વ્યાકરણ વિહાર ,બિપિન પી. ત્રિવેદી 📖🖋
ગુજરાતી ભાષા ,વ્યાકરણ અને સાહિત્યની જ્ઞાનપ્રાપ્તિ આગામી પરીક્ષાઓમાં આવતા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યની તૈયારી "વ્યાકરણ વિહાર"નામની ટેલિગ્રામ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો https://t.me/BipinTrivediVyakaranviha
Больше24 921
Подписчики
+4224 часа
+4047 дней
+1 83630 дней
- Подписчики
- Просмотры постов
- ER - коэффициент вовлеченности
Загрузка данных...
Прирост подписчиков
Загрузка данных...
Фото недоступноПоказать в Telegram
👌🏻
બવ થાય તો બાધી લેવાય,
પછી ધરાયને કરાય ધોખા,
પણ નો થવાય નોખા,
આપણાં જાયું-ભાયુંથી જોરયા.
🤝🏻
👍 28❤ 9🥰 3
દીર્ઘ 'ઊ'ની જોડણીના નિયમો...(૧)
-----------------------
(૧) એક અક્ષરના અનુસ્વાર વગરના શબ્દોમાં ઊ દીર્ઘ લખવો.
ઉદા.
-----
ગૂ રૂ
જૂ લૂ
થૂ બૂ
છૂ ફૂ
દૂ ભૂ
(૨) બે અક્ષરના શબ્દોમાં પ્રથમાક્ષર ઊ દીર્ઘ લખવો.
ઉદા.
-----
ઊન, ઝૂલો, દૂધ, ફૂલ, ભૂવો
(૩) બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઊ પછી લઘુ અક્ષર આવે તો ઊ દીર્ઘ લખવો.
ઉદા.
-----
ઊભરો, મજૂર, ચબૂતરો, ખેડૂત, તડબૂચ
(ક્રમશઃ)
પ્રસ્તુતિ :
----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
👍 8
વૈકલ્પિક સમાનાર્થી શબ્દોમાં
જોડણીભેદ અને અર્થ - ૪૧
-------------------
૪૦૧) અપજશિયું, અપજસિયું = અપજશ અપાવે એવું; અપજશવાળું
૪૦૨) અપટ, અપ્પટ = મૂર્ખ; બેવકૂફ, રોજ; હમેશ
૪૦૩) અપત, અપત્ય = સંતાન, બાળક
૪૦૪) અપત્ર, અપત્રી = પાંદડા વિનાનું, પાંખ વિનાનું
૪૦૫) અપરમા, અપરમાતા = સાવકી મા
૪૦૬) અપરંપાર, અપાર = પાર વિનાનું; ખૂબ; પુષ્કળ
૪૦૭) અપલક્ષણ, અપલખણ, અપલખ્ખણ, અવલક્ષણ = નઠારું લક્ષણ, દુરાચરણ
૪૦૮) અપવાદક, અપવાદી = અપવાદ કરનારું
૪૦૯) અપવાસ, ઉપવાસ = વ્રત કે નિયમ તરીકે ન ખાવું - ઇન્દ્રિયોના ભોગનો ત્યાગ કરવો તે; અનશન
૪૧૦) અપવ્યય; દુર્વ્યય = ખોટું ખરચ; બગાડ
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત
જિલ્લો : આણં
👍 3
હ્રસ્વ 'ઉ'ની જોડણીના નિયમો...(૨)
-----------------------
(૪) પ્રાથમિક (મૂળ) શબ્દો પરથી નવા ઘડાતા શબ્દોમાં પ્રથમાક્ષર દીર્ઘ ઊ હોય તો નવા બનેલા શબ્દમાં હ્રસ્વ ઉ લખવો.
ઉદા.
-----
ઊઠ - ઉઠાવ
મૂલ - મુલવણી
ભૂલ - ભુલામણી
ચૂક - ચુકવણી
બૂમ - બુમરાણ
(૫) ધાતુ પરથી બનતા પ્રેરક અને કર્મણિ રૂપોમાં ધાતુની મૂળ જોડણીમાં પ્રથમાક્ષર દીર્ઘ ઊ હોય તો નવા બનતા શબ્દમાં હ્રસ્વ ઉ લખવો.
ઉદા.
-----
ઊઘડવું - ઉઘાડવું, ઉઘડાવવું
ઘૂમવું - ઘુમાવવું, ઘુમડાવવું
ઊઠવું - ઉઠાડવું, ઉઠાવડાવવું
દૂઝવું - દુઝાવવું, દુઝાવડાવવું
સૂવું - સુવાડવું, સુવડાવવું
નોંધ :
-----
ધાતુનાં આવાં રૂપોના પ્રથમાક્ષર પર અનુસ્વાર હોય તો નવા બનતા શબ્દના પ્રથમાક્ષરમાં કોઈ ફેરફાર થતો નથી.
જેમ કે,
ઘૂંટવું - ઘૂંટાવવું, ઘૂંટાવડાવવું
ગૂંથવું - ગૂંથાવવું, ગૂંથાવડાવવું
ચૂંથવું - ચૂંથાવવું, ચૂંથાવડાવવું
ભૂંકવું - ભૂંકાવવું - ભૂંકાવડાવવું
(૬) તદ્ભવ શબ્દોમાં અંત્ય ઉ (સાનુસ્વાર કે નિરનુસ્વાર) હ્રસ્વ લખવું.
ઉદા.
-----
તું, જુદું, બારણું, લાડુ, તમાકુ
(૭) જોડાક્ષરવાળા શબ્દોમાં જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં ઉ હ્રસ્વ લખવો.
નોંધ :
-----
અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક જેવો થતો હોય તો તે પણ જોડાક્ષર
ગણવો.
ઉદા.
-----
(અ)
ઉચ્છવ, ડુક્કર, ભુક્કો, ભુસ્કો, ચુસ્ત
(બ)
ઉંમર, ચુંબન, લુંગી, મુંબઈ, તુંબડી
(પૂર્ણ)
પ્રસ્તુતિ :
----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
👍 3
વૈકલ્પિક સમાનાર્થી શબ્દોમાં
જોડણીભેદ અને અર્થ - ૪૦
-------------------
૩૯૧) અન્નક્ષેત્ર, અન્નછત્ર, અન્નસત્ર = સંત, સાધુ, વટેમાર્ગુ, ગરીબો વગેરેને જ્યાં અન્નદાન અપાતું હોય તે સ્થળ; સદાવ્રત
૩૯૨) અન્નજલ, અન્નજળ, અન્નપાણી, અન્નપાન, અન્નોદક, અંજળ, અંજળપાણી, આબોદાના = દાણોપાણી, ઋણાનુબંધ; લેણાદેણી
૩૯૩) અન્નદેવ, અન્નદેવતા = અન્નરૂપી દેવ
૩૯૪) અન્યદેશી, અન્યદેશીય = બીજા દેશનું; પરદેશી
૩૯૫) અન્યભૃત, અન્યભૃતા = અન્ય દ્વારા પોષાતું (પંખી) – પરભૃત, પરભૃતા; કોયલ
૩૯૬) અન્વિત, અન્વીત = યુક્ત, જોડાયેલું, ગ્રસ્ત; સપડાયેલું
૩૯૭) અપકર્મ, અપકાર્ય, અપકૃતિ, અપકૃત્ય, અપક્રિયા = ખરાબ કામ; દુરાચરણ
૩૯૮) અપકારક, અપકારી = અપકાર કરનારું
૩૯૯) અપખો, અબખો, અભખો = અણગમો; અરુચિ; અભાવો
૪૦૦) અપછરા, અપ્સરા = સ્વર્ગની વારાંગના,
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત
જિલ્લો : આણંદ
👍 7
પાઠ્યપુસ્તક આધારિત શબ્દસમૂહ
પેઢીનો મુખ્ય ગુમાસ્તો/મુખ્ય કારકુન- મુનીમ
ભલું ઇચ્છનાર - હિતેચ્છુ
પારો, સીસું અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો - સિંદૂર
શોકમાં પડેલું- વિષાદગ્રસ્ત
હરાવી ન શકાય તેવું- અપરાજેય
જેનો ઈલાજ ન હોય તેવું - અસાધ્ય
સાડલાનો લટકતો છેડો - પાલવ
પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ -ઝંઝા
જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ - ત્રિભેટો
👍 22❤ 3
પાઠ્યપુસ્તક આધારિત શબ્દભંડોળ
ધમળો - બળદ કે વાછરડો
જીવણ - ઈશ્વર
પીંજણી - પૈડા પરનું ઢાંકણ
અમરાપર - સ્વર્ગ
લાટી - લાકડાની વખાર
કુંજ - ઝાડ અથવા વેલાના પાંદડાંથી થયેલી ઘટા
પેખવું-જોવું
દીનદયાળ - ગરીબ પર દયા કરનાર
દીનાનાથ - ગરીબના બેલી
ખાળે - અટકાવે
👌 19👍 8❤ 3🔥 3
00:45
Видео недоступноПоказать в Telegram
Video from Trivedi Publication
13.32 MB
👍 22❤ 9👏 2🥰 1
Выберите другой тариф
Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.