cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

ભારત સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ ના આદર્શ વિચારોનું પ્રગટીકરણ કરતું ગ્રુપ અહીં ગ્રુપ માં દરરોજ ના એક થી બે જ મેસેજ કરીએ છીએ રવિવારે આપણે ગ્રુપ માં કોઈજ મેસેજ કરતા નથી. રવિવાર એટલે પરિવાર સાથેનો દિવસ

Mostrar más
Publicaciones publicitarias
776
Suscriptores
+124 horas
+37 días
+2730 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

પ્રયત્ન ના અંતે તો ધોધ નીચેના પથ્થર માં પણ ખાડા પડે...... આજથી ૧૦ વર્ષ પહેલાં ૨૦૧૪માં ધોરાજીની ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે મારું વ્યાખ્યાન હતું. જુદા જુદા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક રહેલી છે એ વાત કરતી વખતે મે UPSC અંગે પણ વાત કરી અને આ પરીક્ષા દ્વારા ભારત સરકારના ઉચ્ચ હોદા પર પહોંચવું અઘરું નથી એ અંગે ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓને સમજાવ્યું. સામે બેઠેલા વિદ્યાર્થીઓમાં ૯માં ધોરણમાં અભ્યાસ કરતી કંચન ગોહિલે પણ આ વાત સાંભળી. માત્ર ૧૪ વર્ષની ઉંમરે બીજી તો વધુ ખબર ન પડે પણ એના મગજમાં UPSC નામનું બીજ રોપાઈ ગયું. કંચન ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની વતની. પિતા ખેતી કરે એટલે ઘરની પરિસ્થિતિ પણ સામાન્ય હતી. પિતાએ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે એને ધોરાજી હોસ્ટેલમાં ભણવા મોકલેલી. ધોરણ ૧૨ સાયન્સ પુરુ કર્યુ ત્યાં સુધીમાં કંચનના મનમાં વવાયેલું પેલું UPSCનું બીજ અંકુરિત થયું. ઈન્ટરનેટના માધ્યમથી UPSC અંગેની બધી માહિતી મેળવી અને હવે UPSC પાસ કરીને ભારત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવું છે એવો સંકલ્પ કર્યો. ઘણા લોકોને કદાચ એવું લાગ્યું હશે કે આપણા જેવા ગામડાના સામાન્ય માણસો આવી પરીક્ષા પાસ ન કરી શકે પણ કંચનનું ધ્યેય હવે સ્પષ્ટ હતું. એના માતા - પિતાએ કંચનને જે કરવું હોય એ કરવાની છૂટ આપી. સાયન્સની આ દીકરીએ આર્ટસના વિષય સાથે અમદાવાદમાં કોલેજ શરૂ કરી. કોલેજની સાથે સાથે જ UPSCની પરીક્ષાની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી. કોલેજ પૂરી કરીને SPIPAમાં એડમિશન મેળવી પરીક્ષાની તૈયારીમાં જાત હોમી દીધી. પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહી પણ હિંમત હાર્યા વગર ફરીથી તૈયારીમાં લાગી ગઈ. આ વર્ષે થોડા સમય પહેલા જાહેર થયેલા UPSCના પરિણામમાં સફળ ઉમેદવારોની યાદીમાં કંચન ગોહિલનું નામ પણ આવ્યું. ગ્રામ્ય વિસ્તારના સામાન્ય પરિવારની આ દીકરીએ ભારત દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા માત્ર બીજા પ્રયાસમાં જ પાસ કરી લીધી. ૧૦ વર્ષ પહેલાં જે છોકરી વિસ્મયથી તમારું પ્રવચન સાંભળતી હોય અને એના મનમાં UPSCનું બીજ રોપાયું હોય એ જ દીકરીને મળવા માટે એની ચેમ્બરમાં જતા પહેલા પટ્ટાવાળા સાથે ચીઠ્ઠી મોકલાવીને મળવા માટેનો સમય મળે એની રાહ જોવાની કેવી મજા આવે ! કંચન ગોહિલને સફળતા બદલ ખુબ ખુબ અભિનંદન અને એમના માતા પિતાને દીકરીને કારકિર્દી ઘડતર માટેની તમામ સ્વતંત્રતા આપવા બદલ વંદન. 👏👏👏
Mostrar todo...
👏 5👍 1 1
આજે અખાત્રીજ છે. વર્ષ દરમ્યાન આવનારા શ્રેષ્ઠ મુહૂર્ત દિવસો માનો એક શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ. જેને અક્ષય તૃતિયા પણ કહેવામાં આવે છે.. અખાત્રીજ એ માત્ર સોનું લેવાનો દિવસ નથી,આજના દિવસે ખાસ કરીને ખેડૂતો પૂજન કરી ને ખેતીકામ નું મુહૂર્ત કરે છે અમારા માટે સૌથી મોટી કોઈ ગર્વ લેવા જેવી વાત હોય તો એ ખેડૂત હોવા અંગે ની છે. કહેવાયું છે કે,,, પૂનમ પછી નો પડવો, ને,અમાસ પછી ની બીજ. વણજોયું ને વણ વિચાર્યું, તેરસ ને ત્રીજ. સાથે સાથે આજે ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતિ હોઈ એમના શ્રી ચરણો માં કોટી કોટી પ્રણામ 👏👏👏
Mostrar todo...
👏 4
જીવનમાં વિધાયક દ્રષ્ટિકોણ રાખો.... લગ્ન હોય, પ્રેમ હોય, મિત્રતા હોય કે નોકરી હોય, તેને છોડવા માટેનાં કારણો અને તેમાં રહેવા માટેનાં કારણો હમેશાં મોજૂદ હોય છે. કમાલ એ છે કે રહેવા માટેનાં કારણો, છોડવા માટેનાં કારણો કરતાં શાનદાર અને અધિક હોવાં જોઈએ. કશુંક ગમાડવા માટે એમાં સારું શું છે તે જોતાં આવડવું જોઈએ.  આ વાત જીવનને પણ લાગુ પડે છે; શું નથી તેના કરતાં શું છે તેના પર આપણું ધ્યાન વધી જાય ત્યારે, જીવન જીવવા જેવું બની જાય. આપણે જ્યારે સમસ્યાઓ પર વધુ ધ્યાન આપીએ ત્યારે નિરાશા વધી જાય છે. આપણે જ્યારે સંભાવનાઓ પર ધ્યાન આપીએ છે ત્યારે અવસરો વધી જાય છે. 👏👏👏
Mostrar todo...
👏 7👍 1
આજે લોકશાહી નો ઉત્સવ.... પોતાની રેગ્યુલર ફરજ બજાવવી ઉપરાંત ઘર પરિવાર વ્યવહાર સાચવવા... વધારામાં ભારતની રાષ્ટ્રીય ઉત્સવ સમાન ચૂંટણીની અંદર કપરી જવાબદારી નિભાવવી... સતત અજાણા સ્થળોમાં અજાણ્યા લોકો વચ્ચે, પક્ષના માણસો, અધિકારીઓ ને સંતોષ ઉપરાંત અનેક પડકારોનો સામનો કરી સરકારી નોકરીયાતો, શિક્ષકો, બેન્કર્સ, વિગેરે ચૂંટણીની ફરજ નિભાવતા નાના મોટા તમામ કર્મચારીઓ ની રાત દિવસથી મહેનત ખરેખર ધન્યવાદને પાત્ર હોય છે... લોકશાહી પર્વને સફળ બનાવવા માટે જ્યારે તેઓ આટલી આટલી ગજા બહારની જેહેમત ઉઠાવતા હોય ત્યારે આપણે માત્ર મત દેવા જ જવાનું છે. તેથી તે ફરજ બિલકુલ ચૂકવી ન જોઈએ. કમ સે કમ તેઓએ લોહી પસીનો એક કરીને કરેલી દિવસો સુધીની આ જહેમતની કદર કરી ચૂંટણી સાથે જોડાયેલા ચુનાવ પંચ થી માંડીને નાની મોટી તમામ વ્યક્તિઓની નિષ્ઠા ને લક્ષમાં રાખી મતદાન અવશ્ય વહેલાસર કરવું જોઈએ... ભારત જયતું...👏👏👏
Mostrar todo...
👍 4
સાચું સુખ સુખ શું કહેવાય તેની જો ખબર ન હોય તો સુખી થવું બહુ આસાન છે, પરંતુ આપણને બીજા જેવા સુખી થવું હોય છે એટલે તે અઘરું થઈ જાય છે. એટલું જ નહીં, બીજા કરતાં વધુ સુખી પણ થવું હોય છે, કારણ કે આપણે બીજાને આપણા કરતાં વધુ સુખી માનતા હોઈએ છીએ. સુખનાં આવાં ઉદાહરણો દુઃખનું કારણ બને છે. બીજા જેવું સુખી થવું અસંભવ છે. આપણે માનીએ છે તેમ, બીજા લોકો એટલા સુખી નથી હોતા જેટલા આપણે તેમને જોઈએ છીએ. એ લોકો સુખી હોવાનો દેખાવ કરે છે. આપણી આજુબાજુ બધા લોકો સતત તેમના સુખી જીવનનું પ્રદર્શન કરતા હોય છે, પણ એ તેમની પૂરી વાસ્તવિકતા નથી. તેમનાં દુઃખ આપણાથી છુપાં હોય છે. ઘણા લોકો ખાવા-પીવા, હસી-મજાક, વસ્ત્રો અને હરવા ફરવાને સુખ ગણી લે છે. અસલી સુખ માનસિકતાનું, વિચારોનું અને લાગણીઓની તંદુરસ્તીનું હોય છે.  જેમ એક વૈભવી કારમાં બેઠેલો માણસ તનથી અને મનથી બીમાર હોઈ શકે છે, તેવી રીતે એક સાઇકલ સવાર મનથી સુખી અને સંતોષી હોઇ શકે છે. આપણે વ્યક્તિના આંતરને સમજવાની ક્ષમતા નથી ધરાવતા એટલે આપણે તેના બાહ્યને તેની અસલિયત ગણી લઈને આપણા આંતરને સમૃદ્ધ કરવા પ્રયાસ કરીએ છીએ. તેનું પરિણામ અનિવાર્યપણે દુઃખમાં આવે છે. 👏👏👏
Mostrar todo...
2👍 1👏 1
એક સરસ વિચાર ફિઝિક્સના વર્ગમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું, "આપણા વાહન માં "બ્રેક" કેમ હોય છે ?" જુદા જુદા જવાબો મળ્યા. "વાહનને રોકવા કરવા માટે" "વાહનની ઝડપ ઘટાડવા માટે" "વાહનની ટક્કર ટાળવા માટે" વગેરે વગેરે... પરંતુ એક જવાબ જુદો હતો, "તમને ઝડપથી વાહન ચલાવવા માટે સક્ષમ બનાવવા !" આ એક વિચાર છે. એક ક્ષણ માની લો કે તમારા વાહનમાં કોઈ 'બ્રેક' નથી, તો તમે તમારા વાહનને કેટલી ઝડપથી ચલાવશો? માત્ર ને માત્ર બ્રેકના કારણે જ આપણે વાહનને વેગ આપવાની હિંમત કરી શકીએ છીએ.. ઝડપથી આગળ વધવાની હિંમત કરી શકીએ છીએ..  જે સ્થાને જઈએ છીએ ત્યાં ઝડપી પહોંચી શકીએ છીએ. જીવનના વિવિધ તબક્કે, આપણી પ્રગતિ, દિશા અથવા નિર્ણય પર આપણા માતાપિતા, શિક્ષકો, મિત્રો અને ઉપરી (બોસ) 'સવાલો' પૂછતા હોય છે.. આપણે તેમને 'અડચણ' માનીએ છીએ અથવા આવા સવાલોને આપણા ચાલુ કાર્ય માટે "બ્રેક" માનીએ છીએ. પરંતુ યાદ રાખો કે, આવા સવાલો (બ્રેક) ને કારણે જ તમે જ્યાં છો, ત્યાં પહોંચ્યા છો, સ્થાપિત થયા છો.  "બ્રેક" વિના તમે દિશા ગુમાવી શકો છો અથવા કમનસીબ અકસ્માતનો ભોગ બની શકો છો. હું મારી બધી કિંમતી "બ્રેક" માટે ઉંડાણપૂર્વક અને નિષ્ઠાપૂર્વક આભારી છું ! આપણી બ્રેક : 🔸 માતા-પિતા 🔸 ગુરૂ ભગવંત 🔸 ભાઈ-બહેન 🔸 જીવનસાથી 🔸 શિક્ષક 🔸 મિત્ર 🔸 હિતેચ્છુ ચાલો આપણે જીવનમાં "બ્રેક" ની પ્રશંસા કરીએ, તેના વિના આપણે ત્યાં ના હોત, જ્યાં આજે છીએ. 👏👏👏
Mostrar todo...
👍 3 1
भारतीय संस्कृति की सोच में ही क्रांति है। दौलत से सिर्फ सुविधायें मिलती हैं सुख नहीं सुख मिलता है आपस के प्यार से और,,,अपनों के साथ से अगर सिर्फ सुविधाओं से सुःख मिलता तो धनवान लोगों को कभी दुःख न होता अगर किसी परिस्थिति के लिए आपके पास सही शब्द नहीं है तो सिर्फ मुस्कुरा दीजिये, शब्द उलझा सकते है पर मुस्कुराहट हमेशा काम कर जाती है अगर आप किसी को नमस्कार यह सोचकर कर रहे हो कि वो भी आपको करेगा तो वो नमस्कार व्यर्थ है क्योंकि नमस्कार संस्कार की वजह से किया जाता है अहंकार की वजह से नहीं 👏👏👏
Mostrar todo...
👍 1
देवर्षि नारद यह तो हम सभी ने प्रत्यक्ष देखा है की टीवी सीरियल वालों ने हमारे देवी देवताओं तथा इतिहास के बारे में बहुत सी भ्रांतियां हमारे समाज मे फैलाई है।  स्वयं संचार के देवता नारद भी इससे बच नही सकें ।। टीवी सीरियल एवं प्रचार के तंत्रों ने नारदजी को एक हास्य पात्र के रूप में ही प्रदर्शित किया है .... जबकि नारदजी इतने महान व्यक्तित्व है, की उनके नाम से एक पुराण तक है ।। वह ब्रह्मा के 6 मानस पुत्रो में से एक है, और विष्णु के अवतार है । नारदजी ने ब्रह्मलोक प्राप्त किया है, श्रीभगवतगीता में भगवान कृष्ण नारदजी के विषय मे कहते है ..... देवर्षीणाम् च नारद:। देवर्षियों में मैं नारद हूं। श्रीमद्भागवत महापुराणका कथन है, सृष्टि में भगवान ने देवर्षि नारद के रूप में तीसरा अवतार ग्रहण किया और सात्वततंत्र (जिसे नारद-पांचरात्र भी कहते हैं) का उपदेश दिया जिसमें सत्कर्मो के द्वारा भव-बंधन से मुक्ति का मार्ग दिखाया गया है। नारद जी मुनियों के देवता थे और इस प्रकार, उन्हें ऋषिराज के नाम से भी जाना जाता था। और नारदजी का ज्ञान एवं स्वाध्याय भी तो देखिए .... ऋग्वेदं भगवोऽध्येमि , यजुर्वेदं , सामवेदमाथर्वणं चतुर्थम् , इतिहासपुराणं पञ्चं , वेदानां वेदं , पित्र्यं , राशिं , दैवं , निधिं , वाकोवाक्यमेकायनं , देवविद्यां , ब्रह्मविद्यां , भूतविद्यां , क्षत्रविद्यां , नक्षत्रविद्यां , सर्प देवजनविद्याम् , एतद्भगवोऽध्येमि । - छान्दो ० उ ० ७।१।२ अर्थ - नारदजी ने कहा- मैं ऋग्वेद , यजुर्वेद , सामवेद , अथर्ववेद- चारों वेदों को जानता हूँ । इनके अतिरिक्त इतिहास पुराण ( ब्राह्मण तथा कल्पादि ) वेदों का वेद - व्याकरण तथा निरुक्त , पित्र्य- वायुविज्ञान , राशि- गणितविद्या , दैव - प्रकृतिविज्ञान , निधि - भूगर्भविद्या , वाकोवाक्य तर्कशास्त्र , एकायन ब्रह्मविज्ञान , इन्द्रिय - विज्ञान , भक्ति शास्त्र , पञ्चभूतज्ञान , धनुर्वेद , ज्योतिष शास्त्र , सर्पविज्ञान , देवजन - विज्ञान- सर्पों को वश में करनेवाली गन्धर्व विद्या को मैं जानता हूँ । इतना मैंने अध्ययन किया है । यह है महर्षि नारद का अद्भुत स्वाध्याय ।। नारदजी जैसे चरित्र भारतीय छात्रों एवं अन्य सभी नागरिकों के लिए आदर्श चरित्र होने चाहीये, लेकिन दुर्भाग्य देखिए, नारदजी की पवित्र भूमि में ही, विदेशियों ने नारदजी का ही भरपूर अपमान करने का प्रयास किया है । 👏👏👏
Mostrar todo...
👍 1
સત્ય ઘટના ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી. એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . એક હાથમાં લાકડી , બીજા હાથમાં ઝોળી , આંખે ચશ્મા , પગમાં જૂનાં ચંપલ છતાં ચાલમાં ખુમારી હતી. એ કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા.... ''દાદા લાઈનમાં ઊભા રહો, અથવા અહીં બેસો તમારો વારો આવે એટલે બોલાવશું....'' દાદા બાંકડા ઉપર બેસી લાઈનમાં ઉભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં....!! લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા. કોઈ મોબાઈલથી વીડિયો ઉતારતા હતા તો કોઈ ફોટા પાડી રહ્યા હતા.... આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓના પણ ફોટા અને વીડિયો ઉતારી અમુક લોકો નીચ હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા....! અચાનક કોઈએ બુમ પાડી. દાદા આવી જાવ તમારૂ ટિફિન લઇને. દાદા નજીક ગયા, ઓફિસમાંથી અવાજ આવ્યો દાદા વાસણ ઘરેથી લાવવાનું. દાદા બોલ્યા , 'બેટા હું એ માટે નથી આવ્યો મારે અગત્યની વાત કરવી છે.' '..પણ અત્યારે દાદા, અમારી પાસે સમય નથી...' ઓફિસમાંથી અવાજ આવ્યો. અરે બેટા, ડોનેશન માટે વાત કરવી છે. ઓફિસના કર્મચારી દાદાને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા પછી બોલ્યા સારું આવો. દાદા ઓફિસમાં ગયા, બોલ્યા ડોનેશન લ્યો છો ? હા દાદા , અત્યારે તો ખૂબ જરૂર છે. બોલો , કેટલા રૂપિયાની રિસિપ્ટ ફાડું. દાદાએ ઝોળીમાં હાથ નાખી ચેકબુક કાઢી ચેક લખ્યો. ચેક હાથમાં પકડતાં જ સંસ્થાનો કર્મચારી ઊભો થઇ ગયો . બે વખત મીંડાઓ ગણવા લાગ્યો. દાદા સામે જોઈ બોલ્યો , "દાદા, આ રકમ તમે તમારી જાગૃત અવસ્થામાં લખો છો ? તમારા પરિવારને આ બાબતની જાણ છે ? *આ ચેકની રકમ બે કરોડ રૂપિયા છે , એ આપ જાણો છો ?"* "હા બેટા , મારા પરિવાર ને ખબર છે. અને ચેકની રકમ બે કરોડ રૂપિયા છે એ પણ હું જાણું છું. વધારે ખાતરી કરવી છે? પણ આ ચેક સામે તમારે મને એક વચન આપવું પડશે." 'બોલો દાદા....' આ સંસ્થા માં આવતી દરેક વ્યક્તિ પીડિત હોય છે. તે કોઈ પણ ખરાબ સંજોગોના શિકાર બનેલ હોય છે.... આવી વ્યક્તિઓના ફોટા પાડવા વિડિયો ઉતારવા યોગ્ય લાગે છે ? "ના દાદા..." આ કોઈ કીર્તિદાન નથી બેટા તેથી.... બસ , મારી એક નાની શરત છે. આ સંસ્થામાં ફોટો તથા વીડિયો ઉતારવાની સંદતાર મનાઈ છે.. આટલું બોર્ડ મારી દેજો.....!! કાર્યાલયનો સ્ટાફ દાદાને હાથ જોડી બોલ્યા , "દાદા કોઈના પહેરવેશ ઉપર થી વ્યક્તિ વિશે અનુમાન ન બાંધવું જોઈએ . અમે તમને ઓળખવામાં ભૂલ કરી .....!!" દાદા , દાનની રીસીપ્ટ કોના નામે બનાવીએ.....? દાદા બોલ્યા...દાન નહીં બેટા ભેટ બોલ રીસીપ્ટની તો મારે જરૂર નથી છતાં પણ આપવી હોય તો મારા નામની જગ્યા એ લખ..... *"કૃષ્ણ અર્પણમ્..."* બેટા ધરતીકંપ વખતે તારી સંસ્થાનું ઘણું અમારા પરિવારે ખાધું હતું , ત્યારે જ મેં નિર્ણય લીધો હતો . સમય આવે એક એક દાણાનો વ્યાજ સાથે હિસાબ અહીં હું પરત કરીશ. થોડા સંમય પહેલા મારો બંગલો વેચાયો , તેની રકમની વ્યવસ્થા માટે મેં જયારે મારા પુત્ર કુણાલને USA ફોન કર્યો ત્યારે તેણે માત્ર એટલું જ કીધું..... પપ્પા આપણો પરિવાર ધરતીકંપ વખતે બચી ગયો હતો , એ કોઈ કુદરતી સંકેત સમજી લ્યો. આપણે ન બચ્યા હોત તો આ મિલ્કત લાવારીસ જ પડી રહી હોત...જેણે બચાવ્યા તેને અર્પણ કરી દ્યો.. જે સંસ્થાનું આપણે ખાધું હતું , તે સંસ્થાને પાછું આપી તમારું ઋણ ઉતારો પપ્પા.....!!! અહીં ભગવાને મને ઘણું આપ્યું છે. પુણ્યનું ભાથું ભરી લ્યો મોડું ન કરતા.. *જ્યોત સે જ્યોત જલે .* સેવાભાવી સંસ્થાઓને કોઈ આપશે તો સંસ્થા ચાલશે . બેટા , હવે જાત ચાલતી નથી. કાયમ માટે હું USA જાઉં છું. આજે આ સંસ્થાને આપેલ વચન પૂરું કરી હું હળવો થઈ ગયો છું.....!! અહીં આવતા દરેક વ્યક્તિ દુઃખી લાચાર અથવા કુદરતી આપત્તિનો ભોગ બનેલ હોય છે. આવી વ્યક્તિઓ સાથે માનવતાભર્યું વર્તન અને વ્યવહાર કરજો . કુદરત રૂઠી હોય ત્યારે આવી વ્યક્તિઓ સાથે મજાક ન કરાય... ચલ બેટા , જય શ્રી કૃષ્ણ....!! દાદા ઉભા થયા... સાથે આખો સ્ટાફ હાથ જોડી ઊભો થયો. મિત્રો , મોત માટે તો કોઈ કારણ નિમિત્ત બને છે. એ તો કોઈ પણ સ્વરૂપે આવે છે. મારનાર સાથે તારણહાર ઉપર પણ વિશ્વાસ મુકવો જોઈએ . આપણી નજર હંમેશા કોઈ પણ ઘટના વખતે કેટલા મર્યા એ સંખ્યા ઉપર જ હોય છે. પણ કેટલા બચ્યાં તેની ઉપર જતી નથી.જો મારનાર માટે ઈશ્વર જવાબદાર હોય તો બચાવનાર માટે કેમ નહીં ? પરમાર્થ કરવા નીકળ્યા હો, કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે.!! બહુ જ ઉત્કૃષ્ટ વાત કરી છે.
Mostrar todo...
5👍 2👏 2
વિશ્વ પુસ્તક દિવસે અભિનંદન પુસ્તક મિત્ર છે, આપણા એકાંતનું તે વડીલ છે, આપણા બાળક માટે સંસ્કારનું તે ભવિષ્ય છે. પુસ્તકત ને ખોલો છો તેની સાથે જ ખુલવા લાગે છે તમારું હૃદય. બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તેમને અરીસાની જેમ જોઈ શકો છો. પુસ્તક અંધકારમાં દીવો લઈને ઊભું હોય છે અજવાળું પાથરવા. પુસ્તક જ જીવનમાં જ્યારે ભૂલા પડીએ છીએ ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ તમને રસ્તો બતાવે છે. જ્યારે શ્રદ્ધા ડગી જાય, મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ તમારામાં પ્રાણ પૂરે છે. પુસ્તક દીવાદાંડી છે પુસ્તક એ બહાર અને ભીતર ને જોડાતો સેતુ છે. પુસ્તક વિનાનો માણસ ફરી પાછો જંગલી બની જાય તે પહેલા ચાલો, પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ. વિશ્વ પુસ્તક દિવસની ખૂબ ખૂબ શુભ કામનાઓ 👏👏👏
Mostrar todo...
2