MISSION GPSC 2027
الذهاب إلى القناة على Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
إظهار المزيدلم يتم تحديد البلدالفئة غير محددة
221
المشتركون
لا توجد بيانات24 ساعات
-37 أيام
+1030 أيام
أرشيف المشاركات
*ધી ભાવનગર ડિસ્ટ્રિક કો-ઓપરેટિવ બેંક લિ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી*
*કુલ જગ્યાઓ* - ૮૮
ક્રમાંક.304/202526
વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩
સંવર્ગની કુલ ૮૭૨ જગ્યાઓ માટેની સીધી ભરતી હેઠળ આખરી પરિણામની પસંદગી યાદી
આ પૈસાનુ રોકાણ કયાં થાય છે ?
ઇપીએફઓનું કુલ રોકાણ કોર્પસ ર૦ર૪ની સાલનું ર૪.૭૫ લાખ કરોડ(આ સરકાર લેટેસ્ટ આંકડા મૂકવામાં હંમેશા ગોતાખોરી કરે છે.આઇએમએફ સહિતની સંસ્થામાં ભારત સરકારના આંકડાઓ બાબતે સવાલ ઉઠાવાયા છે. તમને સુલભ સતાવાર આંકડા ન જ મળે.) ર૦૧૯માં તે ૧૧.૧ લાખ કરોડ હતો. એટલે કે એ ફંડ બમણાથી વધુ થઇ ગયુ છે. તેનો વપરાશ સરકાર નકકી કરે છે. તે વધુ મહત્વનો છે. સરકાર આ રકમમાંથી
રાજયના વિકાસ માટે લોન ૪૦.૭ ટકા રોકાણ થયુ
જેનો ઉપયોગ રાજય સરકારો રાજકોષિય ખાધ પૂરવા કરે છે
બીજા નંબરે કેન્દ્રિય સરકારની સિકયોરિટિઝમાં ૧૬.3 ટકા રોકાણ છે
જાહેર ક્ષેત્રના બોન્ડમાં ૧પ.૯ ટકા રોકાણ છે.
ઇટીએફ દ્વારા મૂડીબજારમાં રોકાણ ૯.પ ટકા એટલે કે કુલ્ રર.૪૦ લાખ કરોડ છે.
રોકાણકારની ચિંતા : સરકારની ખાતરી અને અત્યાર સુધીનો ઇતિહાસ કહે છે કે, કોઇ આર્થિક કટોકટી આવી છતાં આવા રોકાણની સલામતીને અસર નથી થઇ. ડિવિડન્ડ ઉપર સંભવત: અસર થાય. એલઆઇસીનો અદાણી મામલો અને માલ્યા,ચોકસી, નિરવ મોદી વગેરેના ડિફોલ્ટ કેસ સામે કોઇ અસરકારક રિકવરીને બદલે દેવા નાબુદીની બાબત લોકોના વિશ્વાસને ડગાવે છે. સુભાષ ચંદ્રા અને અનિલ અંબાણી કેસમાં ગરીબ અન અમીર દેવાદાર વચ્ચેનો ભેદ હવે સામાન્ય માણસે સમજી લેવો જોઇએ.
આખો મામલો ટ્રસ્ટ મેટરનો છે. સરકારની વિશ્વસનિયતા અને લોકો પ્રત્યે સહાનુભૂતિ. અહિં શું ફલિત થાય છે ? તમે જ તમારા દીલ ઉપર હાથ મુકીને તપાસી લેજો.
યુ.પી.આઇ.ના છાજિયા લેતાં હશો ત્યાં સરકારે ઇપીએફની ફરજિયાત બચત વધારી દીધી!
એ પૈસા સરકારના ફંડમાં અને ઇકવિટિમા રોકાશે !!
બિટવીન ધ લાઇન્સ : સુનીલ જોશી
તાજેતરમાં મારો પરિવાર એક રિલેટિવ પરિવાર સાથે હોટલમાં જમવા ગયા હતાં. ખુબ મોંઘી હોટલ હતી.આપણે ભુખ્યા હોય ત્યારે ઓર્ડર આપીએ તે અને વાસ્તવમાં ડીશ સર્વ થાય ત્યાર બાદનું ફુડ બેલેન્સ હંમેશા અસંતુલિત રહયુ છે. વધે છે તે ફુડ આપણે ઇમોશનલ અને ઇમેજ સિફોનીંગ કરી પેક કરાવીએ છીએ.એક વર્ગ તેને ઘેર લઇ જઇ ફ્રિઝમાં મુકે છે. બીજો વર્ગ તેને કોઇ ભુખ્યાને આપી હંગર બ્લેસ લ્યે છે. અમારા રિલેટિવે ભુખ્યાને શોધીને ચીવટથી માનભેર એ ફુડ આપ્યુ. સવાલ એ થાય કે તમારી પાસે સરપ્લ્સ હોય તો આપો. આ એક યુનિવર્સલ નિયમ છે. પણ ભારતમાં ૧પ હજારથી રપ હજાર બેઝીક પ્લસ ડી.એ. ધરાવતાં ખાનગી કર્મચારીઓના એમ્પલોઇઝ પ્રોવિડન્ડ ફંડની ફરજિયાત બચતના હિસ્સામાં વધારો કરાયો. ૧૫૦૦૦ થી રપ હજારના પગારે જે મિનિમમ ૬૦૦ રૂપિયા થી ૧ર૦૦ રૂપિયા હતી તે વધીને હવે ડબલ થઇ જશે. મતલબ કે હવે ટેક હોમ પગારની રકમ ઘટશે. જે લોકોના પરિવારનો હાથ તંગ હશે તેમનો હાથ વધુ તંગ થશે. અલબત આ પૈસા તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે છે. તેના ઉપર હાલ ૮.ર૫ ટકા વ્યાજ પણ મળે છે. પરંતુ આજની જરૂરિયાત પુરી ન થતી હોય તેવા વર્ગને આવતી કાલ માટે ફરજિયાત બચત કરવી પડશે. તેના પરિણામોની આગળ ચર્ચા કરીશુ. પણ આ પૈસા સરકારી ખાધ ભરવવામાં અને ફંડમાં અને ઇકવિટીમાં ઇપીએફઓ રોકશે. એટલે કે સરકાર રોકશે. ભારતની શેર બજાર અને એઇઆઇપીના હાલના ચિંતાજનક રિટર્ન અને અદાણીમાં એલઆઇસીના રોકાણની ઘટના અને હિન્ડનબર્ગ જેવી ઘટના બાદ ઘણા સવાલો ઉભા થઇ શકશે. તમે કહિ શકો કે તમારી મરણમુડી કયાં રોકવી તેનો વધારાનો કેટલો રોકવો તે સરકાર નકકી કરે છે.
ફરી એક વખત ગુજરાતી :
ગુજરાતના યશસ્વી કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માડવિયા સાહેબના મંત્રાલય હેઠળ એમ્પલોઇઝ પ્રોવિડન્ડ ફંડ આવે છે. માંડવિયા સાહેબે ૧૭મી સપ્ટેમ્બરથી આ નવી સ્કીમનું પુનર્ગઠન અને અમલ શરૂ કરી દીધો છે.તેની બારિકી વિગત પીઆઇબીની યાદિમાં છે તેથી અહિં ટુંકાવું છું. મતલબ ૧૫૦૦૦ થી ર૫૦૦૦ના બેઝિક પ્લસ ડીએ પગારમાં આવતાં ખાનગી કર્મચારીઓ જે ઇપીએફઓ હેઠળ આવતાં હોય તેમની ફરજિયાત બચતમાંથી આવતાં પગારમાં આ વધારાના પૈસા કપાવા માંડશે. તેમના બચત ખાતામાં જશે.તેઓ ઘેર પહેલાં લઇ જતાં હતાં તેના કરતાં ઓછા પૈસા લઇ જશે. જેને ટેક હોમ સેલેરી કહે છે.
થોડું ફેકટ ફિગર જોઇએ
ભારતમાં કુલ ક્રેડિટ મેળવવા લાયક વસતિ ૮૯ કરોડ છે. તેમાંથી ર૮ ટકા એટલ કે રપ કરોડ લોકો કોઇને કોઇ લોન લ્યે છે. આ લોનમાં ગોલ્ડ લોન, ખાનગી શાહુકારો,અંગત ઉછી ઉધારી અને આપણા રાજકોટ કે સુરતમાં ચાલે છે તેવા હાજર ફાઇનાન્સનો સમાવેશ થતો નથી. આવા વર્ગમાં મોટા ભાગે ઓછી આવક વાળા અથવા બાંધી આવકવાળા અથવા જેને ઓવર લિવરેજ કલાસ નોકરિયાત વર્ગ છે.
ભારત સરકારની સ્થીતિ :
ઇપીએફઓ હેઠળ આવતાં કમર્ચારીઓ માટે ફરજિયાત બચતના નિયમો છે. તેમના ભવિષ્યની સુરક્ષા માટે સરકાર કલ્યાણ યોજનાઓ અને ૮.રપ ટકા વ્યાજ પણ આપે છે. પરંતુ સરકાર ખાધમાં ચાલે છે. ભારત સરકાર ઉપર કુલ દેવું કેન્દ્ર સરકારનું જ (રાજય સરકારોનું નહિ) અંદાજે ર૦૦ લાખ કરોડ છે. ર૦ર૬-ર૭ની સાલમા આ દેવા પેટે સરકારને વ્યાજ અને મુદલની કુલ રકમ ર૦ લાખ કરોડથી વધુ ચુકવવાની છે. બજેટ ર૦ર૬-ર૭ અનુસાર કેન્દ્રની બાકી જવાબદારીઓ જીડીપીના પપ.૬ ટકા છે. તમને હવે તો ડોવલ સાહેબ પણ 3૮ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી ર૦૪૮માં થશે એવા સપના બતાવે છે. સાહેબનું કામ સુરક્ષાનું છે. તેઓ આર્થિક બાબતોના પણ હવે નિષ્ણાતીકરણમાં પ્રવેશ કરી ચુકયા છે. પણ જે દેશની સરકાર ર૦3૧ની સાલમાં પપ.૬ ટકા દેવું પ૦ ટકા કરવાની બજેટરી જોગવાઇ કરતી હોય એ દેશમાં વિકાસનું વાસ્તવિક ચિત્ર કોઇ ઇકોનોમિસ્ટે સમજવું પડે.અને લોકોને સરળ ભાષામાં સમજાવવુ પડે. પણ એટલું ચોકકસ સમજાય કે સરકાર લોકો ઉપર ઇન્કમ ટેકસ, એસકાઇઝ, પેટ્રોલનો સીધો અને આડકતરો ભાવ વધારો,યુપીઆઇ ટેકસ અને જીએસટી લગાવ્યા બાદ વધેલી રકમમાંથી બચત કરાવશે. અંબાણી અદાણીને આવી બચતથી કોઇ ફરક ન પડે પણ બાળકોના શિક્ષણ માટે કે ઘરમાં કોઇ બિમારી આવે અને લોન લેવા દોડવું પડે તેવા કરોડો બાંધી આવકવાળા વર્ગ માટે ફરજિયાત બચત એ આજે ભુખ્યા રહી કાલને સુરક્ષિત કરવા જેવી પ્રેકટિકલ બાબત બને.
ભારતિય જીવન શૈલી જુઓ તો હવે જીવનના પ્રથમ 3૦ વર્ષમાં સહુથી વધુ ખર્ચ આવે છે. ખાસ કરીને જેન જી અને જેન આલ્ફાની જીવન શૈલી વધુ ખર્ચાળ છે. તેમના ભણતર,ઘર,લગ્ન, મકાન વગેરે તેમની બચત થાય એટલાં વર્ગમાથી ન કરી શકે. એ વર્ગ ઉપર એટલે કે 3૦ હજારની મર્યાદાવાળા વર્ગ ઉપર આ બચત આવી છે. જેથી તેઓ ૮.રપ ટકાના દરે સરકારમાં બચત કરે છે. અને સરેરાશ ૧ર થી ૧૮ ટકા સુધીની વાર્ષિક વ્યાજની લોન ભરે છે. આ અસમતુલા વધુ તો કોઇ અર્થશાસ્ત્રી સમજાવી શકે. પણ બધું કઢંગુ અને અતાર્કિક અવાસ્તવિક લાગે છે.
*Celebrating diversity across a wide range of languages, genres, and cinematic forms!* 🎥🎞️
Today, President Droupadi Murmu will confer the 72nd National Film Awards upon filmmakers, actors, technicians, and other artists from across the country, to celebrate their outstanding achievements in Indian cinema for 2024.
