીમ આપવાનો પણ નિર્દેશમુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, નવા કાયદાઓનો અમલ કરવા માટે ડઝનેક નિયમો, માર્ગદર્શિકા, પ્રક્રિયા, સરકારી આદેશોમાં ફેરફાર કરવા પડશે. તેમણે અધિકારીઓને કહ્યું કે, આ કામ વિલંબ કર્યા વિના થવું જોઈએ. આ ઉપરાંત કોન્સ્ટેબલ, સબ-ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, પ્રોસિક્યુટર્સ, જેલ સ્ટાફ વગેરેની કાયદા અંગેની યોગ્ય તાલીમ 30 જૂન સુધીમાં પુરી કરી દેવામાં આવે. આ કાયદાઓ અંગે સામાન્ય જનતાને જાગૃત કરવામાં આવે.પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ થશે ત્રણ નવા કાયદાઉલ્લેખનીય છે કે, દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા - ભારતીય ન્યાય સંહિતા-2023 (Bharatiya Nyaya Sanhita-2023), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 (Bharatiya Nagarik Suraksha Sanhita-2023) અને ભારતીય સાક્ષ્ય કાયદો-2023 (Bharatiya Sakshya Sanhita-2023)નો અમલ પહેલી જુલાઈથી શરૂ થઈ જશે. આ ત્રણેય કાયદા બ્રિટિશ યુગના ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી 1860), ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆપીસી) 1973 અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, 1872નું સ્થાન લેશે. આ ત્રણેય કાયદા ગયા વર્ષે 21 ડિસેમ્બરે સંસદમાં પસાર થઈ ગયા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 25 ડિસેમ્બરે આ કાયદાઓ પર હસ્તાક્ષર કરીને તેમની મંજૂરી આપી દીધી હતી.પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ થશે ત્રણ નવા કાયદામુખ્યમંત્રીએ યાદ અપાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશ સમક્ષ પાંચ સંકલ્પો લીધા હતા. તેમાં એક સંકલ્પ હતો - ગુલામીની તમામ નિશાનીઓને દૂર કરવી. આ સંકલ્પોને પુરા કરવા માટે બ્રિટિશ યુગના ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆપીસી) 1973 અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, 1872ની સ્થાને અમે ત્રણ કાયદાઓ પસાર કર્યા છે. ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં આ ત્રણેય નવા કાયદાઓ પહેલી જુલાઈથી લાગુ થઈ જશે.
Show all...
ઉત્તર પ્રદેશમાં પહેલી જુલાઈથી ત્રણ નવા કાયદા લાગુ કરવા CM યોગી એક્શનમાં, અધિકારીઓ સાથે બેઠક યોગી આપ્યા નિર્દેશ https://www.gujaratsamachar.com/news/national/uttar-pradesh-cm-yogi-adityanath-meeting-with-officials-gave-warning-over-three-new-laws
Show all...
Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભાજપના વોર્ડ નં.13ના કોર્પોરેટર નીતિન રામાણીએ પોતાને આ ગેરકાયદે બાંધકામની જાણ હતી અને તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઈઝડ કરાવવા તેમણે આર્કિટેક્ટને ભલામણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. હવે આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી નીતિન રામાણીની પૂછપરછ શરૂ કરી છે.ગેમ ઝોનની એક વ્યક્તિએ રેગ્યુલરાઈઝડ કરવવાની ભલામણ કરી હતીકોર્પોરેટર નીતિન રામાણીએ જણાવ્યું કે, 'વી.ડી.થી ઓળખાતી ગેમઝોનની એક વ્યક્તિ મારા ઓળખાણમાં હોય તેમની ભલામણથી ટીઆરપી ગેમઝોનના પ્રકાશભાઈ (જૈન)એ મને આ બાંધકામ રેગ્યુલરાઈઝડ કરાવવું છે તેવી વાત મને મળીને કરી હતી. જે અન્વયે મે વાણિયાવાડી વિસ્તારમાં કાર્યરત અને બાંધકામ પ્લાનનું કામકાજ કરતા આર્કિટેક્ટ એન્જિનિયર નિરવ વરૂને આ કામ કરવા ભલામણ કરી હતી.ગેમઝોનને ડિમોલીશનની નોટિસ અપાયેલી હતી તેમણે એમ પણ કહ્યું કે આર્કિટેક્ટ વરૂને જ્યારે આ કામ કરવા ભલામણ કરી ત્યારે તેણે એમ પણ કહ્યું હતું કે આ ગેમઝોનને ડિમોલીશનની નોટિસ અપાયેલી છે. કામ આગળ  વધતા જ્યારે તેમણે આર્કિટેક્ટ સાથે વાત કરી ત્યારે કોર્પોરેટરને એમ પણ જણાવાયું હતું કે ગેમઝોનના સંચાલકો-માલિકો દ્વારા જમીનના આધાર-પૂરાવા, બાંધકામનો પ્લાન સહિતના કોઈ પૂરાવા રજૂ કર્યા ન્હોતા તે કારણે ઈમ્પેક્ટ ફી હેઠળ આ ફાઈલ મંજૂર થઈ નહતી.
Show all...
Photo unavailableShow in Telegram
રાજકોટ અગ્નિકાંડમાં ભાજપના કોર્પોરેટરની મુશ્કેલી વધી, ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ https://www.gujaratsamachar.com/news/gujarat/rajkot-game-zone-fire-crime-branch-called-bjp-corporator-nitin-ramani
Show all...