cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

અતુલ્ય વારસો

ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું મેગેઝીન.

Больше
Рекламные посты
1 471
Подписчики
+224 часа
+77 дней
+1330 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

નમસ્કાર મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ ખાતે હેરિટેજ વોકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે હાલમાં પણ સફળતાપૂર્વક ચાલે છે. હેરિટેજ વૉક એટલે અસ્મિતા યાત્રા. જો આપે આ યાત્રા ન કરી હોય તો ટીમ *અતુલ્ય વારસો* તરફથી આગામી રવિવારે તેનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ફોર્મ ભરીને આપ જોડાઇ શકો છો. *હેરીટેજ વોક @ અમદાવાદ* _તા. ૩૦/૦૬/૨૦૨૪_ _સવારે ૦૭:૩૦ કલાકે થી_ *વોક પ્રારંભ સ્થાન: કાલુપુર સ્વામીનારાયણ મંદિર, કાલુપુર* રજીસ્ટ્રેશન માટેની લિંક: https://forms.gle/MEf2Y7wMvgpuBiob9 *નોંધ:* _૧. વોક માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે._ _૨. દરેક વ્યક્તિએ ૦૭:૨૦ સુધીમાં નક્કી કરેલ સ્થળ પર પહોચવાનું રહેશે_ _૩. વોક સવારે ૦૭:૩૦ વાગ્યે શરુ થઇ જશે_ _૪. પેમેન્ટ એડવાન્સમાં કરવાનું રહેશે_ _૫. અનિવાર્ય સંજોગો કે વરસાદના કારણે વોક કેન્સલ કરવાની સત્તા *અતુલ્ય વારસો* ની રહેશે._ _૬. વોક પૂર્ણ થયા બાદ ચા- નાસ્તો કરવામાં આવશે._
Показать все...
Heritage Walk of Ahmedabad

નમસ્કાર મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ ખાતે હેરિટેજ વોકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે હાલમાં પણ સફળતાપૂર્વક ચાલે છે. હેરિટેજ વૉક એટલે અસ્મિતા યાત્રા. જો આપે આ યાત્રા ન કરી હોય તો ટીમ અતુલ્ય વારસો તરફથી આગામી રવિવારે તેનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ફોર્મ ભરીને આપ જોડાઇ શકો છો. હેરીટેજ વોક @ અમદાવાદ તા. ૩૦/૦૬/૨૦૨૪ સવારે ૦૭:૩૦ કલાકે થી વોક પ્રારંભ સ્થાન: કાલુપુર સ્વામીનારાયણ મંદિર, કાલુપુર રજીસ્ટ્રેશન ફી: ૩૦૦/- (કયુઆર કોડ કે યુ.પી.આઈ. આઈડી દ્વારા પેમેન્ટ કરવું) (હેરીટેજ વોક ગાઈડ ફી અને ચા-નાસ્તા સાથેના) નોંધ: ૧. વોક માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. ૨. દરેક વ્યક્તિએ ૦૭:૨૦ સુધીમાં નક્કી કરેલ સ્થળ પર પહોચવાનું રહેશે ૩. વોક સવારે ૦૭:૩૦ વાગ્યે શરુ થઇ જશે ૪. પેમેન્ટ એડવાન્સમાં કરવાનું રહેશે ૫. અનિવાર્ય સંજોગો કે વરસાદના કારણે વોક કેન્સલ કરવાની સત્તા અતુલ્ય વારસોની રહેશે. ૬. વોક પૂર્ણ થયા બાદ ચા- નાસ્તો કરવામાં આવશે.

શું આપ હેરિટેજ પ્રેમી છો? શું આપ અતુલ્ય વારસો સાથે જોડાવવા માંગો છો, ગુજરાતમાં થતી વિવિધ હેરિટેજ પ્રવૃતિઓમાં ભાગ લેવા માંગો છો? તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ આપ સહભાગી થઈ શકો છો. Link: https://chat.whatsapp.com/Bt5u6k1C7Ji9uTi6nLK5IA
Показать все...
Atulya Varso Gujarat

WhatsApp Group Invite

👍 2
નમસ્તે મિત્રો, રાજ્યભરમાં થતી વિવિધ હેરિટેજ અને કલા વિષયક માહિતી મેળવવા તથા કાર્યક્રમોમાં જોડાવવા માટે આપ અમારા અતુલ્ય વારસો વોટસએપ ગ્રુપમાં નીચેની લિંક દ્રારા જોડાઈ શકશો. આભાર Link: https://chat.whatsapp.com/Bt5u6k1C7Ji9uTi6nLK5IA
Показать все...
Atulya Varso Gujarat

WhatsApp Group Invite

*અતુલ્ય વારસો ટોક શો* નમસ્તે, જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડૉ. હિરેન શાહ હેરિટેજ પ્રેમીઓમાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને એ છે તેમના વિશેષ સંગ્રહ અને હાઉસ મ્યુઝિયમ માટે. ખાસ કરીને તેઓનો તાળાનો સંગ્રહ વિશેષ છે. તેઓની વિશેષ યાત્રાને અનુલક્ષીને ટીમ અતુલ્ય વારસો દ્વારા *ટોક શો* તૈયાર કરવામાં આવ્યો છે. જે અતુલ્ય વારસો યુટ્યુબ ચેનલ પર આજે સાંજે ૦૮:૦૦ વાગ્યે પ્રીમિયર નિહાળી શકશો. #talkshow #atulyavarso https://youtu.be/tlCzNVdxb_g?si=WHSzdnPo-YdIzZsQ
Показать все...
Talk Show | Dr. Hiren Shah | Houseum | Atulya Varso | Antique Collector | Lock Musuem

જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડૉ. હિરેન શાહ હેરિટેજ પ્રેમીઓમાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને એ છે તેમના વિશેષ સંગ્રહ અને હાઉસ મ્યુઝિયમ માટે. ખાસ કરીને તેઓનો તાળાનો સંગ્રહ વિશેષ છે. તેઓની વિશેષ યાત્રાને અનુલક્ષીને ટીમ અતુલ્ય વારસો દ્વારા *ટોક શો* તૈયાર કરવામાં આવ્યો છે. જે આપ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. #talkshow #atulyavarso Nestled away in the sprawling, antique-filled home of Dr Hiren Shah and Dr Namita Shah in the western Indian city of Ahmedabad, Gujarat, is the Lock Museum, a unique display of more than 2,000 locks from more than 50 countries. Ranked among one of the world’s largest collections of locks, the displays have been collected by the peripatetic doctors from their frequent trips abroad. At the museum’s entrance – accentuated by an antique carved door and windows – visitors are greeted by paintings of Ahmedabad locksmiths, who still use hand-held tools. A flight of stairs takes visitors down to a capacious basement filled with hundreds of locks and keys. German locks from the early 20th century, those crafted during the time of India’s struggle for freedom, Chinese and American locks, as well as several others sourced from flea markets and used goods outlets, have pride of place. There’s even a separate section with 500 trick locks that require a special skill to operate. #atulyavarso #travel #ahmedabad #lockmusuem #antique Music Reference -

https://youtu.be/0BIaDVnYp2A?si=1OJ9H7Sv_1k6wxtl

ગુજરાત પૌરાણિક સમયથી વિશ્વના દેશો સાથે વ્યાપાર સાથે સંકળાયેલું છે, ભારતના વિવિધ પ્રદેશોના લોકો વ્યાપાર અર્થે ગુજરાતથી વિશ્વના દેશોમાં મુસાફરી કરતા હતા. ગુજરાતના એવા કેટલાય નગરો છે જે વ્યાપારના મુખ્ય બજારો હતા અને કેટલાક વ્યાપારીઓ મકાનો બનાવીને ગુજરાતના વિવિધ નગરોમાં સ્થાયી થયા હતા, સમય જતા આ નગરોનું સ્થાન બીજા નગરોએ લીધું અને ધીરે ધીરે આ જગ્યાઓ ખાલી થવા લાગી, જેમાંના કેટલાક નગરોમાં તેમના ખાલી મકાનો જોઈ શકાય છે. #Atulyavarso
Показать все...
2
ટીમ અતુલ્ય વારસો દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે વિવિધ વિભાગોમાં શુભેચ્છા મુલાકાત કરાઇ હતી, જેમાં આર્કીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંહ રાવતજી, મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમના ડાયરેક્ટર જનરલ મીનાક્ષી સક્સેનાજી, નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના ચેરમેન કિશોર મકવાણાજી તથા સિનિયર આર્કીટેક્ટ દિવય ગુપ્તાજી સાથે વિવિધ વિષયો પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી, જેમાં ભારતના પશ્ચિમ ભાગમા હેરિટેજ ટુરિઝમ, રૂરલ ટુરિઝમ, હેરિટેજ શિક્ષણ, પબ્લિક અવેરનેસ, ગુજરાતમાં વોટર કોન્ઝર્વેશન વિગેરે જેવી બાબતો પર આવનાર સમયમાં કામગીરી હાથ ધરવામાં અંગે અને તેને આનુસાંગિક આયોજનો કરવાનું નિયત થયું તથા અતુલ્ય વારસો સામયિકનું ભવિષ્યમાં અંગેજી પ્રકાશન કરવામાં આવે તેવી માંગ કેન્દ્રનાં વિવિધ મહાનુભાવો થકી કરવામાં આવી જે થકી રાજ્યનો વારસો વિશ્વસ્તરે પહોચાડી શકાય, જે અંગે ટીમ અતુલ્ય વારસો ટૂંકમાં આયોજન કરશે. કેન્દ્રની હકારાત્મક મુલાકાતો ટીમ અતુલ્ય વારસોની આગામી કામગીરીને વેગ આપશે તેવી અમોને આશા છે. #Atulyavarso #Heritage #Gujarat
Показать все...
00:58
Видео недоступноПоказать в Telegram
જુઓ અને જાણો ડૉ. હિરેન શાહના હાઉસ મ્યુઝિયમ (હાઉઝિયમ) ને… તેઓએ તેમના ઘરને એક મ્યુઝિયમ તરીકે ડિઝાઈન કર્યું છે. એટલે જ તેઓ કહે છે કે અમે ઘરમાં નહીં પરંતુ મ્યુઝિયમમાં રહીએ છીએ. તેમની પાસે તાળાઓ, ગણેશજી, હુક્કા, મોર, ગાય અને પઝલનો ખજાનો છે. તો આજે સાંજે ૮ વાગ્યે અતુલ્ય વારસો યુટ્યુબ ચેનલ પર. #Atulyavarso #Heritage #Houseum #House #Museum #Gujarat #Collection #Travel #Explore #Cow
Показать все...
IMG_0874.MP411.36 MB
🔥 1
ગુજરાતમાં પૌરાણિક સમયમાં વરસાદ ઓછો થતો હોવાને કારણે તથા દરિયાઈ વ્યાપારમાં સંકળાયેલા વટેમાર્ગુઓ માટે અહીં જળ સ્થાપત્યો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મધ્ય ગુજરાતના વડોદરાના સેવાસી ગામમાં પણ ૫૩૮ વર્ષ જૂની પૌરાણિક વાવ આવેલી છે, જે જે તે સમયે મુસાફરોની તરસ છીપાવતી હશે. #Vadodara
Показать все...
👍 4 1
ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ ! સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મીનળદેવી લોક સેવા માટે ખૂબ કાર્યરત હતા, તેમણે લોકો માટે ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં વાવ, તળાવ, કુવા..વગેરે બંધાવ્યા હતા. ધોળકામાં તળાવ બંધાવતી વખતે એક ગરીબ બાઈનું ઝૂંપડું વચ્ચે આવતું હતું, પણ એ બાઈની તેમના ઘર પ્રત્યેની મમતાને કારણે આ તળાવની એક તરફ ખાંચો પાડવા દઈ તળાવ બંધાવી પોતાની ન્યાયપ્રિયતા સાબિત કરી. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મીનળદેવી લોક સેવા માટે ખૂબ કાર્યરત હતા, તેમણે લોકો માટે ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં વાવ, તળાવ, કુવા..વગેરે બંધાવ્યા હતા. ગુજરાતનાં ગણ્યાંગાંઠયા સુંદર તળાવોમાં મલાવ તળાવની બાંધણી અગ્રસ્થાને છે. આ તળાવ ઈ.સ. ૧૦પ૦ માં બંધાયું હોવાનો અંદાજ છે. આ તળાવનું ક્ષેત્રફળ ૪૬ એકર છે અને વ્યાસ ૪૦૦ વાર છે. એની બાંધણી પાટણના સહસ્ત્રલિંગ અને વિરમગામના મુનસર તળાવને મળતી આવે છે.
Показать все...
👍 7
👍 2 1
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.