ru
Feedback

Не попадитесь на канал ботавода! Telemetrio находит и помечает такие каналы 👉 Хотите видеть метку — оформите подписку

CCE (A) Ethics & PubAd with Arpan sir

CCE (A) Ethics & PubAd with Arpan sir

Открыть в Telegram

Sahastra IAS ના સ્થાપક અર્પણ સરની CCE Group A Mains Exam માટે નવી પહેલ. હેતુ: આજે રિલ્સ અને ફેક મોટીવેશન વાતોના કારણે શિક્ષણ વિદ્યાર્થી માટે બોરિંગ અને ભારણ બની ગયું છે ત્યારે તેને રસપ્રદ, આશાસ્પદ અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડે તેવું બનાવવું.

Больше
Страна не указанаКатегория не указана
368
Подписчики
Нет данных24 часа
+57 дней
+530 дней
Архив постов
મારા ભૂતકાળના અનુભવ પરથી લખી રહ્યો છું.... આજે પણ સંપૂર્ણપણે પાળી નથી શકતો પણ પ્રયત્ન ચોક્કસ કરું કે આવનારા સમયમાં એને પૂર્ણતઃ પાળી શકું... 👇
મધર્સ ડે
આજે મધર્સ ડે ના દિવસે જે લોકોએ whatsapp માં એમના માતૃશ્રી સાથે નો ફોટો મૂક્યો છે એમને એક વાત યાદ અપાવવી છે કે ... આવતીકાલે જો તમારા મમ્મી કોઈ કામ કરવાનું કહે તો... એવું ન કહેતા કે મમ્મી મારી પાસે ટાઈમ નથી...! તમે તમારી રીતે કરી લો ને...! બાકી મારા અભિપ્રાયમાં માં માટે કોઈ એક જ દિવસ ના હોય... જેના થકી આપણો સમય હોય એના માટે કોઈ એક દિવસ સીમિત ન કરી શકાય. અર્પણ 🙏

CCE નો કોડ Sahastra IAS ની એપ્લિકેશનમાં બતાવતો નહીં હોય તો ચિંતા ન કરો એના અનુસંધાનમાં 21 April થી કંઈક નવું જ લાવી રહ્યા છીએ. હું હાલમાંUPSC CSE - Pre ના સ્ટુડન્ટ્સ માટે રિવિઝન બેચ લઈ રહ્યો છું. વર્તમાનમાં અગાઉ લેવાયેલી જે પરીક્ષાઓ છે એના પેપર મેળવી લીધા છે અને એના આધારે વિસ્તૃતમાં અભ્યાસ કરીને નવી જ ઉર્જા સાથે કંઈક આવવાનું છે જે તમને બધાને મોજ પડાવી દેશે. અર્પણ 🙏

કોર્સ લોન્ચ થઈ ગયો છે અને તેમાં 10 કલાકનું કન્ટેન્ટ પણ ઉમેરાઈ ગયું છે... Sahastra IAS https://play.google.com/store/apps/deta
કોર્સ લોન્ચ થઈ ગયો છે અને તેમાં 10 કલાકનું કન્ટેન્ટ પણ ઉમેરાઈ ગયું છે... Sahastra IAS https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic આપણી એપ્લિકેશનમાં લોગઈનમાં ... ઈમેલ આઇડી થી લોગીન કરશો તો નહીં થાય ફોન નંબરથી જ લોગઇન કરવું પડશે. નામ અને ફોન નંબર નાખ્યા બાદ જ્યારે ઇમેલ આઇડીનો વિકલ્પ આવે ત્યારે એ વિકલ્પને સ્કિપ કરી દેવાનો એટલે આપ લોકો સીધા જ કોર્સમાં જતા રહેશો.

આપણી એપ્લિકેશનમાં લોગઈનમાં ... ઈમેલ આઇડી થી લોગીન કરશો તો નહીં થાય ફોન નંબરથી જ લોગઇન કરવું પડશે. નામ અને ફોન નંબર નાખ્યા બાદ જ્યારે ઇમેલ આઇડીનો વિકલ્પ આવે ત્યારે એ વિકલ્પને સ્કિપ કરી દેવાનો એટલે આપ લોકો સીધા જ કોર્સમાં જતા રહેશો.

આવતીકાલે રાત્રે 9:00 વાગ્યે Sahastra IAS આપણો કોર્સ લોન્ચ થઈ જશે. વધુ વિગત સવારે ગ્રુપમાં મૂકી દઈશ. આભાર 🙏🙏

આપ લોકોમાંથી કોઈપણ વ્યક્તિ કે આપ લોકોનું પરિચિત હોય એવું કોઈ વ્યક્તિ AMC - Sahayak Food Safety Officer ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોય તો એમની સાથે શેર કરશો. કુલ 100 માર્કના પેપરમાં 90 માર્કના કાયદા છે... અને કાયદામાં આપણો રેકોર્ડ તમે જાણો જ છો. આભાર 🙏

આપ લોકોને જણાવ્યું છે એમ સમગ્ર કોર્સમાં દરેક ટૉપિકમાં પ્રેક્ટિકલ ઉદાહરણ આપીને જ સમજૂતી આપીશ એટલે ફાઇનલ... Glimpses of Public
+2
આપ લોકોને જણાવ્યું છે એમ સમગ્ર કોર્સમાં દરેક ટૉપિકમાં પ્રેક્ટિકલ ઉદાહરણ આપીને જ સમજૂતી આપીશ એટલે ફાઇનલ... Glimpses of Public Administration in Upcoming Course.

ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં ખેતીના સંબંધિત કન્ટેન્ટને જ્યારે રિવાઇઝ કરીને અપડેટ કરી રહ્યો છું ત્યારે એક વિચાર આવ્યો છે. "આપણે જેને so called agricultural economists કહીએ છીએ તેવા લોકો.. ખેતીને ટકાઉ વાણિજ્ય પ્રવૃત્તિ બનાવવા હેતુથી કોર્પોરેટ ફાર્મિંગ પર ધ્યાન આપવાનું કહે છે.. કે જેથી ખેતીને નફાકારક બનાવી શકાય... આ લોજીક મને સમજાતું નથી કે ખેતી પ્રવૃત્તિ ખેડૂત કરે તો પ્રોફીટેબલ નથી અને કોર્પોરેટ કરે તો પ્રોફીટેબલ છે" મારા ખ્યાલથી અહીંયા સવાલ નિયત અને રાજકીય ઈચ્છા શક્તિનો છે... આપ શું વિચારો છો? ચોક્કસથી જણાવશો.

વિદ્યાર્થી મિત્રો, આપ લોકોને જણાવ્યું હતું કે 21 તારીખે આપણો CCE Mains નો કોર્સ આવશે પરંતુ એ નથી આવી શક્યો... આજના દિવસમાં 22 થી 23 વિદ્યાર્થી ભાઇઓ બહેનોના ફોન આવ્યા કે સર કેમ ન આવ્યો? વિદ્યાર્થી મિત્રો, મારી પાસે Sahastra IAS ની એપ્લિકેશન ઓલરેડી છે આમ છતાં પણ હું એક નવી એપ્લિકેશન ડેવલપ કરાવી રહ્યો છું... સામાન્યતઃ Classplus કે AppX જેવી કંપનીઓ પાસે એપ્લિકેશન ડેવલપ કરાવતા હોઈએ ત્યારે તેઓ એકાદ અઠવાડિયામાં એપ્લિકેશન આપી દેતા હોય છે... પરંતુ હું આ નવી એપ્લિકેશન મારા એક જુના સ્ટુડન્ટ પાસે ડેવલપ કરાવી રહ્યો છું, કે જેઓ અગાઉ તૈયારી કરતા હતા પરંતુ કોઈ કારણોસર એમને સફળતા ન મળી, અને જ્યારે તેઓએ મારી પાસે મદદ સ્વરૂપે કામ માંગ્યું તો મેં કીધું કે ચલો તમારી મદદ પણ થઈ જાય અને તમારું સ્વમાન પણ જળવાય એ રીતે આપણે આગળ વધીએ અને આપ મારી નવી એપ્લિકેશન ડેવલપ કરી આપો... કેટલાક એડવાન્સ સુરક્ષા ફિચર્સ સમાવિષ્ટ કરવા હેતુથી વિલંબ થઈ રહ્યો છે. ગઈકાલે એ વિદ્યાર્થીએ મને કહ્યું કે સર મને હજુ બે દિવસ આપો જો હું નહીં કરી શકું તો આપ પોતાની Sahastra IAS એપ્લિકેશનમાં કોર્સ લોન્ચ કરી દેશો... જ્યારે પણ એપ તૈયાર જઈ થશે એ સમયે વિદ્યાર્થીને આપણે માઈગ્રેટ કરી દઈશું... એમને કોઈ પણ સમસ્યા રહેશે નહીં. ઉપરોક્ત વાત રજૂ કરીને હું તમારી સમક્ષ કોઈ જ ઈમોશનલ પીચ કરવા માગતો નથી... જે થયું એમાં હું મારી જ ભૂલ સમજીશ અને એ ન કરી શકવા બદલ હું આપ સૌની માફી પણ માગી રહ્યો છું... જો આપણી આ એપ્લિકેશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં વિલંબ થાય છે તો 26 ફેબ્રુઆરી 2026 ના રોજ આપણો કોર્સ, Sahastra IAS એપ પર લોન્ચ થઈ જશે.... #Promise અર્પણ 🙏

અમેરિકન સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવેલ ટેરીફ વ્યવસ્થાને ગેરકાયદેસર જાહેર કરીને રદ કરવામાં આવી છે... ફરીથી અમેરિકન સુપ્રીમ કોર્ટે સાબિત કરી આપ્યું કે દુનિયામાં એનાથી પાવરફુલ કોર્ટ કોઈ પણ નથી. ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું કેમ જરૂરી છે? એ કદાચ હવે આપણે પણ સારી રીતે સમજી શકીશું.

https://youtube.com/shorts/rXKshRcgHFM?si=Ods_73NHag92QuOW શાસનમાં ઉત્તરદાયિત્વ કેમ જરૂરી છે? એ તમને આ શોર્ટસ જોઈને ખ્યાલ આવશે... મને લાગે છે કે હવે એથીક્સનું પેપર સ્પર્ધાત્મક પરીક્ષામાંથી હટાવી દેવું જોઈએ કારણ કે જે ઉદ્દેશથી તેને લાવવામાં આવ્યું હતું એ ઉદ્દેશ્ય સિદ્ધ થતો જણાતો નથી.

https://youtu.be/FlDd5G7wir4?si=v2NgXIFAT699-jc2 16th FC દ્વારા ભલામણ કરવામાં આવેલ વિવિધ ગ્રાન્ટ અને તેના હેઠળ રકમની ફાળવણી બાબતે લેક્ચરમાં સમજૂતી આપવામાં આવી છે. અગાઉ જ્યારે 15th FC નો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદની GPSC 1-2 ની પરીક્ષામાં ચાર સવાલો આવ્યા હતા.. માટે થોડું ધીરજથી જોશો... આ લેક્ચરમાં એ જ મુદ્દાઓ પરંતુ 16th FC ના અનુસંધાનમાં ચર્ચા કરેલ છે. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, જો આપ લોકોને મારું કન્ટેન્ટ પસંદ આવતું હોય અને આપ એવું માનતા હો કે આ કન્ટેન્ટ બીજા વિદ્યાર્થીને પણ લાભ આપી શકે એમ છે તો આપ લોકો આ કન્ટેન્ટને યોગ્ય વ્યક્તિ સુધી જરૂરથી પહોંચાડશો... મારો વ્યક્તિગત રીતે એક જ સ્વાર્થ છે કે આજે વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ ભૂલી ચૂક્યા છે તેને પુનઃ યાદ અપાવવો અને પ્રસ્થાપિત કરવો... તેમને એક બાબત સ્પષ્ટ કરી આપવી કે તેઓ કોઇ પણ પ્રકારની સફળતા મેળવવા ઈચ્છે તો એ મેળવી શકે છે. અર્પણ 🙏

https://youtu.be/UqJRJ1LSIoo 16th FC દ્વારા ભલામણ કરાયેલ Vertical & Horizontal Distributions ની ભલામણોની સમજૂતી અને સાથે સાથે રાજનીતિ અને અર્થતંત્રમાં કેવા પ્રકારે ગેમ રમાય છે તેની વિગતો પણ સમજાવી છે. અર્પણ🤝 🙏

https://youtube.com/shorts/G4kWKq8htOg?si=iS2--9108mtr4NWl આપ લોકોને અગાઉ પણ કહ્યું હતું અને આજે ફરીથી કહી રહ્યો છું કે હવે આપણે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ કે ' Is AI a new Y2K?' તકની કી વિકાસ માનવ કલ્યાણ માટે અતિ મહત્વપૂર્ણ બાબત છે પરંતુ એ પણ ધ્યાન રાખવું પડશે કે ટેકનોલોજીના નામ કેટલાક પ્રસ્થાપિત હિતો દ્વારા એક સામાન્ય માણસને ધુતવામાં ન આવે... આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંબંધમાં એક માહોલ બનાવવામાં આવી રહ્યો છે કદાચ એવું બને કે ભવિષ્યમાં આવી કેટલીક કંપનીઓ શેરબજારમાં IPO લાવે અને નાના રોકાણકારોની મૂડી ધોવાઈ જાય... વધુ વાત આપણે ઇકોનોમીના કોર્સમાં કરીશું.

16 માં નાણાંપંચની ભલામણો - અર્પણ સર Resilience Education લેકચર જોઈતી વખતે PDF સાથે રાખી શકો એટલે અગાઉથી જ આપી રહ્યો છું. લેકચર થોડીવારમાં આવી જશે. કન્ટેન્ટના અનુસંધાનમાં આપનો અભિપ્રાય આપશો તો અમને ગમશે...🤝 CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા👇 https://t.me/resilienceeducation અર્પણ 🙏🤝

છેલ્લા ઘણા બધા સમયથી વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે AI ની મદદથી તૈયારી કરવી જોઈએ કે નહીં...? એમને એક સરળ લાઈનમાં જવાબ આપીશ... "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી સમજૂતીને વધારે છે સમજૂતી આપતું નથી...અર્પણ". આજે AI આધારિત ફોટાઓ અને શોર્ટ વિડીયો આવી રહ્યા છે... ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે એમાં જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તો તમારા પુસ્તકોમાં પણ છે... બસ ખાલી બેગ્રાઉન્ડમાં થોડા ઘણા ગ્રાફિક્સ આપી દેવામાં આવે એટલે એ કન્ટેન્ટ સુપિરિયર થઈ જતું નથી... પુસ્તક વાંચવાની આળસના લીધે થતા ગેરલાભની ભરપાઈ AI દ્વારા બનાવવામાં આવેલ વિડિયો અને ફોટોથી ક્યારે કરી શકાશે નહીં.

13 તારીખના રોજ 16th નાણાપંચની ભલામણો પર લેક્ચર્સ આવશે... કુલ 3 લેક્ચર્સ આવશે. અર્પણ 🙏