cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

ભારત સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ ના આદર્શ વિચારોનું પ્રગટીકરણ કરતું ગ્રુપ અહીં ગ્રુપ માં દરરોજ ના એક થી બે જ મેસેજ કરીએ છીએ રવિવારે આપણે ગ્રુપ માં કોઈજ મેસેજ કરતા નથી. રવિવાર એટલે પરિવાર સાથેનો દિવસ

نمایش بیشتر
پست‌های تبلیغاتی
799
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+47 روز
+2330 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

જીવનનું ગણિત બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા. 20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ. 20માં માળ પર થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ સરળતાથી આગળ વધી રહ્યા હતા. 40માં માળ પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા. એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય. 60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20 દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને 80માં માળ પર આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર હાથ દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.” જીવનમાં પણ કંઇક આવુ જ બને છે પ્રથમ 20 વર્ષ સુધી આપણે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ છીએ. 20 વર્ષ બાદ અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી. 40 વર્ષ પછી સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય. આમ કરતા કરતા 60 વર્ષ પુરા થાય પછી વિચારીએ કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી. જ્યારે 80 વર્ષે પહોંચીએ ત્યારે સમજાય કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન પુરુ થઇ ગયુ. યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. 80 વર્ષે જે જોઇતું હોઇ એ મેળવવાની શરુઆત 20માં વર્ષથી જ કરી દેવી. 👏👏👏
نمایش همه...
5👍 1👎 1
શારીરિક સુંદરતા અને માનસિક સુંદરતા કોઈનું ધ્યાન ખેંચવા માટે શારીરિક સુંદરતા બહુ કારગત  લક્ષણ છે, પણ એ ધ્યાનને પકડી રાખવા માટે માનસિક સુંદરતા હોવી બહુ જરૂરી છે. શારીરિક આકર્ષણ અસ્થાયી હોય છે, માનસિક આકર્ષણ ચિરસ્થાયી હોય છે. બીજી રીતે કહીએ તો, માનસિક આકર્ષણ વગર શારીરિક આકર્ષણ અધૂરું હોય છે. બંને જોડાયેલા છે અને એકબીજાને બહુ હદ સુધી પ્રભાવિત કરે છે. મોટાભાગના લોકો શારીરિક આકર્ષણ પાછળ અધિક સમય, ઊર્જા અને પૈસા ખર્ચે છે, પણ મનને સુંદર બનાવાની વાત આવે ત્યારે ભાગ્યેજ દરકાર કરે છે. આનું કારણ એ છે કે મન આપણી અંદર હોય છે અને લોકો તેને "જોઈ" શકતા નથી, જ્યારે શારીરિક સુંદરતા પોતાને અને બીજાને બંનેને પ્રકટ સ્વરૂપે દેખાય છે. ત્રીજું, પ્રકૃતિએ સુંદરતા મૂકી છે જ એટલા માટે કે બે જીવ એકબીજાને જોઈને આકર્ષિત થાય, પરંતુ આપણે પશુ જગતમાંથી નિકળીને માનવ જગતમાં રહીએ છીએ, જ્યાં બાકી જીવ જગતના પ્રમાણમાં મનની ભૂમિકા અધિક હોય છે. માણસોમાં, શારીરિક સુંદરતા પરિચયનું પહેલું પગથિયું છે, આખરી પગથિયું માનસિક સુંદરતા છે, કારણ કે તેના આધારે જ આપણે લાંબા ગાળાના અને સાર્થક સંબંધો કેળવી શકીએ છે. વ્યક્તિ શારીરિક રીતે સુંદર હોય, પણ વિચારોથી, માન્યતાઓથી, આદતોથી, ગ્રંથિઓથી બીમાર હોય, તો તમે તેની સાથે ટકી ન શકો. તેનાથી વિપરિત, શારીરિક સુંદરતા કમતર હોય, પણ વ્યક્તિ મન, કર્મ, વિચારથી તંદુરસ્ત હોય, તો તે પ્રિય હોય. 👏👏👏
نمایش همه...
👏 4
Quality and Depth of Understanding - વ્યક્તિની ગુણવત્તા અને સમજણ જીવનમાં સંબંધ એવા સાથે રાખો કે જે તમને માન અને સન્માન આપે, દિલથી આવકારે તમારા સદગુણોની કદર કરે ખોટી પ્રસંશા ન કરે તમારા વિકાસની ચિંતા કરે ખરો માર્ગ બતાવે તમારી લાગણીઓ સમજે અને તમારા પ્રેમનું મૂલ્ય સમજે. કોઈ પણ જાતના સ્વાર્થ વિના મળવા વાળા, તમને વિના કારણ યાદ કરવાવાળા મળે તો પોતાને સદભાગી સમજો. મતલબ વિનાની કાળજી અને કોઈ અપેક્ષા વિનાનો પ્રભુ જેવો નિર્મળ અને નિરપેક્ષ પ્રેમ આ જમાનામાં મળવો એ દુર્લભ વાત છે. સંબંધોમાં વ્યક્તિની સંખ્યા અગત્યની નથી. માત્ર ભૌતિક વાતના જ આગ્રહી અને તેના જ મતલબી સંબંધોનું મોટું ટોળું કરવાનો કોઈ અર્થ નથી. Quality and Depth of Understanding (વ્યક્તિની ગુણવત્તા અને સમજણ ) ઘણી અગત્યની છે. તમને રડવાનું મન થાય ત્યારે તમારી પાસે એવો એક ખભો હોય તો તે તમારા સંબંધની શ્રેષ્ઠ ફલશ્રુતિ અને અનેરી સુવાસ છે. 👏👏👏
نمایش همه...
👍 4 2
Very important for life. કમાઈને ખાવું એ કંઈ મોટી વાત નથી, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં એક સાથે બેસીને પ્રેમથી હસતાં હસતાં ખાવું એ બહુ મોટી વાત છે. જુના કાળમાં લોકો ભેગા રહેવામાં પ્રયત્નશીલ રહેતા, આજના કાળમાં લોકો ભેગું કરવામાં વ્યસ્ત રહે છે. જ્યાં સૂર્ય નાં કિરણો છે ત્યાં પ્રકાશ હોય છે. જ્યાં પ્રેમની પરિભાષા છે ત્યાં પરિવાર હોય છે. જીવનની સાર્થકતા પોતાને પ્રેમાળ અને પ્રસન્ન રાખવામાં અને બીજાની ખુશી અને આનંદનું કારણ બનવામાં છે. વહેવારમાં નીતિ રહેવામાં સ્થિતિ ખર્ચવામાં પરિસ્થિતિ અને વીતેલી આપવીતિ કદી ભૂલવી નહિ. Honest Relations are Just like Water No colour No flavour No shape No taste No space Only Adjustment and Maintaining Level. Both are Very important for Life. 👏👏👏
نمایش همه...
👍 6👏 1
*शिक्षा क्षयं गच्छति कालपर्ययात्* *सुबद्धमूला निपतन्ति पादपाः।* *जलं जलस्थानगतं च शुष्यति* *हुतं च दत्तं च तथैव तिष्ठति।।* સમયની સાથે વિદ્યાનો ક્ષય થઈ જાય છે, મજબૂત મૂળથી જકડાયેલું વૃક્ષ પણ ધારાશાયી થઈ જાય છે, જળાશયમાં રહેલું પાણી પણ સમયની સાથે કાલાન્તરે સુકાઈ જાય છે, પરંતુ યજ્ઞની અગ્નિમાં સમર્પિત આહૂતિ અને હાથથી આપેલું દાન ક્યારેય પણ નષ્ટ થતું નથી.. તે સદૈવ શાશ્વત રહે છે. 👏👏👏
نمایش همه...
👍 3
Mind is a Flexible Mirror. Adjust it to see a Better World. સ્વાર્થ વગર કોઈ ઇશ્વર સાથે પણ સંબંધ રાખતું નથી. એકાવન રૂપિયાના પ્રસાદમાં સંસારનું બધું સુખ માગી લે છે અને એ પણ માનતા રાખેલું કામ ફળે ત્યારે જ પ્રસાદ ધરાવે છે. ભગવાન સાથેનો સંબંધ આવો હશે તો આજના કાળમાં દુન્યવી સંબંધ કેવા હશે એ વિચારી જુઓ. કોઈ જાતનો સ્વાર્થ, કોઈ અપેક્ષા, કોઈ સંબંધ, કોઈ માગણી કે કોઈ મુલાકાત વિના યાદ કરવાવાળા સદ્ ભાગ્ય હોય તો જ મળે. Mind is a Flexible Mirror. Adjust it to see a Better World. 👏👏👏
نمایش همه...
👏 3👍 2 1
આવો પક્ષીઓ પાસેથી કંઈક શીખીએ પક્ષીઓ રાત્રે કશું જ ખાતા નથી. તેઓ રાત્રે ફરવા પણ જતા નથી. તેઓ પોતાના બચ્ચાઓને સાચા સમયે સાચી સમજણ પણ આપે છે. પક્ષીઓ ઠુસી ઠુસીને ક્યારેય ખાતા નથી. તમે કેટલા પણ દાણા નાખ્યા હોય પણ તે થોડાક જ ખાઈને ઉડી જતા હોય છે. અને પોતાની સાથે લઈ પણ નથી જતા. રાત થતા જ તેઓ સુઈ જાય છે. સવાર થતા જલદી ઉઠી પણ જાય છે. અને એ પણ રડતા રડતા નહીં પણ સરસ મજાના ગીત ગાતા ગાતા ઉઠતા હોય છે. તેઓ પોતાના શરીર પાસે બહુ જ કામ લેવડાવતા હોય છે. રાત શિવાય તેઓ ક્યારેય આરામ પણ નથી કરતા. જો તેમની જેમ આપણે પણ કામ કરીએ તો હૃદય કિડની અને લીવર આ બધાના રોગ પણ ન થાય. પોતાનો આહાર તેવો ક્યારેય બદલતા પણ નથી. બીમારી આવે તો તેઓ પોતાનું ખાવાનું છોડી દેતા હોય છે. અને જ્યારે સાજા થાય ત્યારે જ ખાવાની શરૂઆત કરતા હોય છે. પોતાના બાળકોને તેઓ ભરપૂર પ્રેમ આપતા હોય છે. પક્ષીઓ પ્રકૃતિ પાસેથી એટલું જ લે છે જેટલી તેમને જરૂર છે. આપણે ભણેલા-ગણેલા ડિગ્રીધારી માણસોએ આ પક્ષીઓ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. 👏👏👏
نمایش همه...
👍 6👏 3 2
પ્રયત્ન ના અંતે તો ધોધ નીચેના પથ્થર માં પણ ખાડા પડે...... આજથી ૧૦ વર્ષ પહેલાં ૨૦૧૪માં ધોરાજીની ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે મારું વ્યાખ્યાન હતું. જુદા જુદા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક રહેલી છે એ વાત કરતી વખતે મે UPSC અંગે પણ વાત કરી અને આ પરીક્ષા દ્વારા ભારત સરકારના ઉચ્ચ હોદા પર પહોંચવું અઘરું નથી એ અંગે ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓને સમજાવ્યું. સામે બેઠેલા વિદ્યાર્થીઓમાં ૯માં ધોરણમાં અભ્યાસ કરતી કંચન ગોહિલે પણ આ વાત સાંભળી. માત્ર ૧૪ વર્ષની ઉંમરે બીજી તો વધુ ખબર ન પડે પણ એના મગજમાં UPSC નામનું બીજ રોપાઈ ગયું. કંચન ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની વતની. પિતા ખેતી કરે એટલે ઘરની પરિસ્થિતિ પણ સામાન્ય હતી. પિતાએ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે એને ધોરાજી હોસ્ટેલમાં ભણવા મોકલેલી. ધોરણ ૧૨ સાયન્સ પુરુ કર્યુ ત્યાં સુધીમાં કંચનના મનમાં વવાયેલું પેલું UPSCનું બીજ અંકુરિત થયું. ઈન્ટરનેટના માધ્યમથી UPSC અંગેની બધી માહિતી મેળવી અને હવે UPSC પાસ કરીને ભારત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવું છે એવો સંકલ્પ કર્યો. ઘણા લોકોને કદાચ એવું લાગ્યું હશે કે આપણા જેવા ગામડાના સામાન્ય માણસો આવી પરીક્ષા પાસ ન કરી શકે પણ કંચનનું ધ્યેય હવે સ્પષ્ટ હતું. એના માતા - પિતાએ કંચનને જે કરવું હોય એ કરવાની છૂટ આપી. સાયન્સની આ દીકરીએ આર્ટસના વિષય સાથે અમદાવાદમાં કોલેજ શરૂ કરી. કોલેજની સાથે સાથે જ UPSCની પરીક્ષાની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી. કોલેજ પૂરી કરીને SPIPAમાં એડમિશન મેળવી પરીક્ષાની તૈયારીમાં જાત હોમી દીધી. પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહી પણ હિંમત હાર્યા વગર ફરીથી તૈયારીમાં લાગી ગઈ. આ વર્ષે થોડા સમય પહેલા જાહેર થયેલા UPSCના પરિણામમાં સફળ ઉમેદવારોની યાદીમાં કંચન ગોહિલનું નામ પણ આવ્યું. ગ્રામ્ય વિસ્તારના સામાન્ય પરિવારની આ દીકરીએ ભારત દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા માત્ર બીજા પ્રયાસમાં જ પાસ કરી લીધી. ૧૦ વર્ષ પહેલાં જે છોકરી વિસ્મયથી તમારું પ્રવચન સાંભળતી હોય અને એના મનમાં UPSCનું બીજ રોપાયું હોય એ જ દીકરીને મળવા માટે એની ચેમ્બરમાં જતા પહેલા પટ્ટાવાળા સાથે ચીઠ્ઠી મોકલાવીને મળવા માટેનો સમય મળે એની રાહ જોવાની કેવી મજા આવે ! કંચન ગોહિલને સફળતા બદલ ખુબ ખુબ અભિનંદન અને એમના માતા પિતાને દીકરીને કારકિર્દી ઘડતર માટેની તમામ સ્વતંત્રતા આપવા બદલ વંદન. 👏👏👏
نمایش همه...
👏 6👍 2 2
આજે અખાત્રીજ છે. વર્ષ દરમ્યાન આવનારા શ્રેષ્ઠ મુહૂર્ત દિવસો માનો એક શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ. જેને અક્ષય તૃતિયા પણ કહેવામાં આવે છે.. અખાત્રીજ એ માત્ર સોનું લેવાનો દિવસ નથી,આજના દિવસે ખાસ કરીને ખેડૂતો પૂજન કરી ને ખેતીકામ નું મુહૂર્ત કરે છે અમારા માટે સૌથી મોટી કોઈ ગર્વ લેવા જેવી વાત હોય તો એ ખેડૂત હોવા અંગે ની છે. કહેવાયું છે કે,,, પૂનમ પછી નો પડવો, ને,અમાસ પછી ની બીજ. વણજોયું ને વણ વિચાર્યું, તેરસ ને ત્રીજ. સાથે સાથે આજે ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતિ હોઈ એમના શ્રી ચરણો માં કોટી કોટી પ્રણામ 👏👏👏
نمایش همه...
👏 5
જીવનમાં વિધાયક દ્રષ્ટિકોણ રાખો.... લગ્ન હોય, પ્રેમ હોય, મિત્રતા હોય કે નોકરી હોય, તેને છોડવા માટેનાં કારણો અને તેમાં રહેવા માટેનાં કારણો હમેશાં મોજૂદ હોય છે. કમાલ એ છે કે રહેવા માટેનાં કારણો, છોડવા માટેનાં કારણો કરતાં શાનદાર અને અધિક હોવાં જોઈએ. કશુંક ગમાડવા માટે એમાં સારું શું છે તે જોતાં આવડવું જોઈએ.  આ વાત જીવનને પણ લાગુ પડે છે; શું નથી તેના કરતાં શું છે તેના પર આપણું ધ્યાન વધી જાય ત્યારે, જીવન જીવવા જેવું બની જાય. આપણે જ્યારે સમસ્યાઓ પર વધુ ધ્યાન આપીએ ત્યારે નિરાશા વધી જાય છે. આપણે જ્યારે સંભાવનાઓ પર ધ્યાન આપીએ છે ત્યારે અવસરો વધી જાય છે. 👏👏👏
نمایش همه...
👏 7👍 2