cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

જ્ઞાનઆરસી by Aastha Rajput🌅✍📚

Aastha Rajput 👍 ✅GPSC Class 1/2 , Dy.SO, STI, PI, PSI-ASI, TET-TAT CCE (તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય) તથા કોન્સ્ટેબલ, વન રક્ષક વગેરે માટે ઉપયોગી... ✅Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Ko'proq ko'rsatish
Reklama postlari
2 447
Obunachilar
+624 soatlar
+167 kunlar
+14330 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Today Current • ચક્રવાતી તોફાન રેમલ સામે ભારતીય નૌકાદળની તૈયારી • વાવાઝોડું 26/27 મે 2024ની મધ્યરાત્રિએ દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. • નૌકાદળના મુખ્યાલયમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના મુખ્યાલય દ્વારા વ્યાપક પ્રારંભિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. • ચક્રવાત રેમલ, જે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે, સાગર ટાપુ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવવાની શક્યતા છે.
Hammasini ko'rsatish...
👍 4
*Today Current* • ચક્રવાતી તોફાન *રેમલ* સામે ભારતીય નૌકાદળની તૈયારી •  *વાવાઝોડું 26/27 મે 2024ની મધ્યરાત્રિએ દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે*. • નૌકાદળના મુખ્યાલયમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના મુખ્યાલય દ્વારા વ્યાપક પ્રારંભિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. • ચક્રવાત રેમલ, જે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે, સાગર ટાપુ, પશ્ચિમ *બંગાળ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવવાની શક્યતા છે.*
Hammasini ko'rsatish...
લોકમેળાનું મહત્ત્વ આપણા સમાજમાં કેટલું છે તે સમજાવી ગુજરાતના કોઈ પણ ત્રણ પ્રસિદ્ધ મેળાની ચર્ચા કરો. પ્રસ્તાવના : મેળા અને લોકજીવન મુખ્ય ભાગ : મેળાનું મહત્ત્વ અને ગુજરાતના પ્રસિદ્ધ મેળાઓ નિષ્કર્ષ : મેળાઓ આખો દિવસ મહેનત કરતાં માનવીના જીવનમાં વૈવિધ્ય લાવી એના હૈયાને હળવું બનાવી આનંદથી ભર્યું-ભાદર્યું બનાવે છે જવાબ: ⇨માનવહૃદયના ઉલ્લાસનું મોંઘેરું પર્વ એટલે લોકમેળા. મેળામાં ધર્મ, સંસ્કૃતિ અને માનવ હૈયાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ, જૈન, પારસી જેવા સમુદાયના આશરે 1517 જેટલા મેળાઓ ભરાય છે. લોકમેળાનું મહત્ત્વ : 1) શ્રમજીવી વર્ગમાં આનંદની લહેર ફેરવી શકે છે. 2) પરિચિત વ્યક્તિઓને મળવાનો અને ઉત્સાહ માણવાનો અવસર મળે છે. 3) અમુક વર્ગો માટે આજીવિકાના સાધન તરીકે ભરાતા 'હાટ’ મેળા તરીકે ઉજવવામાં આવે છે. 4) બિનસાંપ્રદાયિક મેળાઓ સામાજિક એકતાનું સાધન બને છે. 5) આવનારી પેઢી [ આપણી સંસ્કૃતિને જીવંત રાખી ઉજવે તેવા હેતુ પણ જોડાયેલા હોય છે. 6) મેળાઓ સરહદોના બંધનથી મુક્ત છે. મેળાઓને માણવા અને સંસ્કૃતિથી પરિચિત થવા વિદેશીઓનું મોટા પ્રમાણમાં આગમન થાય છે . દા.ત. તરણેતરનો મેળો. 7)જાતિ, ધર્મથી પરે એવા મેળામાં એકતાનું મૂલ્ય જોવા મળે છે. દા.ત. પલ્લીનો મેળો 8) આદિવાસીઓના લોકમેળામાં આ મેળાઓ કન્યાપસંદગી માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. દા.ત. આંબલીગોધો રમત > ગુજરાતના પ્રખ્યાત મેળા 1. ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામની સીમમાં રાજા શાંતનુના બે પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની યાદમાં ફાગણ વદ ચૌદસે ભરાય છે. અરવલ્લીની ગિરિમાળામાં વસવાટ કરતા ભીલ, ગરાસિયા જેવા આદિવાસી આ મેળામાં મોટી સંખ્યામાં આવે છે. → નદીઓના સંગમસ્થાને આવી તેઓ પૂર્વજોની યાદમાં વિલાપ કરે છે, જ્યારે શામળાજી, ભિલોડા અને પ્રાંતિજના આદિવાસીઓ નદીમાં પિતૃઓની અસ્થિ વિસર્જન કરે છે. આ મેળો દુ:ખોને યાદ કરવા માટેના મેળો તરીકે પણ ખ્યાતિ પામ્યો છે. 2. કાત્યોકનો મેળો : ⇨ સિદ્ધપુર ખાતે કારતકી પૂર્ણિમાએ સરસ્વતી નદીની કૂખમાં ભરાય છે. → મેળામાં ઉભરતી જનમેદનીને ધ્યાને લઈને ગોઠવાતા ઊંટ બજાર, શેરડી બજાર, અશ્વ બજાર અને મનોરંજનને લગતી અવનવી ચીજોની દુકાનો આકર્ષણ જમાવે છે. → પ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે કાર્તિકેય સ્વામીનું મંદિર આવેલું છે. આ મેળામાં સ્વજનોના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી નદીમાં પૂર્વજોની યાદમાં દીવડા તરતા મૂકવામાં આવે છે. 3. તરણેતરનો મેળો : ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આવેલા (સરાણિક અને → ભાદરવી સુદ ત્રીજથી શરૂ થતાં આ મેળામાં ટીટોડો, ગરબા, દુહા છંદ અને હૂડારાસની રમઝટ જોવા મળે છે. “યુવાન પ્રેમીઓના મિલનસ્થળ તરીકે પણ આ મેળો ખ્યાતિ પામ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008થી પશુ પ્રદર્શન મેળાનું પણ આયોજન કરાય છે. આમ, મેળાઓ આખો દિવસ મહેનત કરતાં માનવીના જીવનમાં વૈવિધ્ય લાવી એના હૈયાને હળવું બનાવી આનંદથી ભર્યું-ભાદર્યું બનાવે છે.
Hammasini ko'rsatish...
👍 9
Share 5_6233101344501141423.pdf
Hammasini ko'rsatish...
👍 2
00:27
Video unavailableShow in Telegram
🔥 7👍 3
01:01
Video unavailableShow in Telegram
UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે .. લાવી રહ્યાં છીએ સ્પેશિયલ સિરીઝ .. ➡️ By ડૉ. વિભા ત્રિવેદી મેડમ ──────────────────── ╭──────────────────╮    UPSC - Compulsory/Optional        ગુજરાતી માટે સમગ્ર ગુજરાતમાં        ✨ One Stop Solution.╰──────────────────╯                   ⌨️⌨️⌨️⌨️⌨️⌨️ ⌨️⌨️⌨️⌨️            ❤️ જોડાયેલા રહો           @VidyadarshiOfficial સાથે 💙
Hammasini ko'rsatish...
🔥 2
21)સોક્રેટિસ નવલકથા ના સર્જક કોણ છે.➖ દર્શક 22)હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પંક્તિ કયા કવિની છે.➖ કલાપી 23)સરસ્વતીચંદ્ર ના રચયિતા કોણ છે. ➖ગોવર્ધનરામ ત્રિપાઠી 24)સફારી ક્યાં વિષયનું પાક્ષિક છે. ➖વિજ્ઞાન 25)દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે.➖ ગુણવંત શાહ 26)છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહ કયા કવિનો છે.➖ રમેશ પારેખ 27)જનનીની જોડ સખી નહી... રચયિતા કોણ છે.➖ કવિ બોટાદકર 28)નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે.➖ બ.ક ઠાકોર 29)સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ શું છે.➖ કલાપી 30)ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે. ➖સંસ્કૃતિ 31)કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે. ➖ગુજરાત સાહિત્ય સભા 32)આદિ કવિ તરીકે કોણ જાણીતું છે. ➖નરસિંહ મહેતા 33)એવા રે અમે એવા પુસ્તકના લેખક કોણ છે.➖ વિનોદ ભટ્ટ 34)પન્નાલાલ પટેલ ની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. ➖માનવી ની ભવાઈ 35)જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું પ્રતિજ્ઞા કોણે લીધી હતી.➖ પ્રેમાનંદ 36)લાભ શંકર ઠાકર નું ઉપનામ શું છે. ➖પુનવસુ 37)નળાખ્યાનની રચના કોણે કરી. ➖પ્રેમાનંદ 38)મળેલા જીવ કોની કૃતિ છે. ➖પન્નાલાલ પટેલ 39)ઉશનસ ઉપનામ કયા સર્જકનું છે. ➖નટવરલાલ પંડ્યા 40)વૈષ્ણવજન તો તેને કહીએ આ પંકિત કયા કવિની છે.➖ નરસિંહ મહેતા
Hammasini ko'rsatish...
👍 6
વિધાર્થીઓ તમારા માટે મુખ્ય પરીક્ષાની તૈયારીઓ કરવા કંઈક ખાસ
Hammasini ko'rsatish...