cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

ભારત સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ ના આદર્શ વિચારોનું પ્રગટીકરણ કરતું ગ્રુપ અહીં ગ્રુપ માં દરરોજ ના એક થી બે જ મેસેજ કરીએ છીએ રવિવારે આપણે ગ્રુપ માં કોઈજ મેસેજ કરતા નથી. રવિવાર એટલે પરિવાર સાથેનો દિવસ

Ko'proq ko'rsatish
Reklama postlari
780
Obunachilar
-124 soatlar
+17 kunlar
+2430 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Very important for life. કમાઈને ખાવું એ કંઈ મોટી વાત નથી, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં એક સાથે બેસીને પ્રેમથી હસતાં હસતાં ખાવું એ બહુ મોટી વાત છે. જુના કાળમાં લોકો ભેગા રહેવામાં પ્રયત્નશીલ રહેતા, આજના કાળમાં લોકો ભેગું કરવામાં વ્યસ્ત રહે છે. જ્યાં સૂર્ય નાં કિરણો છે ત્યાં પ્રકાશ હોય છે. જ્યાં પ્રેમની પરિભાષા છે ત્યાં પરિવાર હોય છે. જીવનની સાર્થકતા પોતાને પ્રેમાળ અને પ્રસન્ન રાખવામાં અને બીજાની ખુશી અને આનંદનું કારણ બનવામાં છે. વહેવારમાં નીતિ રહેવામાં સ્થિતિ ખર્ચવામાં પરિસ્થિતિ અને વીતેલી આપવીતિ કદી ભૂલવી નહિ. Honest Relations are Just like Water No colour No flavour No shape No taste No space Only Adjustment and Maintaining Level. Both are Very important for Life. 👏👏👏
Hammasini ko'rsatish...
👍 2👏 1
*शिक्षा क्षयं गच्छति कालपर्ययात्* *सुबद्धमूला निपतन्ति पादपाः।* *जलं जलस्थानगतं च शुष्यति* *हुतं च दत्तं च तथैव तिष्ठति।।* સમયની સાથે વિદ્યાનો ક્ષય થઈ જાય છે, મજબૂત મૂળથી જકડાયેલું વૃક્ષ પણ ધારાશાયી થઈ જાય છે, જળાશયમાં રહેલું પાણી પણ સમયની સાથે કાલાન્તરે સુકાઈ જાય છે, પરંતુ યજ્ઞની અગ્નિમાં સમર્પિત આહૂતિ અને હાથથી આપેલું દાન ક્યારેય પણ નષ્ટ થતું નથી.. તે સદૈવ શાશ્વત રહે છે. 👏👏👏
Hammasini ko'rsatish...
👍 2
Mind is a Flexible Mirror. Adjust it to see a Better World. સ્વાર્થ વગર કોઈ ઇશ્વર સાથે પણ સંબંધ રાખતું નથી. એકાવન રૂપિયાના પ્રસાદમાં સંસારનું બધું સુખ માગી લે છે અને એ પણ માનતા રાખેલું કામ ફળે ત્યારે જ પ્રસાદ ધરાવે છે. ભગવાન સાથેનો સંબંધ આવો હશે તો આજના કાળમાં દુન્યવી સંબંધ કેવા હશે એ વિચારી જુઓ. કોઈ જાતનો સ્વાર્થ, કોઈ અપેક્ષા, કોઈ સંબંધ, કોઈ માગણી કે કોઈ મુલાકાત વિના યાદ કરવાવાળા સદ્ ભાગ્ય હોય તો જ મળે. Mind is a Flexible Mirror. Adjust it to see a Better World. 👏👏👏
Hammasini ko'rsatish...
👏 3👍 1 1
આવો પક્ષીઓ પાસેથી કંઈક શીખીએ પક્ષીઓ રાત્રે કશું જ ખાતા નથી. તેઓ રાત્રે ફરવા પણ જતા નથી. તેઓ પોતાના બચ્ચાઓને સાચા સમયે સાચી સમજણ પણ આપે છે. પક્ષીઓ ઠુસી ઠુસીને ક્યારેય ખાતા નથી. તમે કેટલા પણ દાણા નાખ્યા હોય પણ તે થોડાક જ ખાઈને ઉડી જતા હોય છે. અને પોતાની સાથે લઈ પણ નથી જતા. રાત થતા જ તેઓ સુઈ જાય છે. સવાર થતા જલદી ઉઠી પણ જાય છે. અને એ પણ રડતા રડતા નહીં પણ સરસ મજાના ગીત ગાતા ગાતા ઉઠતા હોય છે. તેઓ પોતાના શરીર પાસે બહુ જ કામ લેવડાવતા હોય છે. રાત શિવાય તેઓ ક્યારેય આરામ પણ નથી કરતા. જો તેમની જેમ આપણે પણ કામ કરીએ તો હૃદય કિડની અને લીવર આ બધાના રોગ પણ ન થાય. પોતાનો આહાર તેવો ક્યારેય બદલતા પણ નથી. બીમારી આવે તો તેઓ પોતાનું ખાવાનું છોડી દેતા હોય છે. અને જ્યારે સાજા થાય ત્યારે જ ખાવાની શરૂઆત કરતા હોય છે. પોતાના બાળકોને તેઓ ભરપૂર પ્રેમ આપતા હોય છે. પક્ષીઓ પ્રકૃતિ પાસેથી એટલું જ લે છે જેટલી તેમને જરૂર છે. આપણે ભણેલા-ગણેલા ડિગ્રીધારી માણસોએ આ પક્ષીઓ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. 👏👏👏
Hammasini ko'rsatish...
👍 5👏 3 2
પ્રયત્ન ના અંતે તો ધોધ નીચેના પથ્થર માં પણ ખાડા પડે...... આજથી ૧૦ વર્ષ પહેલાં ૨૦૧૪માં ધોરાજીની ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે મારું વ્યાખ્યાન હતું. જુદા જુદા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક રહેલી છે એ વાત કરતી વખતે મે UPSC અંગે પણ વાત કરી અને આ પરીક્ષા દ્વારા ભારત સરકારના ઉચ્ચ હોદા પર પહોંચવું અઘરું નથી એ અંગે ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓને સમજાવ્યું. સામે બેઠેલા વિદ્યાર્થીઓમાં ૯માં ધોરણમાં અભ્યાસ કરતી કંચન ગોહિલે પણ આ વાત સાંભળી. માત્ર ૧૪ વર્ષની ઉંમરે બીજી તો વધુ ખબર ન પડે પણ એના મગજમાં UPSC નામનું બીજ રોપાઈ ગયું. કંચન ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની વતની. પિતા ખેતી કરે એટલે ઘરની પરિસ્થિતિ પણ સામાન્ય હતી. પિતાએ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે એને ધોરાજી હોસ્ટેલમાં ભણવા મોકલેલી. ધોરણ ૧૨ સાયન્સ પુરુ કર્યુ ત્યાં સુધીમાં કંચનના મનમાં વવાયેલું પેલું UPSCનું બીજ અંકુરિત થયું. ઈન્ટરનેટના માધ્યમથી UPSC અંગેની બધી માહિતી મેળવી અને હવે UPSC પાસ કરીને ભારત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવું છે એવો સંકલ્પ કર્યો. ઘણા લોકોને કદાચ એવું લાગ્યું હશે કે આપણા જેવા ગામડાના સામાન્ય માણસો આવી પરીક્ષા પાસ ન કરી શકે પણ કંચનનું ધ્યેય હવે સ્પષ્ટ હતું. એના માતા - પિતાએ કંચનને જે કરવું હોય એ કરવાની છૂટ આપી. સાયન્સની આ દીકરીએ આર્ટસના વિષય સાથે અમદાવાદમાં કોલેજ શરૂ કરી. કોલેજની સાથે સાથે જ UPSCની પરીક્ષાની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી. કોલેજ પૂરી કરીને SPIPAમાં એડમિશન મેળવી પરીક્ષાની તૈયારીમાં જાત હોમી દીધી. પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહી પણ હિંમત હાર્યા વગર ફરીથી તૈયારીમાં લાગી ગઈ. આ વર્ષે થોડા સમય પહેલા જાહેર થયેલા UPSCના પરિણામમાં સફળ ઉમેદવારોની યાદીમાં કંચન ગોહિલનું નામ પણ આવ્યું. ગ્રામ્ય વિસ્તારના સામાન્ય પરિવારની આ દીકરીએ ભારત દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા માત્ર બીજા પ્રયાસમાં જ પાસ કરી લીધી. ૧૦ વર્ષ પહેલાં જે છોકરી વિસ્મયથી તમારું પ્રવચન સાંભળતી હોય અને એના મનમાં UPSCનું બીજ રોપાયું હોય એ જ દીકરીને મળવા માટે એની ચેમ્બરમાં જતા પહેલા પટ્ટાવાળા સાથે ચીઠ્ઠી મોકલાવીને મળવા માટેનો સમય મળે એની રાહ જોવાની કેવી મજા આવે ! કંચન ગોહિલને સફળતા બદલ ખુબ ખુબ અભિનંદન અને એમના માતા પિતાને દીકરીને કારકિર્દી ઘડતર માટેની તમામ સ્વતંત્રતા આપવા બદલ વંદન. 👏👏👏
Hammasini ko'rsatish...
👏 6👍 2 2
આજે અખાત્રીજ છે. વર્ષ દરમ્યાન આવનારા શ્રેષ્ઠ મુહૂર્ત દિવસો માનો એક શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ. જેને અક્ષય તૃતિયા પણ કહેવામાં આવે છે.. અખાત્રીજ એ માત્ર સોનું લેવાનો દિવસ નથી,આજના દિવસે ખાસ કરીને ખેડૂતો પૂજન કરી ને ખેતીકામ નું મુહૂર્ત કરે છે અમારા માટે સૌથી મોટી કોઈ ગર્વ લેવા જેવી વાત હોય તો એ ખેડૂત હોવા અંગે ની છે. કહેવાયું છે કે,,, પૂનમ પછી નો પડવો, ને,અમાસ પછી ની બીજ. વણજોયું ને વણ વિચાર્યું, તેરસ ને ત્રીજ. સાથે સાથે આજે ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતિ હોઈ એમના શ્રી ચરણો માં કોટી કોટી પ્રણામ 👏👏👏
Hammasini ko'rsatish...
👏 5
જીવનમાં વિધાયક દ્રષ્ટિકોણ રાખો.... લગ્ન હોય, પ્રેમ હોય, મિત્રતા હોય કે નોકરી હોય, તેને છોડવા માટેનાં કારણો અને તેમાં રહેવા માટેનાં કારણો હમેશાં મોજૂદ હોય છે. કમાલ એ છે કે રહેવા માટેનાં કારણો, છોડવા માટેનાં કારણો કરતાં શાનદાર અને અધિક હોવાં જોઈએ. કશુંક ગમાડવા માટે એમાં સારું શું છે તે જોતાં આવડવું જોઈએ.  આ વાત જીવનને પણ લાગુ પડે છે; શું નથી તેના કરતાં શું છે તેના પર આપણું ધ્યાન વધી જાય ત્યારે, જીવન જીવવા જેવું બની જાય. આપણે જ્યારે સમસ્યાઓ પર વધુ ધ્યાન આપીએ ત્યારે નિરાશા વધી જાય છે. આપણે જ્યારે સંભાવનાઓ પર ધ્યાન આપીએ છે ત્યારે અવસરો વધી જાય છે. 👏👏👏
Hammasini ko'rsatish...
👏 7👍 2
આજે લોકશાહી નો ઉત્સવ.... પોતાની રેગ્યુલર ફરજ બજાવવી ઉપરાંત ઘર પરિવાર વ્યવહાર સાચવવા... વધારામાં ભારતની રાષ્ટ્રીય ઉત્સવ સમાન ચૂંટણીની અંદર કપરી જવાબદારી નિભાવવી... સતત અજાણા સ્થળોમાં અજાણ્યા લોકો વચ્ચે, પક્ષના માણસો, અધિકારીઓ ને સંતોષ ઉપરાંત અનેક પડકારોનો સામનો કરી સરકારી નોકરીયાતો, શિક્ષકો, બેન્કર્સ, વિગેરે ચૂંટણીની ફરજ નિભાવતા નાના મોટા તમામ કર્મચારીઓ ની રાત દિવસથી મહેનત ખરેખર ધન્યવાદને પાત્ર હોય છે... લોકશાહી પર્વને સફળ બનાવવા માટે જ્યારે તેઓ આટલી આટલી ગજા બહારની જેહેમત ઉઠાવતા હોય ત્યારે આપણે માત્ર મત દેવા જ જવાનું છે. તેથી તે ફરજ બિલકુલ ચૂકવી ન જોઈએ. કમ સે કમ તેઓએ લોહી પસીનો એક કરીને કરેલી દિવસો સુધીની આ જહેમતની કદર કરી ચૂંટણી સાથે જોડાયેલા ચુનાવ પંચ થી માંડીને નાની મોટી તમામ વ્યક્તિઓની નિષ્ઠા ને લક્ષમાં રાખી મતદાન અવશ્ય વહેલાસર કરવું જોઈએ... ભારત જયતું...👏👏👏
Hammasini ko'rsatish...
👍 5
સાચું સુખ સુખ શું કહેવાય તેની જો ખબર ન હોય તો સુખી થવું બહુ આસાન છે, પરંતુ આપણને બીજા જેવા સુખી થવું હોય છે એટલે તે અઘરું થઈ જાય છે. એટલું જ નહીં, બીજા કરતાં વધુ સુખી પણ થવું હોય છે, કારણ કે આપણે બીજાને આપણા કરતાં વધુ સુખી માનતા હોઈએ છીએ. સુખનાં આવાં ઉદાહરણો દુઃખનું કારણ બને છે. બીજા જેવું સુખી થવું અસંભવ છે. આપણે માનીએ છે તેમ, બીજા લોકો એટલા સુખી નથી હોતા જેટલા આપણે તેમને જોઈએ છીએ. એ લોકો સુખી હોવાનો દેખાવ કરે છે. આપણી આજુબાજુ બધા લોકો સતત તેમના સુખી જીવનનું પ્રદર્શન કરતા હોય છે, પણ એ તેમની પૂરી વાસ્તવિકતા નથી. તેમનાં દુઃખ આપણાથી છુપાં હોય છે. ઘણા લોકો ખાવા-પીવા, હસી-મજાક, વસ્ત્રો અને હરવા ફરવાને સુખ ગણી લે છે. અસલી સુખ માનસિકતાનું, વિચારોનું અને લાગણીઓની તંદુરસ્તીનું હોય છે.  જેમ એક વૈભવી કારમાં બેઠેલો માણસ તનથી અને મનથી બીમાર હોઈ શકે છે, તેવી રીતે એક સાઇકલ સવાર મનથી સુખી અને સંતોષી હોઇ શકે છે. આપણે વ્યક્તિના આંતરને સમજવાની ક્ષમતા નથી ધરાવતા એટલે આપણે તેના બાહ્યને તેની અસલિયત ગણી લઈને આપણા આંતરને સમૃદ્ધ કરવા પ્રયાસ કરીએ છીએ. તેનું પરિણામ અનિવાર્યપણે દુઃખમાં આવે છે. 👏👏👏
Hammasini ko'rsatish...
👍 2 2👏 1
એક સરસ વિચાર ફિઝિક્સના વર્ગમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું, "આપણા વાહન માં "બ્રેક" કેમ હોય છે ?" જુદા જુદા જવાબો મળ્યા. "વાહનને રોકવા કરવા માટે" "વાહનની ઝડપ ઘટાડવા માટે" "વાહનની ટક્કર ટાળવા માટે" વગેરે વગેરે... પરંતુ એક જવાબ જુદો હતો, "તમને ઝડપથી વાહન ચલાવવા માટે સક્ષમ બનાવવા !" આ એક વિચાર છે. એક ક્ષણ માની લો કે તમારા વાહનમાં કોઈ 'બ્રેક' નથી, તો તમે તમારા વાહનને કેટલી ઝડપથી ચલાવશો? માત્ર ને માત્ર બ્રેકના કારણે જ આપણે વાહનને વેગ આપવાની હિંમત કરી શકીએ છીએ.. ઝડપથી આગળ વધવાની હિંમત કરી શકીએ છીએ..  જે સ્થાને જઈએ છીએ ત્યાં ઝડપી પહોંચી શકીએ છીએ. જીવનના વિવિધ તબક્કે, આપણી પ્રગતિ, દિશા અથવા નિર્ણય પર આપણા માતાપિતા, શિક્ષકો, મિત્રો અને ઉપરી (બોસ) 'સવાલો' પૂછતા હોય છે.. આપણે તેમને 'અડચણ' માનીએ છીએ અથવા આવા સવાલોને આપણા ચાલુ કાર્ય માટે "બ્રેક" માનીએ છીએ. પરંતુ યાદ રાખો કે, આવા સવાલો (બ્રેક) ને કારણે જ તમે જ્યાં છો, ત્યાં પહોંચ્યા છો, સ્થાપિત થયા છો.  "બ્રેક" વિના તમે દિશા ગુમાવી શકો છો અથવા કમનસીબ અકસ્માતનો ભોગ બની શકો છો. હું મારી બધી કિંમતી "બ્રેક" માટે ઉંડાણપૂર્વક અને નિષ્ઠાપૂર્વક આભારી છું ! આપણી બ્રેક : 🔸 માતા-પિતા 🔸 ગુરૂ ભગવંત 🔸 ભાઈ-બહેન 🔸 જીવનસાથી 🔸 શિક્ષક 🔸 મિત્ર 🔸 હિતેચ્છુ ચાલો આપણે જીવનમાં "બ્રેક" ની પ્રશંસા કરીએ, તેના વિના આપણે ત્યાં ના હોત, જ્યાં આજે છીએ. 👏👏👏
Hammasini ko'rsatish...
👍 4 1